Dharm & Bhakti: દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી (Janmashtami 2026)નો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ જન્માષ્ટમી વિશેષ રહેશે કારણ અષ્ટમી તિથિ તથા રોહિણી નક્ષત્ર (Ashtami Tithi & Rohini Nakshatra)નો અનોખો સંયોગ આ વર્ષે જોવા મળશે. આવું 15 વર્ષ બાદ થવા જઇ રહ્યું છે. આ વર્ષે મથુરા-વૃંદાવન સહિત સમગ્ર ભારતભરમાં જન્માષ્ટમી અને આગળના દિવસે નંદોત્સવની ધૂમ મચશે. તો ચાલો જાણીએ, જન્માષ્ટમીની સાચી તારીખ, નિશીથ પૂજાનું મુહૂર્ત અને નંદોત્સવ ક્યારે મનાવવામાં આવશે એ અંગે વિસ્તૃતપણે…
4 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ (Janmashtami 2026 Date)
પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે અર્થાત્ 4 સપ્ટેમ્બરે રાત્રે 2 વાગીને 25 મિનિટે શરુ થશે…આ તિથિ 5 સપ્ટેમ્બરે રાત્રે 12 વાગીને 13 મિનિટ સુધી રહેશે. ઉદયાતિથિ અનુસાર અને ધાર્મિક પરંપરાઓ અનુસાર, 4 સપ્ટેમ્બરે મથુરા-વૃંદાવન (સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ અત્યંત ધૂમધામથી મનાવવામાં આવશે. આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવશે.

આ વર્ષે 4 સપ્ટેમ્બરે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ સર્જાઈ રહ્યો છે. કેટલાય વર્ષોમાં એવું થાય છે કે આ દિવસે અષ્ટમી તિથિ તો હોય છે પરંતુ, રોહિણી નક્ષત્રનો મેળ નથી હોતો! આથી જ આ વર્ષ 2026માં જન્માષ્ટમીના આ યોગને વિશેષ માનવામાં આવી રહ્યો છે.
રોહિણી નક્ષત્રનો છે શ્રી કૃષ્ણ સાથે સંબંધ
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાથે રોહિણી નક્ષત્રનો વિશેષ સંબંધ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, જ્યારે શ્રી કૃષ્ણે દેવકી અને વસુદેવના પુત્રના સ્વરુપે જન્મ લીધો તે સમયે આઠમ હોવા ઉપરાંત, રોહિણી નક્ષત્રનો પણ સંયોગ હતો. આ જ કારણે જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રનું હોવું અત્યંત શુભ માનવામાં આવે છે. વર્ષ 2026માં આ વિશેષ સંયોગ રચાવાને કારણે આ પર્વની ધાર્મિક મહત્તા વધી ગયેલી માનવામાં આવે છે.
15 વર્ષો બાદ આ દુર્લભ સંયોગ
4 સપ્ટેમ્બરે મથુરા-વૃંદાવન સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ અત્યંત ધૂમધામથી મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આશરે 15 વર્ષો બાદ અષ્ટમી તિથિના દિવસે રોહિણી નક્ષત્રનો પાદુર્ભાવ થવા જઇ રહ્યો છે. આ એક શુભ સંકેત છે.
ધાર્મિક દ્રષ્ટિએ આ સંયોગ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, પૌરાણીક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ (Shree Krishna)ના જન્મનો સમય અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને મધ્યરાત્રિએ થયો હતો. આ સંજોગોમાં કૃષ્ણભક્તોમાં આ વખતની જન્માષ્ટમીનો ઉત્સાહ અનેરો છે.

જન્માષ્ટમી પૂજા વિધિ
જન્માષ્ટમીના દિવસે ભક્તો સવારથી જ વ્રત અને પૂજાની તૈયારી શરુ કરી દે છે. ઘરના મંદિરને સજાવવામાં આવે છે અને લડ્ડુ ગોપાલનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે. રાત્રે ભગવાનને પંચામૃત (Panchamrut) વડે સ્નાન કરાવીને એમને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવવામાં આવે છે.
મધરાતે 12 વાગ્યે શ્રી કૃષ્ણના જન્મ બાદ શંખ અને ઘંટડીઓના નાદ સાથે આરતી કરવામાં આવે છે અને ત્યાર બાદ, ભગવાનને માખણ-મિસરી, પંચામૃત, ફળ અને અન્ય સાત્વિક ભોગ (Prasad) ધરાવવામાં આવે છે.
નિશીથ પૂજાનો સમય કયો રહેશે?
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્ય રાત્રિએ થયો હોવાથી જન્માષ્ટમીની પૂજામાં નિશીથ કાળનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ પંચાંગ અનુસાર, 4 સપ્ટેમ્બરની રાત્રે 11:56 કલાકથી 5 સપ્ટેમ્બરની રાત્રે 12:41 કલાક સુધીનો સમય નિશીથ પૂજન (Nishith Puja Mahurat) સમય ગણાશે.
આ સમય દરમિયાન, મંદિરો (Mandir) અને ઘરમંદિરમાં લડ્ડુ ગોપાલ (Laddu Gopal)નો અભિષેક કરવામાં આવશે અને ભગવાનને નવા વસ્ત્ર, શૃંગાર આદિ કરીને આરતી કરી કૃષ્ણ જન્મોત્સવ ભાવથી મનાવવામાં આવશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: જે લાલચના મેળામાં નથી રોકાતા તેઓ જ મેળવે છે સિંહાસન! વાંચો રાજાની પસંદગીની પ્રેરણાદાયી વાર્તા
આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ
આ પણ વાંચો: જ્યારે મન અશાંત હોય ત્યારે વાંચો શેઠ અને ગરીબ વૃદ્ધની આ વાર્તા, મળશે સાચી માનસિક શાંતિ
