Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શનિ દેવ (Shani Dev) ન્યાયના દેવતા ગણાય છે. અનુશાસિત અને મહેનતુ જાતકોને એ વિશેષ ફળ પ્રદાન કરે છે. આવા ન્યાયાધીશ શનિ દેવ 3 ઓક્ટોબર (3 October)ના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યાં છે તથા વર્ષ 2027 (Year 2027)માં રાશિ પરિવર્તન કરશે. આ સંજોગોમાં, કઇ રાશિઓ પર આનો પ્રભાવ પડશે એ વિશે સવિસ્તાર જાણીશું.
જ્યોતિષ શાસ્ત્ર દ્વારા શનિ દેવ ને દંડાધિકારી અને ન્યાયના અધિષ્ઠાતા (God of Justice) તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો શિસ્તબદ્ધ જીવન જીવે છે અને મહેનતુ છે એ લોકો પર શનિ દેવ સદા કૃપા વરસાવે છે. શનિની સાડાસાતી (Shani Sade sati) અને ઢૈયાના નામથી સૌ કોઇ ડરી જતા હોય છે પરંતુ, ન્યાયના દેવતા સાચા માર્ગે ચાલનારા લોકોને કદી દંડ આપતા નથી. આ સાડાસાતી અને શનિની ઢૈયા (Shani ni Dhaiya) શનિ દેવના રાશિ પરિવર્તન પર આધારિત હોય છે અને એ જ પ્રમાણે બદલાતી પણ રહે છે. હવે ઓક્ટોબરની 3 તારીખે જ્યારે શનિ દેવ નક્ષત્ર (Nakshatra) પરિવર્તન કરવા જઇ રહ્યાં છે અને વર્ષ 2027 માં તેઓ રાશિ (Zodiac Sign) પરિવર્તન કરી રહ્યાં છે ત્યારે આ સમીકરણ શું ફળ આપશે એ જોઇશું. શનિ મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. એવા સંજોગોમાં શનિની સાડાસાતી અને ઢૈયાને લઇને શું પરિવર્તન આવશે એ જ્યોતિષિય દ્રષ્ટિએ (Astrologically) હવે જોઇએ.

કઇ રાશિઓને લાભ?
શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ સંજોગોમાં, ગુરુના નક્ષત્રમાં શનિ અને ગુરુની યુતિ બની જશે, જેનાથી કેટલીયે રાશિઓને લાભ થશે. વૃષભ રાશિ (Vrushabh Rashi)ના ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થશે અને નવી ઊંચાઇઓ પ્રાપ્ત થશે. આ જાતકો માટે લાભના અનેરા યોગો બની રહ્યાં છે. લવલાઇફ માં સુધારો આવશે. જ્યારે, મિથુન રાશિ વાળા જાતકો (Mithun Rashi)ને શનિ એમની મહેનતનું ફળ આપશે. આ જાતકોને કોઇ પ્રતિયોગિતા કસોટીમાં સફળતા મળશે અથવા તો સરકારી નોકરી મળવાના યોગ બનશે. ઉપરાંત, તુલા રાશિ (Tula Rashi)ના જાતકોની મહેનત રંગ લાવશે અને એમને બિઝનેસમાં ફાયદો થશે. આ રાશિના જાતકો માટે લાભના યોગ છે.

કઇ રાશિઓ થશે મુક્ત?
જ્યારે શનિ કોઇ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એ રાશિની સાથે-સાથે એનાથી એક રાશિ પાછળની અને એક રાશિ આગળની, એમ કુલ ત્રણ રાશિઓ પર સાડાસાતી શરુ થાય છે. આ ઉપરાંત, શનિના ગોચર દરમિયાન, જે રાશિઓથી એ ચોથા અથવા આઠમા ભાવમાં હોય છે એ રાશિઓના જાતકો પર શનિની ઢૈયાનો પ્રભાવ છે એમ માનવામાં આવે છે.
તમારી માહિતી માટે જણાવી દઇએ કે વર્ષ 2027 માં શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શનિ મહારાજનાં આ પ્રવેશથી કેટલીયે રાશિઓને લાભ પ્રાપ્તિના યોગ બનશે. શનિના રાશિ પરિવર્તન થયા બાદ, શનિની સાડાસાતીના સમીકરણો બદલાઇ જશે. વર્ષ 2027માં જ્યારે શનિનું રાશિ પરિવર્તન થશે ત્યારે કુંભ રાશિ (Kumbh Rashi)ના જાતકો સાડાસાતીના પ્રભાવથી મુક્ત થઇ જશે તથા સિંહ (Singh Rashi) અને ધનુ રાશિ (Dhanu Rashi)ના જાતકો શનિની ઢૈયાથી મુક્ત થઇ જશે પરંતુ, મીન અને મેષ રાશિ પર એમનો પ્રભાવ ચાલુ રહેશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે
આ પણ વાંચો:

