World News/ પુતિન અને ઝેલેન્સ્કી આવશે ભારત : ટ્રમ્પને લાગશે મોટો ઝટકો

World News : એકતરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જ્યારે બીજીતરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી જલ્દીથી ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ બાબતની પુષ્ટિ યુક્રેનના રાજદૂત એલેસ્ઝેન્ડર પોલિશચુકે કરી છે. જોકે તેમના પ્રવાસની તારીખ જોરે કરવામાં આવી નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત આવવાની પુષ્ટિ પહેલેથી જ થઈ ગઈ છે તેવા […]

Top Stories World

World News : એકતરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જ્યારે બીજીતરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી જલ્દીથી ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ બાબતની પુષ્ટિ યુક્રેનના રાજદૂત એલેસ્ઝેન્ડર પોલિશચુકે કરી છે. જોકે તેમના પ્રવાસની તારીખ જોરે કરવામાં આવી નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત આવવાની પુષ્ટિ પહેલેથી જ થઈ ગઈ છે તેવા સમયે આ મુલાકાત થઈ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઓગસ્ટમાં કીવની મુલાકાતે જઈને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું હતું. 23 ઓગસ્ટ 2024ના આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન બંને નેતાઓએ યુદ્ધ સમાપ્તિ અંગે ચર્ચા કરી હતી. બંનેની મુલાકાત  ત્યાર બાદ અનેક આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનોમાં પણ થઈ ચૂકી છે.

“ભારત અને યુક્રેન વચ્ચે ભવિષ્યમાં રણનીતિક ભાગીદારીની ઘણી ક્ષમતાઓ હોવાનું રાજદૂત પોલિશચુકે જણાવ્યું હતું. ઝેલેન્સ્કીને ભારત આવવા પ્રધાનમંત્રી મોદીએ આમંત્રણ આપ્યું છે. અમે ચોક્કસપણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ભારતમાં આવવાની આશા રાખીએ છીએ. આ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં મોટી ઉપલબ્ધિ સાબિત થશે.”

પીએમ મોદી  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ ઝીંક્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે. ભારત–રશિયા મિત્રતાથી અમેરિકા અસ્વસ્થ છે, ખાસ કરીને ભારત રશિયાથી તેલ ખરીદી રહ્યું હોવાથી. બીજી તરફ, પુતિન અને ઝેલેન્સ્કી બંને ભારત આવવાના હોવાથી દુનિયાની નજર હવે ભારતની મધ્યસ્થી ભૂમિકા પર ટકેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!

આ પણ વાંચો: અમેરિકાની ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી,જો તમે તમારો અભ્યાસ છોડી દો છો, તો તમારા વિઝા રદ કરવામાં આવશે

આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી