Gandhinagar News : ગાંધીનગર સેશન્સ કોર્ટે પોક્સોના ગુનાના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી ફેનીલ ઉર્ફે રામચંદ્ર વાઘેલાને ગાંધીનગર સેશન્સ કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી હતી.
મળતી માહિતી મુજબ આરોપીએ રામચંદ્રએ સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. જે બાદ આરોપીએ સગીરાને તરછોડી દેતા ભોગ બનનાર સગીરાએ ઝેરી દવા ગટગટાવી હતી. આરોપીએ 2022 માં લગ્ન કરવાની બાહેંધરી આપીને તા. ૦૯/૦૭/૨૦૨૧ ના રોજ ભોગ બનનારને બપોરે પોતાના ઘરે વાતો કરવાના બહાને બોલાવી સગીરાની ઇચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધેલ હતા. તેમજ તા.૧૭/૦૮/૨૦૨૧ તથા સપ્ટેમ્બર-૨૦૨૧ માં ચાંદખેડા અંજલી હોટલમાં આરોપીએ ભોગ બનનારની ઇચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફેબ્રુઆરી- ૨૦૨૨ માં ભોગ બનનારે આરોપીને લગ્નની વાત કરતાં આરોપીએ મારે બીજી છોકરી સાથે પ્રેમ છે હું તારી સાથે લગ્ન નહીં કરું. મે તને શારિરીક ઉપયોગ માટે લગ્નની વાત કરેલ તેમ જણાવ્યું હતુ, જેને લઇ સગીરાને આધાત લાગ્યો હતો.
જેને લઇ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે આ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી છે. આ ઘટનામાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા, રૂ. 10 હજારનો દંડ અને ભોગ બનનાર સગીરાને રૂ. 4 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો.
