Dharma & Bhakti/ રાધા રાણીનો પ્રાગટ્ય ઉત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણીએ સાચી તારીખ અને રાધા અષ્ટમીની પૂજા વિધિ અંગે…

જ્યોતિષ શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો પંચાંગ અનુસાર, Radha Ashtami 2026 આ વર્ષે 19 સપ્ટેમ્બર 2026 ના રોજ મનાવવામાં આવનાર છે. કારણ કે, આઠમની તિથિનો…

Trending festival Religious Dharma & Bhakti
Radha Ashtami 2026...જાણીએ તારીખ, પૂજાવિધિ અને પૂજા મુહૂર્ત!

Dharm & Bhakti: ભગવાન શ્રી કૃષ્ણની પરમ શક્તિ અને પ્રેમ સ્વરુપા રાધા રાણીની પ્રતિ વર્ષ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધા અષ્ટમી (Radha Ashtami 2026) મનાવવામાં આવે છે. આ દિવસે મધ્યાન્હ કાળે કૃષ્ણ-રાધા (Krishna-Radha)ની સાથે પૂજા કરવાનું અનેરું મહાત્મ્ય છે. આ દિવસે રાધા-કૃષ્ણની પૂજા કરીને ભક્તો પોતાના જીવનમાં પ્રેમ, આનંદ અને લગ્નજીવન સુખી બને એની કામના કરે છે. તો ચાલો જાણીએ કે…વર્ષ 2026માં રાધા અષ્ટમી કઈ તારીખે મનાવવામાં આવશે?

કોણ છે રાધા રાણી?

રાધે કૃષ્ણ…રાધે કૃષ્ણ…આ ઉક્તિ તમે હંમેશા સાંભળતા જ હશો…આ એક પવિત્ર નામસ્મરણ છે જેમાં કાન્હાની સાથે રાધાનું નામ પ્રથમ લેવામાં આવે છે! ભગવાન કૃષ્ણની પત્નીઓની વાત હોય અને રાધાનું નામ ન ઉલ્લેખાય એ સંભવ જ નથી! લોકોના મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો જ રહે છે કે, કૃષ્ણે 16,108 લગ્ન કર્યા પણ રાધા સાથે લગ્ન (Marriage) કેમ ન કર્યા? કારણ કે, રાધા અને કૃષ્ણનો પ્રેમ અદ્વિતિય છે અને પ્રસિદ્ધ પણ…તો પછી બંનેના વિવાહ ન થવાનું કારણ શું?

શ્રી કૃષ્ણનું જીવન કેવળ એમની બાળલીલાઓ કે માખણ ચોરી સુધી જ સીમિત નથી પરંતુ, એમના જીવનના દરેકેદરેક અધ્યાયમાં ધર્મની સ્થાપના, સામાજીક ચેતના અને સંબંધોના નિર્વહન સહિત અનેક ગહન અર્થ છુપાયેલા છે. જન્માષ્ટમીના આ શુભ અવસર પર ચાલો જાણીએ કે શ્રી કૃષ્ણના વિવાહ એમની આઠ પટરાણીઓ અને અન્ય 16,100 રાણીઓ સાથે થયા હતા પણ રાધા સાથે કેમ નહિં? એ આજે પણ કુતૂહલનો અને શ્રદ્ધાનો વિષય બનીને ચર્ચાતો રહે છે.

વિષ્ણુ પદ્મ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમનો ઉલ્લેખ મળી આવે છે. સાંપ્રત સમયમાં પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ પ્રાસંગિક છે અને આજે પણ પ્રેમીઓને રાધા કૃષ્ણના સાચા અને નિર્મળ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, રાધા અને રૂકમણી બંને ભગવાન કૃષ્ણ કરતા વયમાં મોટા હતા. લોકમાન્યતા અને પૌરાણિક કથાઓમાં રાધા અને શ્રી કૃષ્ણનો પ્રેમ (Radha-Krishna Love) અવિવાહિત અલૌકિક પ્રેમ તરીકે વિખ્યાત છે.

અલગ-અલગ સંપ્રદાયો અને ભક્તિ પરંપરાઓમાં રાધા-કૃષ્ણના સંબંધ (Radha Krishna Relationship)ને દિવ્ય અને અલૌકિક માનવામાં આવે છે. વિશેષ રુપે, આ બંનેના સંબંધને સાંસારિક પ્રેમથી ઉપરવટ જઇને આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક માનવામાં આવે ચે. આથી જ ભક્તો માટે રાધા અને કૃષ્ણનો સંબંધ કેવળ લગ્નબંધનથી જ પરિભાષિત નથી કરવામાં આવતો. એમના પ્રેમને સમર્પણ, ભક્તિ અને પૂર્ણ એકત્વના ભાવથી પૂજવામાં આવે છે.

રાસલીલા

જાણીએ કે વર્ષ 2026માં ક્યારે મનાવાશે રાધા અષ્ટમી? (Radha Ashtami 2026 Date)

જ્યોતિષ શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો પંચાંગ અનુસાર, આ વર્ષે આ પર્વ (Radha Ashtami 2026 Festival) 19 સપ્ટેમ્બર 2026 (19 September 2026) ના રોજ મનાવવામાં આવનાર છે. કારણ કે, આઠમની તિથિનો 18 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે પ્રારંભ થશે જે 19 સપ્ટેમ્બરે બપોરે 03:26 વાગ્યે સમાપ્ત થશે.

રાધા અષ્ટમીએ પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ (Puja Mahurat & Puja Vidhi)

રાધા અષ્ટમીએ પૂજાનું મુહૂર્ત સવારે 11:01 થી માંડીને બપોરે 01:38 કલાક સુધીનું રહેશે. આ સમયગાળામાં ભક્તો રાધા અને શ્રીકૃષ્ણની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરી શકે છે.

1. રાધા અષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા અને પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરવી.

2. ત્યારબાદ, શ્રીકૃષ્ણ-રાધાજીની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરવો.

3. સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરીને રાધા-કૃષ્ણની પૂજાનો પ્રારંભ કરવો.

4. રાધા રાણીને ફળ, ફૂલ અને મીઠાઈ (Sweet) અર્પિત કરો. પૂજા કરતી વખતે ધૂપ-દીપ પ્રજ્વલિત કરીને ભકિતભાવપૂર્વક મંત્ર જાપ અને ભજન કીર્તન કરવા.

5. પરંપરા અનુસાર, આ દિવસે રાધા રાણીની ષોડશોપચાર પૂજા પણ કરવામાં આવે છે.

6. મધ્યાન્હ પૂજા દરમિયાન, એમની પ્રતિમાને પંચામૃતથી સ્નાન અભિષેક કરવાની પરંપરા છે.

7. અભિષેક પછી ભગવાનને નવા વસ્ત્રો પહેરાવીને ફૂલો અને આભૂષણો વડે સજાવવામાં આવે છે.

8. ત્યાર બાદ, વિશેષ કરીને માલપુઆ, પંચમેવા અને મિસરી સહિત શ્રદ્ધાપૂર્વક ભોગ લગાવવામાં આવે છે.

રાધાનો વિરહ

લગ્ન માટેનો ઉપાય

ધાર્મિક માન્યતાનુસાર, લગ્નમાં જો અડચણો આવી રહી હોય તો રાધા અષ્ટમીના દિવસે (Radha Ashtami 2026) રાધા-કૃષ્ણની પૂજા કરીને રાધા રાણીને ગુલાબનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. ત્યોર બાદ, રાધા કૃપા કટાક્ષ સ્ત્રોતનો પાઠ કરવાની પરંપરા છે. પ્રેમ વિવાહ માટે જે લોકો ઈચ્છુક છે એ લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ.

“ॐ ક્લીં કૃષ્ણાય ગોપીજન વલ્લભાય સ્વાહા”

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શ્રી કૃષ્ણે રાધા રાણી સાથે પ્રેમ હોવા છતાંયે લગ્ન કેમ ન કર્યા?…જાણીએ રાધાનું સત્ય સ્વરુપ..!

આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ

આ પણ વાંચો: 4 કે 5 સપ્ટેમ્બર…ક્યારે મનાવાશે કૃષ્ણ જન્માષ્ટમી? લડ્ડુ ગોપાલની નિશીથ પૂજાનું મુહૂર્ત જાણીએ…