Not Set/ ઐતિહાસિક બેઠક માટે કિમ જોંગ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચ્યા સિંગાપુર

સિંગાપુર, ૧૨ જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ઐતિહાસિક મુલાકાત થવાની છે. આ  મુલાકાત પહેલા કિમ જોંગ સિંગાપુર પંહોચી ચુક્યા છે ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિશેષ વિમાન દ્વારા સિંગાપુર પહોચ્યા છે. #WATCH US President Donald Trump arrives at Singapore's Paya Lebar Air Base ahead of his […]

Top Stories World Trending

સિંગાપુર,

૧૨ જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ઐતિહાસિક મુલાકાત થવાની છે. આ  મુલાકાત પહેલા કિમ જોંગ સિંગાપુર પંહોચી ચુક્યા છે ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિશેષ વિમાન દ્વારા સિંગાપુર પહોચ્યા છે.

આ પહેલા કિમ જોંગ ઉન એયર ચાઈનાના  ૭૪૭ વિમાન દ્વારા સિંગાપુર પહોંચ્યા હતા. વિમાનોની ઉડાન પર નજર રાખનારી વેબસાઈટ ફ્લાઈટરડાર ૨૪ના જણાવ્યા અનુસાર, કિમ સવારે પ્યોંગયાંગથી ચીનની રાજધાની બીજિંગ ગયા હતા અને ત્યારબાદ બીજિંગથી વિમાન બદલીને સિંગાપુર પહોચ્યા હતા.

સિંગાપુર પહોચ્યા બાદ ત્યાના વિદેશ મંત્રી વિવિયાન બાલકૃષ્ણને ચાંગી એરપોર્ટ પર ઉત્તર કોરિયાના તાનાશાહ સાથે હાથ મિલાવતા એક તસ્વીર ટ્વીટર પર પણ શેર કરી છે. સિંગાપુરના એરપોર્ટ પહોચ્યા બાદ કિમ જોંગ મર્સિડીઝ બેંજ કારમાં એક સેન્ટરની તરફ ગયા છે અને આ દરમિયાન કિમના કાફલામાં અંદાજે ૨૦થી વધુ ગાડીઓ હતી.

કિમ જોંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થવા જઈ રહેલી આ ઐતિહાસિક બેઠક માટે સિંગાપુરમાં અંદાજે લગભગ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સિંગાપુર હાલ આ ઐતિહાસિક બેઠક માટે તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે લાગેલું છે.

બેઠકની તૈયારીઓ માટે હોટેલની લોબીને ફૂલોથી સજાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી ચેક પોઈન્ટ સ્થાપિત કરવાનું કામ પણ શરુ થઇ ગયું છે.

ઉલ્લેખનિય છે કે, ૧૨ જૂનના રોજ થનારી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થનારી આ બેઠકમાં ઉત્તર કોરિયાના પરમાણું હથિયારના ભંડારનો મુદ્દો સૌથી ટોચ પર રહેશે. આ પરમાણું હથિયારોના કારણે ઉત્તર કોરિયાને કેટલાક સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી બાજુ અમેરિકા દ્વારા પણ સૈન્ય કાર્યવાહી કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.