Dharma & Bhakti/ અક્ષય તૃતિયાના પાવન અવસરે વૃષભ રાશિમાં ચંદ્રમાનું મહાગોચર…3 રાશિઓની લાગશે લોટરી..!

અખાત્રીજ (Akshaya Tritiya 2026) વિશેષ કરીને, ત્રણ રાશિઓ માટે આ સમય આર્થિક ઉન્નતિનો અને કેરિયરમાં મોટી છલાંગ મારવાનો મોકો છે.

Dharma & Bhakti Religious Rashifal Trending
Akshaya Tritiya 2026 , ચાંદી, સુવર્ણ, પન્ના, ચંદ્ર ગોચર

Dharm & Bhakti: વર્ષ 2026ની અક્ષય તૃતિયા અર્થાત્ અખાત્રીજ (Akshaya Tritiya 2026) જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત શુભ રહેશે. આ પાવન અવસર પર મનનો કારક ગણાતો ચંદ્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં ચંદ્ર ગોચરને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે, એ સૌથી વધુ ગતિથી રાશિ પરિવર્તન કરે છે. લગભગ સવા બે દિવસમાં રાશિ બદલતા ચંદ્ર ગ્રહની આપણા મન, ભાવનાઓ અને માનસિક શાંતિ પર સીધી જ ગહન અસરો થાય છે.

અખાત્રીજ (Akshaya Tritiya 2026) 3 રાશિઓ માટે  અત્યંત  શુભ 

વર્ષ 2026ની અક્ષય તૃતિયા અર્થાત્ અખાત્રીજ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત શુભ રહેશે. આ પાવન અવસર પર મનનો કારક ગણાતો ચંદ્ર ગ્રહ (Moon Graha) પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. 19 એપ્રિલે બપોરે 12 વાગીને 32 મિનિટે થનારું આ ગોચર બ્રહ્માંડની અંદર એક એવી સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે જે કેટલીયે રાશિઓની બંધ તાળામાં કેદ કિસ્મતની ચાવીરુપ સાબિત થશે.

વિશેષ કરીને, ત્રણ રાશિઓ  (Zodiac Signs) માટે આ સમય આર્થિક ઉન્નતિનો અને કેરિયરમાં મોટી છલાંગ મારવાનો મોકો છે. તો ચાલો જાણીએ…આ 3 ભાગ્યવાન રાશિઓ તથા રાશિ અનુસાર, અખાત્રીજની ખરીદીના શુભ વિકલ્પો વિશે…

Akshaya Tritiya 2026 , ચાંદી, સુવર્ણ, પન્ના, ચંદ્ર ગોચર

આ ત્રણ રાશિઓના સારા દિવસોનો પ્રારંભ થશે

ચંદ્રમાની ઉચ્ચ સ્થિતિનો સૌથી વધુ સકારાત્મક પ્રભાવ આ જાતકો પર પડવા જઇ રહ્યો છે.

વૃષભ રાશિ

ચંદ્રમા વૃષભ રાશિના લગ્ન ભાવ પર ગોચર કરશે. આથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. અટકી ગયેલા ધનની પ્રાપ્તિનો પ્રબળ યોગ બનવા જઇ રહ્યો છે.

કર્ક રાશિ

તમારી રાશિના સ્વામી ગ્રહનું ઉચ્ચસ્થ થવું તમારા માટે કોઇ વરદાનથી કમ નથી! નોકરી કરનારા લોકોને પ્રમોશનની ખુશખબરી પ્રાપ્ત થઇ શકે છે અને એ ઉપરાંત માનસિક શાંતિનો પણ અનુભવ થશે.

કન્યા રાશિ

તમારા ભાગ્ય સ્થાનમાં ચંદ્રમાની હાજરી રોકાણમાં મોટો નફો કરાવી શકે છે. પૈતૃક સંપત્તિ સાથે સંલગ્ન વિવાદોનો ઉકેલ આવશે. નવી યોજનાઓમાં સફળતા મળશે.

Akshaya Tritiya 2026 , ચાંદી, સુવર્ણ, પન્ના, ચંદ્ર ગોચર

રાશિ અનુસાર અખાત્રીજે કરો ખરીદી

અક્ષય તૃતિયાએ પોતાની રાશિ મુજબ ખરીદી કરવાથી ઘરમાં બરકત આવશે. આ ઉપરાંત, સ્વયંની રાશિ અનુસાર, શુભ ધાતુ કે વસ્તુને ઘરે લાવવાથી સૌભાગ્યવૃદ્ધિ થાય છે.

સોનુ અને તાંબુ

મેષ અને સિંહ રાશિના જાતકો માટે આ દિવસે સુવર્ણ આભૂષણ અથવા તો તાંબાના વાસણ ખરીદવાથી નવીન ઊર્જાનો સંચાર થશે.

ચાંદી અને સફેદ વસ્તુઓ

વૃષભ અને કર્ક રાશિના જાતકો જો આ દિવસે ચાંદીનો સિક્કો અથવા મોતી (Silver Coin or Pearl) ખરીદો તો એમને માનસિક અને આર્થિક સ્થિરતા મળશે.

Akshaya Tritiya 2026 , ચાંદી, સુવર્ણ, પન્ના, ચંદ્ર ગોચર

કાંસુ અને પન્ના

મિથુન અને કન્યા રાશિના જાતકો માટે કાંસાના પાત્ર અથવા લીલા રંગની કીમતી ધાતુ પન્નાની ખરીદીથી વેપારમાં ઉન્નતિના દ્વાર ખૂલશે.

આભૂષણો અથવા ગેજેટ્સ

તુલા અને વૃશ્ચિક રાશિના લોકો કોઈ પણ નવું ઈલેક્ટ્રોનિક ઉપકરણ અથવા ચાંદીનું ઘરેણું ખરીદી શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…

આ પણ વાંચો: