Ahmedabad News/ પોપટ માટે 5 લાખનું ઈનામ જાહેર, લાડકવાયો પોપટ થયો ગુમ

અમદાવાદના એક વિસ્તારમા પોપટ(Parrot) ગુમ થવાની ઘટના, જેમા પ્રિય પોપટ (Parrot) માટે 5 લાખનું ઈનામ જાહેર કરાયું.

Top Stories Ahmedabad Gujarat Mantavya Vishesh Breaking News

Ahmedabad News : અમદાવાદના વાસણા એરિયામાં એક અજીબ ઘટના સામે આવી છે, જ્યારે ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાળવામાં આવે તો પછી તે પરિવારનો એક ભાગ બની જાય છે. અબોલ પ્રેમની આવી જ એક ઘટના સામે આવી છે. એક વ્યકિતનો પ્રિય પોપટ(Parrot) ગુમ થવાથી 5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જે આ પોપટ(Parrot)ને શોધી લાવશે તેને 5 લાખનું ઈનામ આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના વાસણા વિસ્તારમાં રાજ યશ સિટીમાં રહેતા એક વ્યક્તિનો પ્રિય પોપટ(Parrot) ગુમ થયેલ છે, જે ગુમ થયેલ પોપટ(Parrot) માટે રૂ.5 લાખનું ઈનામ જાહેર કર્યું છે. જે આ ગૂમ થયેલ પોપટ(Parrot)ને જો કોઈ શોધી લાવશે તો તેને ઈનામની રકમ મળવાપાત્ર રહેશે. વાયરલ પોસ્ટ મુજબ, ગૂમ થયેલ પેરોટ આફ્રિકન ગ્રે Parrot નું નામ “કોકો”  રાખવામાં આવ્યું છે, પોપટ(Parrot) તા. 12 જાન્યુઆરીના સવારે 10.15 વાગ્યે છેલ્લે ઉડ્તો જોવા મળ્યો હતો. તેને જમણાં પગમાં રિંગ લગાવેલી છે. પેરોટ(પોપટ) પ્રેમ ધરાવતાં આ વ્યક્તિની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

પોપટ (Parrot) માટે કોઈ લાખોનું ઈનામ રાખતાં હશે ખરા!  જી હા, અમદાવાદના એક વ્યક્તિએ પોતાના પોપટ(Parrot) માટે પ્રેમ દર્શાવ્યો છે. પોતાનો પ્રિય પોપટ(Parrot) ગૂમ થતાં પોપટ (Parrot)માટે રૂ. 5 લાખનું ઈનામ જાહેર કરીને પ્રેમભાવ દર્શાવ્યો છે. જો કોઈ પણ વ્યકિત આ પોપટ (Parrot) “કોકો” ને શોધી લાવશે તેમને ઈનામ મળશે તેવી પોસ્ટમાં જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ પણ આવી ઘટના કર્ણાટકમાં સામે આવી હતી, પરિવારે પોતાના એક સભ્ય સમાન આફ્રિકન(African) ગ્રે(Gray) પોપટ(Parrot)  જેનું નામ ‘રુસ્તમ’ ને ગુમાવ્યું તો જાણે તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. માલિકે 30 હજારનો ખર્ચ કરીને રહેણાંક વિસ્તારોમાં પોપટ શોધવાનું શરૂ કર્યું હતું. જો કે ગુમ(missing) થયેલો પાલતુ પોપટ(Parrot) મળી આવતા યુવકને લોટરી લાગી ગઈ હતી. માલિકે 50 હજારનાં બદલે 85 હજારનું ઇનામ આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘CBIએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

આ પણ વાંચો:  શું તમારી પાસે છે આટલો ટેલેન્ટેડ પોપટ? ડ્રાઇવિંગ સહિત આટલા ગુણ છુપાયેલા છે, વીડિયો વાયરલ 

આ પણ વાંચો: ભવિષ્ય દેખાડતા પોપટે કરી ભવિષ્યવાણી,કહ્યું કોની થશે ચૂંટણીમાં જીત,પોલીસે માલિકની કરી ધરપકડ