Ahmedabad News/ આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી ,અમદાવાદમાં થશે ભારે મેઘમહેર

રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે વરસાદનું જોર વધ્યું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:ગુજરાત (Gujarat) રાજ્યમાં હવામાન વિભાગે આજે સાર્વત્રિક ભારે વરસાદ (Rain) ની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહેસાણા અને  જૂનાગઢમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે વરસાદનું જોર વધ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં જામજોધપુરમાં 4.49 ઇંચ, ભેસાણમાં 4.37 ઇંચ, ધરમપુરમાં 4.29 ઇંચ, નડિયાદમાં 4.02 ઇંચ, કોટડા-સાંગાણીમાં 3.98 ઇંચ, પારડીમાં 3.90 ઇંચ, પાલનપુરમાં 3.58 ઇંચ, વ્યારામાં 3.50 ઇંચ, વિજયનગરમાં 3.31 ઇંચ, ગણદેવીમાં 3.23 ઇંચ, ખેડબ્રહ્મામાં 3.15 ઇંચ, દાંતા, શિનોર અને સોનગઢમાં 2.95 ઇંચ, વિસનગરમાં 2.87 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે દરિયામાં તોફાની પવનો અને ઊંચા મોજાંની સંભાવના છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સિસ્ટમની સક્રિયતાને કારણે રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ

આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!

આ પણ વાંચો:સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક