Dharm & Bhakti: વર્ષ 2026 એ જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના દ્રષ્ટિકોણથી વૃષભ રાશિ (Vrushabh Rashi) માટે એક સુવર્ણ યુગ સમાન પ્રતીત થઇ રહ્યો છે. આ વર્ષે તમે શનિની સાડા સાતી કે ઢૈય્યાની અસરમાંથી તદ્દન મુક્ત હોવાથી તમારા વિકાસના માર્ગમાં જે પણ નડતર હશે એ સ્વયં જ દૂર થઇ જશે. તમારી રાશિનો સ્વામી દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે જેથી આ વર્ષે શુક્ર ગ્રહ (Shukra Grah)ના મિત્ર ગ્રહો રાહુ અને શનિ (Rahu & Shani) સાથે મળીને તમારા જીવનમાં ધરમૂળથી ઘણા સકારાત્મક પરિવર્તનો લાવવા જઇ રહ્યા છે. તો ચાલો જાણીએ, વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026ની મોટી ભવિષ્યવાણીઓ (Predictions)….

વૃષભ રાશિના જાતકોની 2026માં ગ્રહ દશા
આ જાતકો શનિની સાડા સાતી અને ઢૈય્યાથી સંપૂર્ણ મુક્ત છે. જ્યોતિષાચાર્યોના મતે, આ સમયે શનિ મહારાજ કે જે કર્મફળ દાતા ગણાય છે એ તમારી કુંડળીના અગિયારમા ભાવમાં વિરાજમાન રહેશે અને આ ઉપરાંત, દેવગુરુ બૃહસ્પતિ પણ અતિચારી ગતિથી આગળ વધી રહ્યા છે. આ સમયે તમારી રાશિમાં સમયાંતરે તમારી કુંડળીના ત્રણ ભાવોમાં વિરાજમાન રહેશે. 2026ના પ્રારંભિક સમયગાળામાં ગુરુ બીજા ભાવમાં, 2 જૂનના રોજ એ ત્રીજા ભાવમાં અને વર્ષાંતે અર્થાત્ 18 ઓક્ટોબરે ચોથા ભાવમાં આવશે. આ ઉપરાંત, રાહુ દશમ અને નવમ ભાવમાં અને કેતુ પંચમ ભાવમાં વિરાજશે.
2026 માં વૃષભ રાશિ અંગેની ભવિષ્યવાણીઓ ( 2026 Vrushabh Rashi Predictions)
1. આવકના નવીન સ્ત્રોત
ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 સુધી ગુરુ અને મંગળ સમસપ્તક દ્રષ્ટિ સંબંધ બનાવી રહ્યાં છે. આ સમયે તમારી કુંડળીમાં ગુરુ ધનભાવમાં અને મંગળ અષ્ટમ ભાવમાં રહેશે. આથી આ રાશિના જાતકોને આવક (Income)માં અચાનક ધનલાભ અને આર્થિક પ્રગતિ (Economic progress) થઇ શકે છે, આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે. વીમા, માર્કેટિંગ, ફાઇનાન્સ અથવા પ્રોપર્ટી ક્ષેત્રે ઘણા નાણા અર્જીત કરી શકો છો. વેપારમાં પણ તમને લાભ થઇ શકે છે. મંગળ બારમા અને સાતમા ભાવના સ્વામી હોવાથી વિદેશ દ્વારા પણ તમને ઉત્તમ ધનલાભ થઇ શકે છે.

2. ઉચ્ચ શિક્ષણ અને વિદેશ યાત્રા
14 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી સૂર્ય અને મંગળ ભાગ્ય ભાવમાં રહેવાથી આ રાશિના જાતકોને નસીબ (Luck)નો પૂર્ણ સાથ મળશે. મંગળ ઉચ્ચ રાશિમાં હોવાથી તમારા જીવનમાં આનંદપ્રદ સમયની શરુઆત થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે વિદેશગમનની તકો સર્જાશે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. સરકારી કે પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત જાતકોની ઇચ્છાનુસાર બદલી થઇ શકે છે. 13 જાન્યુઆરીથી લઈને 6 ફેબ્રુઆરી સુધી સૂર્ય, શુક્ર તથા મંગળ નવમ ભઆવમાં ત્રિગ્રહી યોગ રચશે જેથી આ રાશિના જાતકોને ભાગ્યનો પૂર્ણ સાથ મળવાની સાથે કેરિયર, નોકરી-ધંધા (Career, Job, Business)માં ઘણો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

3. કારકિર્દી સોળે કળાએ ખીલશે
23 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી મંગળ દશમ ભાવમાં પ્રવેશ કરશે અને આ સમયે રાહુની સાથે મળીને ‘અંગારક યોગ’નું નિર્માણ કરશે. સામાન્યત: આ યોગને અશુભ (Ashubh) ગણવામાં આવે છે પણ જો તમારી ઊર્જાને યોગ્ય દિશામાં ઉચિત રીતે ઉપયોગ કરશો તો કેરિયરથી લઇને વિદેશ વ્યાપાર (Foreign Trade) અને કારકિર્દીને નવી ઊંચાઇ પ્રાપ્ત થઇ શકે છે. રાહુ દશમ ભાવમાં હોવાની સાથે મંગળ પણ બળવાન રહેશે આથી આ રાશિના જાતકોનું જીવન સકારાત્મક દિશામાં ગતિ કરી શકે છે. આ સમયાવધિ દરમિયાન, તમારા ક્રોધ (Anger) પર નિયંત્રણ રાખશો તો તમને સફળતા અવશ્ય મળશે.

4. પ્રેમલગ્ન યોગ
19 એપ્રિલથી 14 મે સુધી શુક્ર તમારા લગ્ન ભાવમાં સ્થિત રહીને માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. સૂર્ય, મંગળ અને શુક્રનો છઠ્ઠા અને બારમા ભાવ સાથે સંબંધ રચાવાથી તમારો પારિવારિક સમય સરસ વ્યતીત થશે. તમારી લવ લાઇફ (Love Life) ઉત્તમ રહેશે અને પ્રેમલગ્નની સંભાવનાઓ પણ વધી જશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ પ્રાપ્ત થઇ શકે છે પરંતુ જે પરિણીત છે એમણે થોડું સાવધાન રહેવાની જરુર છે નહિં તો લગ્નજીવન (Marriage Life)માં ખટરાગ વધી શકે છે.
5. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ
14 એપ્રિલ પછી સૂર્ય (Surya Grah) ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે આથી આ રાશિના જાતકોને ઘણો લાભ થઇ શકે છે. સૂર્ય ઉચ્ચનો થઇને બારમા ભાવમાં રહેશે અને છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ નાખશે આથી જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓન તૈયારી કરી રહ્યા છે એમને ઘણો લાભ પ્રાપ્ત થઇ શકે છે. પરદેશની કંપનીઓ તમને જોબ (Job) ઑફર કરી શકે છે ઉપરાંત, પરદેશમાં પ્રોપર્ટી (Property) કે જમીનના માધ્યમથી તમને સારો એવો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
6. માલવ્ય રાજયોગ લાવશે સુખ-સમૃદ્ધિ
19 એપ્રિલથી 14 મે સુધીના સમય દરમિયાન, શુક્ર માલવ્ય યોગ રચશે અને આથી આ રાશિના જાતકો માટે અચાનક ધનલાભ થઇ શકે છે. વૈભવી જીવન જીવવા સાથે અનેકવિધ સુખોની પ્રાપ્તિ થવાની સંભાવના છે.
7. વિપરીત રાજયોગનું નિર્માણ
11 મેથી 21 જૂન સુધી મંગળ મેષ રાશિમાં ગોચર કરશે અને એ બારમા ભાવમાં વિપરીત રાજયોગ (Rajyog)નું નિર્માણ કરશે. આ સંજોગોમાં, અનેક ક્ષેત્રો જેવા કે મેડિકલ, સર્જરી, એન્જીનિયરીંગ, ટેક્નોલોજી, ગેમિંગ તથા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા વૃષભ રાશિના જાતકોને ઉત્તમ લાભ મળી શકે છે. સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી પરદેશ સાથે વેપારમાં વૃદ્ધિના યોગ મદદ કરશે. કુંવારાઓ માટે આ સમય સારો રહેશે. 2 જૂન પછી ગુરુ (Guru Grah)નો કર્ક રાશિમાં પ્રવેશ થવાથી એની સપ્તમ ભાવ પર દ્રષ્ટિ પડશે અને આ યોગને અધિક બળ મળશે.

8. ઋણથી છૂટકારો અને શત્રુ પર વિજય
5 ડિસેમ્બર પહેલા રાહુ દશમ ભાવમાં અને ત્યાર બાદ નવમ ભાવમાં સ્થિત રહેશે. આખા વર્ષ દરમિયાન, રાહુનું ભ્રમણ દશમ ભાવમાં થવાથી આ રાશિના જાતકોને છપ્પરફાડ લાભ મળી શકે છે. વેપારમાં આકસ્મિક લાભ સાથે ઉન્નતિ થઇ શકે છે. દેવા મુક્તિ અને દુશ્મનો (Debt & Enemies) પર વિજયના પણ યોગો સર્જાઇ રહ્યાં છે. કેરિયર સાથે સંલગ્ન સમસ્યાઓ સમાપ્ત થશે અને રાહુ ટેક્નોલોજી (Technology), વિદેશગમન અને વિસ્તારનો કારક હોવાથી આ તમામ ક્ષેત્રોમાં તમને ઘણો ફાયદો મળી શકે એમ છે.
9. વૈભવી અને ભૌતિક સુખોની પ્રાપ્તિ
2 સપ્ટેમ્બરે શુક્ર તુલા રાશિમાં છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને 3 ઓક્ટોબરે વક્રી થશે. આ પછી એ પંચમ ભાવમાં પ્રવેશ કરશે અને પુન: છઠ્ઠા ભાવમાં પરત ફરશે. આ સંજોગોમાં, શુક્ર બે વખત વિપરીત રાજયોગનું નિર્માણ કરશે અને એના પરિણામે આ રાશિના જાતકોને વૈભવ અને ફેશન સંબંધી તથા લકઝરી લાઇફ (Luxurious Life)ની પ્રાપ્તિ થઇ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે અને સાથે આવકના નવા સ્ત્રોત પણ ખૂલી શકે છે. શત્રુઓથી છૂટકારો મળશે અને વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલા જાતકોને ઘણો મોટો લાભ થઇ શકે છે.
10. મિલકત સંબંધી ફાયદો
અંતિમ ભવિષ્યવાણીની વાત કરીએ તે, 16 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી સૂર્ય વૃશ્ચિક અને મંગળ સિંહ રાશિમાં અનુક્રમે વિરાજમાન રહેવાથી સૂર્ય-મંગળ પરિવર્તન યોગનું નિર્માણ કરશે. આથી આ રાશિના જાતકોને વર્ષના અંતે પ્રોપર્ટી, નિર્માણ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ મટીરિયલ અને જમીન સંબંધી વેપારમાં અત્યંત ફાયદો થવાના યોગો રચાઇ રહ્યા છે. સૂર્ય અષ્ટમ ભાવમાં રહેશે અને ગુરુ સિંહ રાશિમાં હશે આથી ગુરુ-સૂર્યના પરિવર્તન યોગ તમારા ભાગ્યને ચમકાવી શકે છે.

આ રાશિના જાતકોએ આ ઉપાય કરવો
શુક્રવાર (Friday)ના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે સાકર, ચોખા કે સફેદ મિઠાઈ કોઇ કન્યાને અથવા જરુરિયાતમંદને અવશ્ય દાન (Daan) કરવું. આ ઉપરાંત, શુક્રવારે શ્રીસુક્તમ્ નો પાઠ કરવો. મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
આ ભવિષ્યવાણીના નિષ્કર્ષ અનુસાર, વર્ષ 2026 વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિ, લગ્ન, કારકિર્દીમાં વિકાસ, વિદેશ યોગ અને આર્થિક મજબૂતીનું વર્ષ સાબિત થઇ શકે છે. રાહુની સ્થિતિના કારણે પોતાની ભાવિ યોજનાઓ અને કેરિયર સંબંધી વાતો કોઈ પણ વ્યક્તિ સાથે શૅર ન કરવી હિતાવહ છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: જાન્યુઆરી 2026 માં રચાશે સૂર્ય-શુક્ર યુતિ…આ રાશિઓને અચાનક ધનલાભના યોગ..!
આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં
