કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૦9 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજનું પંચાંગ તારીખ 9 જાન્યુઆરી 2026, શુક્રવાર મુજબ વિક્રમ સંવત 2082ના પોષ માસની વદ સાતમ તિથિ છે, જેની સમાપ્તિ સવારે 8:21 વાગ્યા સુધી રહેશે. આજના દિવસે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બપોરે 1:42 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ હસ્ત નક્ષત્ર શરૂ થશે. યોગ શોભન બપોરે 4:53 વાગ્યા સુધી અને કરણ વિષ્ટિ સાંજે 7:48 વાગ્યા સુધી રહેશે. આજે પંચક અને વિંછુડો બંનેનો આરંભ થાય છે.
સૂર્યોદય સવારે 7:22 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:10 વાગ્યે થશે, જ્યારે ચંદ્રોદય રાત્રે 12:05 વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે 11:28 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે 12:25 થી બપોરે 1:08 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 11:25 થી બપોરે 12:46સુધી રહેશે. આજના દિવસનું વિશેષ મહત્વ માતા લક્ષ્મીને કેસર પેંડા ધરાવવાનું માનવામાં આવે છે.
તારીખ:- ૦૯-૦૧-૨૦૨૫, શુક્રવાર/પોષ વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૩ થી ૧૦:૦૪ |
| અમૃત | ૧૦:૦૪ થી ૧૧:૨૫ |
| શુભ | ૧૨:૪૬ થી ૦૨.૦૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૮ થી ૧૧:૦૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રો તમારી મદદ કરે.
- લોકોની વાતમાં આવવું નહિ.
- રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
- નાની મોટી સમસ્યા રહે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમસ્યાનું સમાધાન મળે.
- પ્રેમથી છલોછલ દિવસ જાય.
- આજે સારું પરિણામ મળશે.
- સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- નસીબ બળવાન બને.
- દિનચર્યામાં થોડો ફેરફાર થાય.
- મહત્વના કામમાં ધ્યાન કેન્દ્રિત કરો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭

- કર્ક (ડ, હ) :-
- ધન આવે ખરું જાય પણ ખરું.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- નવી યોજનાઓ અને વિચારો આવશે.
- યોગ અને કસરત કરો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- સિંહ (મ, ટ) :-
- નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તકમળે.
- કાર્યસ્થળ પર સમજદારી અને ધીરજ કામ લો.
- આર્થિક લાભ ન મળે.
- કોઈની નીંદા કરવી નહિ.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨

- કન્યા (પ, ઠ, ણ) :-
- ફસાયેલ નાણા પાછા આવે.
- કાર્યમાં સફળતા મળે.
- નાણાકીય સ્થિતિમાં સુધારોથાય.
- પ્રેમમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧

- તુલા (ર, ત) :-
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- સખત મહેનત રંગ લાવે.
- પરિવારથી લાભ થાય.
- કર્મચારીઓનો સાથ મળે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- મહત્વના નિર્ણયો લેવાય.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- આર્થિક લાભ થાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સબંધોમાં સકારાત્મક પરિવર્તન આવે.
- દિવસઆનંદ અને સંતોષથી ભરેલો રહેશે.
- સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
- ધન સંબંધી મામલે મતભેદ થાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- ઘરમાં શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્ર તરફથી મદદ મળે.
- પ્રિયજનની સંભાળ લેવી.
- અણધાર્યા વસ્તુથી ધન લાભ થાય.
- લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ):-
- સાહસ અને પ્રયત્નોથી સફળ થવાય.
- પરિવાર સાથે સમય વિતાવો.
- નવો સ્વાદ માણી શકો.
- પગનો દુખાવો રાખ્યા કરે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
