Dharm & Bhakti: શમી મૂળ… શનિદેવના આ પ્રિય માનવામાં આવતા શમી વૃક્ષની જડનું અત્યંત મહત્વ રહેલું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શમીના છોડ કે શમી વૃક્ષ (Shami Plant or Shami Tree)નો સંબંધ શનિ દેવ સાથે હોવાનું માનવામાં આવે છે. આથી જ્યોતિષાચાર્યો દ્વારા અમુક લોકોને નીલમ રત્ન (Neelam Gemstone) ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. શમી એક વૃક્ષ છે જેને છોડના સ્વરુપમાં પણ ઘરે વાવી શકાય છે. એનું પ્રચલિત નામ છે ‘ખીજડો'(Khejri tree)…! રાજસ્થાનના લોકો માટે તો એ કલ્પવૃક્ષ સમાન ગણાય છે. પીપળો, વડ અને શમી વૃક્ષ દેવ સ્વરુપ વૃક્ષો માનવામાં આવે છે. આ ત્રણ વૃક્ષો પૈકીનું એક પવિત્ર વૃક્ષ છે શમી! હવે જે જાતકો નીલમ રત્નને ધારણ કરવા માટે શક્તિમાન ન હોય તો એ શમીનું મૂળ (Shami Roots) પણ હાથમાં બાંધી શકે છે.
શનિદેવ ની કૃપા મેળવવા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાંધો શમી મૂળ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં નવરત્નોનું વર્ણન મળી આવે છે. નવરત્નોનો સંબંધ નવ ગ્રહો સાથે હોવાનું માનવામાં આવે છે. જ્યારે પણ કોઇ રાશિ (Rashi)ના જાતકની કુંડળીમાં કોઇ ગ્રહ અશુભ (Ashubh) હોય તો એ વ્યક્તિને જે-તે ગ્રહ સંબંધિત રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ, આ રત્નો ઝવેરી બજારમાં ઘણા જ મોંઘા મળે છે અને વળી એને કોઇ આભૂષણ (Jewelry) બનાવડાવીને એમાં પહેરવાનું હોવાથી પણ એમાં ઘણીવાર ‘ઘાટ કરતા ઘડામણ મોંઘી’ જેવો ખેલ થઇ જાય છે! આથી જ શાસ્ત્રોમાં, એના વિકલ્પરુપે અન્ય ઉપાય પણ જણાવવામાં આવેલા છે જેથી આવા રત્ન-ઘરેણાં ખરીદવા અશક્તિમાન જાતકો પણ એનો લાભ મેળવી શકે! રત્ન શાસ્ત્રમાં નવગ્રહ સંબંધિત કેટલાક વૃક્ષ અને છોડ (Plant)ના વર્ણન પ્રાપ્ત થાય છે, જે પૈકી એક છે શમીનું વૃક્ષ કે છોડ…એને શનિનો છોડ (Shani ka Paudha) પણ કહે છે. આ છોડનું નાનું મૂળ શરીર પર ધારણ કરવાથી શનિ દોષ (Shani Dosh)માંથી મુક્તિ મળી શકે છે અને શનિદેવ પ્રસન્ન રહે છે. શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે. એમની ઉપાસનાથી જાતકના જીવનમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે, આ શમી વૃક્ષ અને એનું મૂળ શું છે અને એ બાંધવાની યોગ્ય વિધિ અંગે….
કયા લોકો શમી મૂળ બાંધી શકે?
જો તમારી વૃષભ રાશિ, કુંભ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ અથવા તો મિથુન રાશિ (Vrushabh, Kumbh, Kanya, Tula, Mithun) હોય તો તમે શમીના મૂળને ધારણ કરી શકો છો. આ ઉપરાંત, જે જાતકોની કુંડળીમાં શનિ દેવ ઉચ્ચ હોય અર્થાત્ શુભ હોય એ પણ નિ:સંકોચ શમીનું મૂળ બાંધી શકે છે. આ ઉપરાંત, જે લોકોની સાડા સાતી (Sade Sati) કે શનિની ઢૈય્યા ચાલી રહી હોય એ પણ પોતાની જન્મકુંડળી (Horoscope)નું વિદ્વાન જ્યોતિષ પાસે વિશ્લેષણ કરાવીને શમી મૂળ પહેરી શકો છો.
શમીનું મૂળ ધારણ કરવાના ફાયદા
શમી એક પવિત્ર વૃક્ષ ગણાય છે અને એનું મૂળ ધારણ કરવા માત્રથી જ વ્યક્તિને આર્થિક લાભ (Economic Benefit)ના યોગો બનતા જોવા મળે છે અને એ સાથે જ ધંધા-વ્યવસાયમાં અને નોકરીમાં પ્રમોશનના સંકેતો મળવા લાગે છે. શમીનું મૂળ કાળો જાદુ (Black Magic), તંત્ર-મંત્ર, જાદુ-ટોણા અને ભૂત-પ્રેત વગેરે બાધાથી રક્ષા કરે છે. આ મૂળ ધારણ કરવાથી વ્યક્તિ કર્મશીલ અને પરિશ્રમી બને છે અને દરેક કાર્ય અનેરી લગનથી કરવા લાગે છે. આ ઉપરાંત, શમી મૂળ એ લોકો પણ ધારણ કરી શકે જે ન્યાય ક્ષેત્ર સાથે સંલગ્ન હોય જેમ કે, વકીલ, જજ વગેરે…અને શનિ સંબંધિત ચીજવસ્તુઓનો વેપાર (Business) કરનારી વ્યક્તિઓને પણ શમી મૂળ ધારણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
શમી મૂળ બાંધવાની વિધિ
શમી મૂળ માર્કેટમાં ઘણી સસ્તી મળી જાય છે. એને ઘરે લાવો ત્યાર બાદ, એને સૌપ્રથમ ગંગાજળથી પવિત્ર કરવી. એ પછી, કાળા કે જાંબલી કે ધેરા વાદળી રંગના વસ્ત્રમાં એને બાંધી લેવી. ત્યાર બાદ, શનિ દેવના બીજ મંત્ર ‘ॐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેશ્ચરાય નમ:’ નો શ્રદ્ધાપૂર્વક 108 વખત જાપ કરવો અને પછી કોઇ બ્રાહ્મણ (Brahmin)ના હાથે તમારે હાથમાં ધારણ કરી લેવી. બ્રહ્મદેવને યથાશક્તિ દક્ષિણા પણ આપવી. અત્રે ધ્યાન રાખવું કે શમી વૃક્ષના મૂળને શનિવાર (Saturday) અથવા તો શનિ નક્ષત્રમાં સંધ્યા સમયે હાથમાં ધારણ કરવી જોઇએ.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…
આ પણ વાંચો: વર્ષ 2026માં આ 3 રાશિઓ પર રહેશે શનિ-રાહુની કૃપા…થશે ભાગ્યોદય!
આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

