Delhi Satya Niketan Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં 6 સપ્ટેમ્બરે થયેલા બિલ્ડિંગ અકસ્માત બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCD એક્શન મોડમાં આવી ગયું છે. દુર્ઘટનાગ્રસ્ત ઈમારતને અડીને આવેલી બીજી બહુમાળી બિલ્ડિંગને પણ અસુરક્ષિત જાહેર કર્યા બાદ હવે તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. MCDના અધિકારીઓના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગને જોખમી જાહેર કરવામાં આવી હતી. નિષ્ણાતોની દેખરેખ હેઠળ ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે. બિલ્ડિંગ અચાનક ધરાશાયી ન થાય તે માટે તેની આસપાસ લોખંડના સપોર્ટ પણ લગાવવામાં આવ્યા છે.
ગર્લ્સ PGને કરાવવામાં આવ્યું હતું ખાલી
આ બિલ્ડિંગમાં ગર્લ્સ PG ચલાવવામાં આવતું હતું. અકસ્માત બાદ તાત્કાલિક તેને ખાલી કરાવવામાં આવ્યું હતું. MCD દ્વારા મકાન નંબર 13ના માલિક અને રહેવાસીઓને બિલ્ડિંગ ખાલી કરીને તેને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કારણ કે ઈમારતથી(Satya Niketan) આસપાસની મિલકતો અને લોકોની સુરક્ષાને જોખમ હોવાનું જણાયું હતું. ડિમોલિશનની કામગીરી શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓને પોતાનો બાકીનો સામાન બહાર લઈ જવાની તક પણ આપવામાં આવી હતી.

1,100થી વધુ PGનું સર્વેક્ષણ
સત્ય નિકેતન(Satya Niketan) દુર્ઘટના બાદ MCDએ સમગ્ર દિલ્હીમાં PG રહેઠાણોની તપાસ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. માત્ર બે દિવસમાં શહેરના તમામ 12 ઝોનમાં આશરે 1,100 PG મિલકતોનું સર્વે કરવામાં આવ્યું છે. આ સ્થળોએ લગભગ 20,250 વિદ્યાર્થીઓ રહેતા હોવાનું સામે આવ્યું છે.
નિયમો તોડનાર મિલકતો સામે કડક કાર્યવાહી
સર્વે દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. MCD મુજબ 24 મિલકતો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 27 અન્ય મિલકતોને તોડી પાડવા(Satya Niketan) માટે નવા આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત 7 મિલકતોને સંપૂર્ણપણે સીલ કરવામાં આવી છે અને 35 મિલકતોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ કાર્યવાહી લક્ષ્મી નગર, મુખર્જી નગર, જામિયા નગર, શાહીન બાગ, કરોલ બાગ, ચાંદની ચોક અને નેહરુ વિહાર જેવા વિદ્યાર્થી વિસ્તારોમાં કરવામાં આવી છે.
દિલ્હીના તમામ PGની થશે મેપિંગ
MCD કમિશનરે દિલ્હીના(Satya Niketan) દરેક PGની મેપિંગ કરવાનો આદેશ આપ્યો છે. તેનો હેતુ બિલ્ડિંગો સુરક્ષા માપદંડો અને બાંધકામના નિયમોનું પાલન કરે છે કે નહીં તે તપાસવાનો છે. ખાસ કરીને મંજૂરી વિના બનાવવામાં આવતી પાંચમી માળની રચનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. બાંધકામ દરમિયાન ગેરકાયદેસર પાંચમો માળ બનાવવામાં આવતો જણાશે તો તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે, જ્યારે પહેલેથી બનેલી પાંચમી માળની ઇમારતોનું સર્વે કરીને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: સત્ય નિકેતન અકસ્માત બાદ NSUIનો વિરોધ, DUના કુલપતિના રાજીનામાની માંગ
આ પણ વાંચો: દિલ્હીના સત્ય નિકેતન બિલ્ડિંગ હોનારતમાં ડીયુના 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કરૂણ મોત
આ પણ વાંચો:LIVE: દિલ્હીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી: કાટમાળમાં લોકો ફસાયા હોવાની આશંકા
