Dharm & Bhakti: હિન્દુ ધર્મમાં હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી (Hartalika Teej and Ganesh Chaturthi 2026) એ બંને તહેવારોનું ખૂબ મહત્વ છે.
ત્રીજના દિવસે મહિલાઓ પતિનું લાંબુ આયુષ્ય થાય એ માટે વ્રત ઉપવાસ (Fast) રાખે છે જ્યારે ગણેશ ચતુર્થીએ શ્રધ્ધાળુ ભક્તજનોની પોતાના ઘરમાં બાપ્પાના આગમનની પ્રતિક્ષાનો અંત આવે છે. આમ દર વર્ષે ગણેશ ચતુર્થીનું પર્વ ત્રીજના બીજા દિવસે આવતું હોય છે. પરંતુ આ વર્ષે આ બંને તહેવાર એક જ દિવસે આવી રહ્યાં છે. આવો સંયોગ ત્રીજ અને ચોથ (Hartalika Teej and Ganesh Chaturthi 2026) બંને એક જ દિવસે હોવાથી રચાઈ રહ્યો છો. તો ચાલો, તમને દર્શાવીએ હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થીની સાચી તારીખ અને એ બંને તહેવારોની પૂજાનું શુભ મુહૂર્ત…

આ વર્ષે એક જ દિવસે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી બંને તહેવાર (Hartalika Teej and Ganesh Chaturthi 2026 Festival)
આ વર્ષે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એમ બંને પર્વ એકસાથે જ 14 સપ્ટેમ્બર 2026, સોમવાર (14 September 2026, Monday)ના દિવસે જ મનાવવામાં આવશે. આ દિવસે 07:06 મિનિટે તૃતિયા તિથિ રહેશે અને ત્યાર બાદ ચતુર્થી મનાવાશે. જો કે 14 સપ્ટેમ્બરના તૃતિયા તિથિ સૂર્યોદયના સમયે વિદ્યમાન રહેવાની હોવાથી હરતાલિકા ત્રીજનું વ્રત 14 સપ્ટેમ્બરે જ રાખવું વધારે ઉત્તમ રહેશે. આ દિવસે સવાર-સવારમાં જ ચતુર્થી તિથિ પણ પ્રારંભ થઈ જશે આથી આ જ દિવસે ગણેશ ચતુર્થી પણ મનાવવામાં આવશે.
ગણેશ ચતુર્થીની પૂજા માટે મધ્યાન્હ કાળનો સમય સૌથી વધુ શુભ માનવામાં આવે છે જે સમય 14 સપ્ટેમ્બરે જ પ્રાપ્ત થશે આથી પણ આ દિવસે જ ગણેશ ચતુર્થી મનાવાશે.

હરતાલિકા ત્રીજનું શુભ મુહૂર્ત 2026 (Hartalika Teej Shubh Mahurat)
14 સપ્ટેમ્બર 2026ના રોજ હરતાલિકા ત્રીજનું શુભ મુહૂર્ત સવારના 06:05 વાગ્યાથી 07:06 વાગ્યા સુધી રહેશે. જે લોકો આ મુહૂર્તમાં પૂજા ન કરી શકે એ સાંજે પ્રદોષ કાળના સમયે પણ હરતાલિકા ત્રીજની પૂજા કરી શકે છે.
ગણેશ ચતુર્થી મુહૂર્ત 2026 (Ganesh Chaturthi 2026 Shubh Mahurat)
ગણેશ ચતુર્થીએ ગણપતિ (Lord Ganesha)ની મૂર્તિ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત સવારે 11:02થી શરુ થઈને બપોરે 1:31 વાગ્યા સુધીનું રહેશે. આ દિવસે વર્જીત ચન્દ્રદર્શનનો સમય સવારે 9:06 થી રાત્રે 08:04 સુધીનો રહેશે.
ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બર 2026ની સવારે 07:06 વાગ્યાથી શરુ થઈને 15 સપ્ટેમ્બરની સવારે 07:44 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આ ઉત્સવ પૂરા 10 દિવસ સુધી ચાલે છે અને એનું સમાપન 25 સપ્ટેમ્બર 2026ના રોજ થશે. આ પર્વ અનંત ચતુર્દશી (Anant Chaturdashi)એ પૂર્ણ થાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…
આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…
