Dharm & Bhakti: જન્માષ્ટમીનું પાવન પર્વ કેવળ ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna)નો પ્રાગટ્ય ઉત્સવ જ નથી પરંતુ એમના પ્રેરણાદાયી જીવન દર્શનને સમજવાનો એક મોકો છે. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ અષ્ટમી (Janmashtami 2026)એ જ્યારે સમગ્ર ભારતવર્ષ કૃષ્ણમય બની જશે ત્યારે કાન્હાના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી ગાથાઓ છે કે જે લોકોને આશ્ચર્યચકિત્ કરી દે છે!
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર (Narakasur)ના કેદખાનામાંથી હજારો મહિલાઓને મુક્ત કરાવી હતી અને પછી એમને સમાજમાં સન્માનજનક સ્થાન મળે એ માટે કૃષ્ણને જ્યારે આ અબળા નારીઓએ પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કૃષ્ણે આ 16,100 સ્ત્રીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી. તો ચાલો જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટભાર્યા (Ashtbharya) કોણ હતી અને કુલ 16,108 પત્નીઓની પાછળનું શું રહસ્ય છે અને પુરાણો આ વિશે શું કહે છે?

શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ (Lord Krishna Wives)
ધાર્મિક માન્યતાનુસાર, કૃષ્ણ (Lord Krishna)ની 8 મુખ્ય રાણીઓ હતી જેમને અષ્ટભાર્યા કહે છે અને એમના નામ છે, રુકમિણી, સત્યભામા, જાંબવતી, કાલિન્દી, મિત્રવિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા (Rukmini, Satyabhama, Jambvati, Kalindi, Mitravinda, Satya, Bhadra and Lakshmana)…આ આઠ પટરાણીઓના વિવાહ વિશે સંક્ષિપ્તમાં કથા જાણીએ…
1. રુકમિણી
રુકમિણી શ્રી કૃષ્ણને પોતાનો પતિ માની ચૂકી હતી પણ એમના વિવાહ એમનો ભાઈ રુકમી શિશુપાળ સાથે કરાવવા ઈચ્છતો હતા. પૌરાણીક કથા અનુસાર, રુકમિણીએ કૃષ્ણને સંદેશ મોકલીને મદદ માગી અને એમની પ્રાર્થના સ્વીકારીને ભગવાન વિદર્ભ પહોંચ્યા અને રુકમિણીનું હરણ કરીને લઈ ગયા…બાદમાં બંનેના લગ્ન થયા. ધાર્મિક પરંપરા અનુસાર, આ બંનેના સંબંધને પ્રેમ, સમર્પણ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
2. સત્યભામા
સત્યભામાનો સંબંધ પિતા સત્રાજીત અને સ્યમંતક મણિની કથા સાથે જોડાયેલો છે જે એક પ્રસિદ્ધ કથા છે. કેટલીક પરંપરાઓમાં સત્યભામાનું દ્રઢ નિશ્ચયી અને સ્વાભિમાની વ્યક્તિત્વના રુપે વર્ણન કરવામાં આવ્યું છે.

3. જાંબવતી
જાંબવાનની પુત્રી જાંબવતીનો ઉલ્લેખ પુરાણોમાં મળી આવે છે. સ્યમંતક મણિ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબવાન વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું હોવાનું વર્ણન પ્રાપ્ત થાય છે. જ્યારે જાંબવાનને કૃષ્ણના વાસ્તવિક સ્વરુપનું જ્ઞાન થયું ત્યારે એમણે પોતાની પુત્રીનો વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવ્યો હતો.
4. કાલિન્દી
સૂર્યદેવની પુત્રી મનાતી કાલિન્દીએ ભગવાન વિષ્ણુને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી અને જ્યારે શ્રી કૃષ્ણને એના સંકલ્પ વિશે જાણ થઈ ત્યારે એમણે કાલિન્દીને પોતાની પત્નીના રુપમાં સ્વીકારી હોવાનું વર્ણન મળે છે.
મિત્રવિન્દા, નાગ્નજીતી, ભદ્રા અને લક્ષ્મણા
શ્રી કૃષ્ણની અન્ય ચાર પટરાણીઓના સંબંધમાં વિવિધ કથાઓ પ્રાપ્ત થાય છે. મિત્રવિન્દાના લગ્ન શ્રી કૃષ્ણ (Lord Krishna) સાથે સ્વયંવર દ્વારા થયો હોવાનું મનાય છે જ્યારે નાગ્નજીતી જેનું બીજું નામ સત્યા પણ છે એના લગ્ન શક્તિશાળી બળદોને વશમાં કરવાની શરત જીત્યા બાદ કૃષ્ણ સાથે થયા હોવાનું મનાય છે. ભદ્રા શ્રીકૃષ્ણના સંબંધી દ્વારા તેમને વરી હતી જ્યારે લક્ષ્મણાનો વિવાહ (Marriage) પણ સ્વયંવર દ્વારા થયો હોવાનું મનાય છે.
16,100 અન્ય રાણીઓ
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરના કેદખાનામાંથી હજારો મહિલાઓને મુક્ત કરાવી હતી અને પછી એમને સમાજમાં સન્માનજનક સ્થાન મળે એ માટે કૃષ્ણને જ્યારે આ અબળા નારીઓએ પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કૃષ્ણે આ 16,100 સ્ત્રીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી. આ ઘટનાને કેવળ લગ્ન કેટલી સ્ત્રીઓ સાથે થયા હતા એની સાથે નહિં પરંતુ એ સમયની સામાજીક પરિસ્થિતિ અને પુરાણોની કથાના સંદર્ભમાં પણ મૂલવવામાં આવે છે.
આમ પૌરાણિક સંદર્ભો અનુસાર, શ્રી કૃષ્ણની કુલ 16,108 રાણીઓ હોવાનો ઉલ્લેખ મળે છે. જે કૃષ્ણની સ્ત્રી સન્માન (Woman Honor)ની ભાવનાનું પ્રતિબિંબ છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: જે લાલચના મેળામાં નથી રોકાતા તેઓ જ મેળવે છે સિંહાસન! વાંચો રાજાની પસંદગીની પ્રેરણાદાયી વાર્તા
આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ
આ પણ વાંચો: 4 કે 5 સપ્ટેમ્બર…ક્યારે મનાવાશે કૃષ્ણ જન્માષ્ટમી? લડ્ડુ ગોપાલની નિશીથ પૂજાનું મુહૂર્ત જાણીએ…
