Anand Heavy Rain: આણંદ જિલ્લામાં ગુરુવારે બપોર બાદ હવામાનમાં અચાનક (Anand Heavy Rain) પલટો આવ્યો હતો અને જિલ્લાના પાંચ તાલુકામાં ચાર કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે માર્ગો પર પાણી ફરી વળતાં જનજીવન પર તેની અસર જોવા મળી હતી.
તારાપુરમાં સૌથી વધુ 5.36 ઈંચ વરસાદ નોંધાયો
જિલ્લામાં સૌથી વધુ વરસાદ તારાપુર (Tarapur Heavy Rain) તાલુકામાં (Anand Heavy Rain) નોંધાયો હતો. અહીં માત્ર ચાર કલાકમાં 5.36 ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બે કલાકના ટૂંકા ગાળામાં જ 86 મીમી વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સોજીત્રા તાલુકામાં (Sojitra Rain) પણ ચાર કલાક દરમિયાન આશરે 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસેલા વરસાદને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી. બીજી તરફ પેટલાદ તાલુકામાં 3.69 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ખંભાત તાલુકામાં પણ 3 ઈંચ વરસાદ વરસતાં વરસાદી માહોલ જામ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી(Anand Heavy Rain) જિલ્લાભરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી સ્થળોએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લામાં આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ
આ પણ વાંચો: અમદાવાદમાં 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો બંધ: ભારે વરસાદની આગાહીને પગલે AMCનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્ર તરફથી દરેક શક્ય સહાયની ખાતરી
