Canada/ કેનેડામાં 3 ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ગુસ્સે થયું…

World News : ભારત અને કેનેડા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાએ ભારત પર સતત ગંભીર આક્ષેપો કરતી રહે છે, તો બીજીતરફ ભારત પણ તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જડબાતોડ જવાબ આપતી રહી છે.

India World Trending

World News : કેનેડા(Canada)માં એક સપ્તાહમાં 3 ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે, જેના કારણે ભારતે રોષ ઠાલવીને ગુસ્સે થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટના બાદ ઓટાવા(Otava) સ્થિત ભારતીય હાઈ કમિશને કેનેડા(Canada) અધિકારીઓ સમક્ષ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) કહ્યું કે, ‘કેનેડા(Canada)માં ભારતીય નાગિરકોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેનેડા(Canada)માં છેલ્લા 1 સપ્તાહમાં 3 ભારતીયોની હત્યા કરવામાં આવી છે, જે એક કમનસીબ દુર્ઘટના છે. કેનેડા(Canada)માં આપણા નાગિરકો સાથે થયેલી ભયાનક દુર્ઘટનાથી અમે દુઃખી છીએ. તેમણે કહ્યું કે, ‘અમે મૃતકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છે. આ ઘટના મુદ્દે આપણા ટોરોન્ટો અને વેનકુવરના ઉચ્ચ કમિશન અને કોન્સ્યુલેટ્સ સંભવ તમામ મદદ કરી રહ્યા છે. અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું.

https://twitter.com/ANI/status/1867525330141163982?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1867525330141163982%7Ctwgr%5E610a059fc1f969d6398173252493671cc84b58df%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

કેનેડા(Canada) માં 4 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડા(Canada) સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા વિઝા ન આપવાની ઘટનાના રિપોર્ટ અંગે પૂછવામાં આવતા જયસવાલે ‘રિપોર્ટોને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ગણાવ્યું છે.’ તેમણે કહ્યું કે, કેનેડા(Canada)ની મીડિયા દ્વારા ભારતને બદનામ કરવા માટેનું આ એક ઉદાહરણ છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતીયોને વિઝા આપવા અમારું સાર્વભૌમ કાર્ય છે. જોકે જે લોકો આપણા દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડે છે, તેને વિઝા આપવાનો ઈન્કાર કરવો આપણો કાનૂની અધિકાર છે. અમે કેનેડામાં ભારતીયો વિરુદ્ધની આ ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા માટે સ્થાનીક અધિકારીઓના સંપર્કમાં છીએ.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે કેનેડા-યુએસ બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો

આ પણ વાંચો: કેનેડામાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા : પંજાબનો યુવક સીડી પર મૃત મળી આવ્યો

આ પણ વાંચો: કેનેડામાં સાત લાખ વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે