Delhi News/ દિલ્હીના સત્ય નિકેતન બિલ્ડિંગ હોનારતમાં ડીયુના 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કરૂણ મોત

Delhi ના સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે, જેમાં ડીયુના 5 વિદ્યાર્થીઓ સામેલ છે. બિલ્ડિંગ માલિકોની ધરપકડ કરાઈ છે અને સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.

NATIONAL Top Stories India
Delhi

Delhi Satya Niketan Building Collapse Death Toll: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. મૃતકોમાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. લગભગ 27 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા 5 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં 3ની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

મૃતકોમાં 5 ડીયુના વિદ્યાર્થીઓ

AIIMSમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતકોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાં મધ્ય પ્રદેશના અર્પિત રાજ અને અક્ષત સિંહ, છત્તીસગઢના યુવરાજ સોની તેમજ ઉત્તર પ્રદેશના અભિષેક કુમાર અને પવન કુમારનો સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓની ઉંમર અંદાજે 16થી 20 વર્ષની વચ્ચે હોવાનું જણાવાયું છે. આ વિદ્યાર્થીઓ દિલ્હી(Delhi) યુનિવર્સિટીની અલગ-અલગ કોલેજોમાં અભ્યાસ કરતા હતા અને સત્ય નિકેતનની આ બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા. મૃતક અક્ષત યાદવનું પાર્થિવ શરીર તેમના વતન મધ્ય પ્રદેશના કટની પહોંચાડવામાં આવ્યું હતું. તેમની શિક્ષિકા મુજબ અક્ષત અભ્યાસમાં તેજસ્વી હોવા ઉપરાંત સારો ફૂટબોલ ખેલાડી અને વક્તા પણ હતો. તેનું સપનું IPS અધિકારી બનવાનું હતું. પરિવારને શરૂઆતમાં અક્ષત આ ઘટનામાં ફસાયો હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે તેના મોતની પુષ્ટિ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

Delhiમાં બે મજૂરોએ પણ જીવ ગુમાવ્યો

આ દુર્ઘટનામાં બે મજૂરોના પણ મોત થયા છે. AIIMS ટ્રોમા સેન્ટરમાં પરમલાલ કોરી અને સુરેન્દ્ર સિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. એક મૃતકની ઓળખ હજુ બાકી હોવાનું જણાવાયું છે. દુર્ઘટનામાં(Delhi) ઘાયલ થયેલા અસગર અલી, નીરજ બાવા, આદિત્ય કુમાર, નીતિશ ચિબ અને મોહમ્મદ અયાનની સારવાર ચાલી રહી છે. તેમની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવાનું જણાવાયું છે. પાંચમાંથી ત્રણની સ્થિતિ ગંભીર હોવાથી તબીબી ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે.

બિલ્ડિંગ માલિક પરિવારના ત્રણ લોકોની ધરપકડ

ઘટના બાદ દિલ્હી(Delhi) પોલીસે બિલ્ડિંગના માલિક પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. તેમાં હરિરામ, તેમની પત્ની ઉર્મિલા અને પુત્ર મહેશનો સમાવેશ થાય છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા હરિરામ અને ઉર્મિલાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે મહેશને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

PGમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ

આ ઘટનાની અસર સત્ય નિકેતનમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ(Delhi) પર પણ પડી છે. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ ભયના કારણે પોતાના PG છોડીને શ્રી વેંકટેશ્વર કોલેજમાં આશરો લેવા પહોંચ્યા હતા. કોલેજ દ્વારા તેમના માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હવે તેમને પોતાના PGની ઇમારતોની મજબૂતાઈ અંગે ચિંતા સતાવી રહી છે. ખાસ કરીને જૂની અને બિનસુરક્ષિત ઇમારતોની નિયમિત તપાસ થાય છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.

તમામ PG બિલ્ડિંગની સુરક્ષા તપાસની માંગ

હવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા સત્ય નિકેતન સહિત દિલ્હીની અન્ય PG બિલ્ડિંગોની તાત્કાલિક સુરક્ષા તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અસુરક્ષિત ઇમારતોમાં રહેતા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ બેદરકારી દાખવનારા PG સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. આ દુર્ઘટનાએ માત્ર એક બિલ્ડિંગની(Delhi) સુરક્ષા નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતી PG ઇમારતોની તપાસ અને મંજૂરીની સમગ્ર વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


આ પણ વાંચો:LIVE: દિલ્હીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી: કાટમાળમાં લોકો ફસાયા હોવાની આશંકા

આ પણ વાંચો: વારાણસીથી દિલ્હી જતી ફ્લાઈટમાં ધુમાડાનું એલર્ટ, લખનૌમાં કરાઈ ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: દિલ્હી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, ડ્રાઇવર-કંડક્ટરની ધરપકડ