Jamnagar News : વીજ કરંટ લાગવાથી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં.. મૃતકોમાં એક દંપતી અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. પશુ માટેનો ચારો વ્યવસ્થિત ઠેકાણે ખસેડતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ કમોસમી વરસાદને પગલે દંપતી અને એક યુવક ઘરની નજીક મગફળીના ભુક્કાને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો ત્યા આવી પહોંચ્યા હતા.
ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં આજે વીજ કરંટની ત્રણના મોત થયા હતા. જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતકોમાં રવજીભાઈ જેસાભાઈ રોલા, ઉંમર વર્ષ-65, સવીતાબેન રવજીભાઈ રોલા, ઉંમર વર્ષ-62, અને બુધ્ધાભાઈ ધીરુભાઈ વાજેલીયા, ઉંમર વર્ષ-25નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર ભૂસ્તર વિભાગનો સપાટો, 10 વાહનો જપ્ત કરી 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી
આ પણ વાંચો: Gandhinagar News/આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડ્યો, ૧૭૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને રોકડ ઈનામ અપાયા
