Surat news today/ સુરતની શ્યામ સંગીની માર્કેટમાં વિકરાળ આગ, 5 કલાકથી વધુ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન

Suratના સારોલી વિસ્તારમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.

Top Stories Gujarat Surat Trending Breaking News
Surat

Surat Saroli Shyam Sangini Textile Market Fire:  સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ માર્કેટના છઠ્ઠા માળેથી શરૂ થઈ હતી અને બાદમાં પાંચમા તથા ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતા જોતા બ્રિગેડ કોલ જાહેર કરીને શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનોની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

કાળા ધુમાડા વચ્ચે ટર્ન ટેબલ લેડરની મદદ

ફાયર કંટ્રોલ રૂમને(Surat) રાત્રે 12:12 વાગ્યે આગ અંગેનો કોલ મળ્યો હતો. શરૂઆતમાં 5થી 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જોકે, માર્કેટ પહોંચતા પાંચમા અને છઠ્ઠા માળેથી આગની જ્વાળાઓ સાથે ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ ફાયર ટેન્ડર તૈનાત કરવામાં આવ્યા. હાલમાં 12થી 15 જેટલા ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે ટર્ન ટેબલ લેડરની પણ મદદ લેવામાં આવી રહી છે.

Surat

પેસેજમાં કાપડના જથ્થાથી મુશ્કેલી વધી

ફાયર વિભાગ(Surat) માટે સૌથી મોટો પડકાર માર્કેટના પેસેજમાં પડેલા કાપડના જથ્થાને કારણે ઊભો થયો છે. પેસેજમાં સામાન રાખવામાં આવ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ભરાઈ જતાં અંદરની વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ ગઈ હતી. સલામતીના પગલા તરીકે બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. અંધારું અને ધુમાડાના કારણે ફાયર ફાઈટરો ટોર્ચની મદદથી અંદર કામગીરી કરી રહ્યા છે.

આગનું કારણ હજુ સ્પષ્ટ નથી

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા મુજબ હાલ ફાયર વિભાગનું મુખ્ય ધ્યાન આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા પર છે. બહારના પેસેજમાં આગ શાંત થયા બાદ દુકાનોના શટર ખોલીને અંદર આગ પહોંચી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સાથે જ કોઈ વ્યક્તિ અંદર ફસાઈ ન જાય અને લિફ્ટનો ઉપયોગ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી અને ફાયર વિભાગ (Surat)ની તમામ ટીમો સતત કામગીરીમાં જોડાયેલી છે.


આ પણ વાંચો: સુરતના અડાજણમાં ભીષણ આગ, એપોલો ફાર્મસી સહિત અનેક દુકાનો આગની ઝપેટમાં

આ પણ વાંચો: સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ: ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી

આ પણ વાંચો: સુરતના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી