Business News: ભારતમાં સોનાના (Gold Rate) ભાવમાં છેલ્લા 10 દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. આ 10 દિવસમાં સોનાની કિંમતમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે અને ગ્રાહકો માટે આ સારી તક ગણાઈ રહી છે. અહેવાલો મુજબ કે ઓમાન, સિંગાપોર અને યુએઈ અને કતાર જેવા દેશો કરતાં ભારતમાં હાલમાં સોનું સસ્તું છે.
ઘણા લોકો મધ્ય પૂર્વના દેશોમાં ડ્યુટી ફ્રી શોપમાંથી મોંઘા સોનાના આભૂષણો (Gold jewellary) ખરીદે છે. જોકે, ભારતમાં સોનાના વર્તમાન ભાવને જોતા એમ કહી શકાય કે હાલમાં ભારતીય બજારમાં સોનું ખરીદવું વધુ નફાકારક ગણાશે.

ઓમાનની વાત કરીએ તો અત્યારે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ બારની (સોનાનું બિસ્કીટ) કિંમત 220 રૂપિયા વધીને 75,763 રૂપિયા થઈ ગઈ છે. કતારમાં પણ સોનું મોંઘુ થયું છે અને 24 કેરેટ 100 ગ્રામ સોનાની કિંમત 7,62,934 રૂપિયા છે. એક દિવસમાં કિંમત 25,470 રૂપિયા વધી છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત પણ 2,547 રૂપિયા વધીને 76,293 રૂપિયા થઈ ગઈ છે.
સિંગાપોરમાં સોનાની કિંમત પણ ભારત કરતા વધારે છે અને હાલમાં અહીં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 76,805 રૂપિયા છે. જ્યારે UAEમાં સોનાની કિંમતમાં રેકોર્ડ વધારો થયો છે. 100 ગ્રામ સોનાની કિંમત 7,62,039 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 76,204 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે 100 અને 10 ગ્રામમાં અનુક્રમે 24,712 રૂપિયા અને 2,471 રૂપિયાનો વધારો થયો છે.

ભારતમાં આજે 18 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવ
આજે ભારતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 74,260 રૂપિયા છે. જ્યારે 1 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 7,426 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 68,072 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમતમાં 1.07 ટકાનો ઘટાડો થયો છે. અને છેલ્લા 10 દિવસમાં સોનાનાં ભાવમાં 4.09 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદી 89,110 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
આજે મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 74,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 14 નવેમ્બરે સોનાની કિંમત 74,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે 11 નવેમ્બરે એટલે કે એક સપ્તાહ પહેલા સોનાનો ભાવ 74,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદી (Silver Rate) 89,110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે. જ્યારે 14 નવેમ્બરે ચાંદીની કિંમત 89,090 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે એક સપ્તાહ પહેલા તેની કિંમત 89,300 રૂપિયા પ્રતિ કિલો હતી.
-1729061168122.jpg)
કોલકાતામાં આજે (10 ગ્રામ) 24-કેરેટ સોનાનો ભાવ 74,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 14 નવેમ્બરે તેની કિંમત 74,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી અને એક સપ્તાહ પહેલા તેની કિંમત 75,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે કોલકાતામાં ચાંદી રૂ.89,000 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. જ્યારે 14 નવેમ્બરે ચાંદીનો ભાવ 88,980 રૂપિયા પ્રતિ કિલો હતો. એક સપ્તાહ પહેલા તેની કિંમત 89,180 રૂપિયા પ્રતિ કિલો હતી.
આજે એટલે કે 18મી નવેમ્બરે દિલ્હીમાં સોનાની કિંમત 74,130 રૂપિયા પ્રતિ કિલો છે. 14 નવેમ્બર ગુરુવારે સોનાનો ભાવ 74,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે એક સપ્તાહ પહેલા 999 સોનું 75,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું હતું. જ્યારે આજે રાજધાની દિલ્હીમાં ચાંદીની કિંમત 88,960 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે 14 નવેમ્બરે ચાંદીની કિંમત 88,940 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે એક સપ્તાહ પહેલા ચાંદીનો ભાવ 89,150 રૂપિયા પ્રતિ કિલો હતો.

આજે ચેન્નાઈમાં સોનાનો ભાવ 74,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 14 નવેમ્બર ગુરુવારે સોનાનો ભાવ 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એક સપ્તાહ પહેલા 11 નવેમ્બરે સોનાનો ભાવ 75,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચેન્નાઈમાં આજે એટલે કે 18મી નવેમ્બરે ચાંદીની કિંમત 89,370 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે 14 નવેમ્બરના રોજ ચાંદી 89,390 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે એક સપ્તાહ પહેલા ચેન્નાઈમાં ગ્રાહકો માટે ચાંદીની કિંમત 89,550 રૂપિયા પ્રતિ કિલો હતી.
આ પણ વાંચો:સોનાના ભાવમા સતત ઘટાડો! આજે 2જી સપ્ટેમ્બરે જાણો સોનાની કિંમત
આ પણ વાંચો:સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર, લગ્નસરાની સિઝનની અસર
આ પણ વાંચો:લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં ઘટાડો, સોનું રેકોર્ડ દરે સસ્તું
