Cannes 2026/ મિસ વેનેઝુએલા એન્ડ્રીયા ડેલ વાલનો ગંભીર આરોપ, કાન્સમાં સ્ટાઈલિસ્ટે કર્યો હુમલો, વીડિયો વાયરલ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મિસ વેનેઝુએલા 2025 Andrea Del Valle એ પોતાના સ્ટાઈલિસ્ટ Giovanni Laguna પર શારીરિક હુમલાનો આરોપ લગાવ્યો છે. લોહીલુહાણ હાલતમાં શેર કરાયેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Trending Entertainment
Andrea Del Val

Cannes 2026:દક્ષિણ અમેરિકાની બ્યુટી ક્વીન એન્ડ્રીયા ડેલ વાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં, એન્ડ્રીયાએ તેના સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂ યોર્ક પોસ્ટે વેનેઝુએલા અને મેક્સીકન મીડિયા રિપોર્ટ્સને ટાંકીને જણાવ્યું છે. 29 વર્ષીય એન્ડ્રીયા ડેલ વાલને (Andrea Del Val) મિસ વેનેઝુએલા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના ચહેરા પરથી લોહી નીકળતું દેખાય છે.

આ કથિત ઘટના મંગળવાર 19 મેના રોજ બની હતી. વાયરલ વીડિયોમાં એન્ડ્રીયા વ્યથિત, લોહી લુહાણ દેખાય છે. તે સ્પેનિશમાં તેના સ્ટાઈલિસ્ટને કહે છે, “જુઓ, જીઓવાન્ની લગુનાએ આ કર્યું. અભિનંદન જીઓવાન્ની, આજ તો હું ઇચ્છતી હતી, બતાવો કે તમે કોણ છો.” વીડિયોમાં એક હોટલનો રૂમ સંપૂર્ણપણે અવ્યવસ્થિત દેખાય છે, જેમાં ફર્નિચર અને સામાન બધે વેરવિખેર છે. 33 વર્ષીય જીઓવાન્ની લગુના રૂમના એક ખૂણામાં ખુરશી પર બેઠેલી જોઈ શકાય છે.

માહિતી અનુસાર અન્ય હોટલમાં મહેમાનોએ ચીસો અને લડાઈના અવાજો સાંભળ્યા, જેના કારણે પોલીસને બોલાવવામાં આવી. કેટલાક અહેવાલો સૂચવે છે કે લગુનાએ એન્ડ્રીયાના ચહેરા પર કાતરથી હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે હુમલો અચાનક અને આઘાતજનક હતો. પાછળથી ફૂટેજ શેર કર્યો જેમાં પોલીસ અધિકારીઓ જીઓવાન્ની લગુનાને હોટલમાંથી બહાર લઈ જતા  હતા.

એન્ડ્રીયા ડેલ વાલ (Andrea Del Val)નો વાયરલ વિડીયો 

જીઓવાન્ની લગુના કોણ છે?

લગુના લેટિન અમેરિકન સેલિબ્રિટી અને સૌંદર્ય સ્પર્ધાના વર્તુળોમાં એક જાણીતા સ્ટાઈલિસ્ટ છે. તેઓ 2023 થી મિસ યુનિવર્સ કોલંબિયાના ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમનો મિસ યુનિવર્સ 2025 ની મેક્સીકન વિજેતા ફાતિમા બોશ સાથે વ્યાવસાયિક સંબંધ પણ છે. જો કે, આ ઘટનામાં તેમની સંડોવણીની જાણ કરવામાં આવી નથી.

એન્ડ્રીયા ડેલ વાલ સાથેની ઘટના બાદ, લગુનાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તે કયા આરોપોનો સામનો કરશે તે તાત્કાલિક સ્પષ્ટ નથી. એન્ડ્રીયા ડેલ વાલને (Andrea Del Val) તેની ઇજાઓ માટે સારવાર આપવામાં આવી હતી અને તે ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. બંને વચ્ચેના ઝઘડાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.


આ પણ વાંચો:કાન્સ 2026માં ઐશ્વર્યા રાયનો બીજો લુક વાયરલ, આરાધ્યા સાથે પિંક ગાઉનમાં લૂંટી મહેફિલ

આ પણ વાંચો:કાન્સ 2026માં અશોક સરાફની એન્ટ્રી, પરંપરાગત મહારાષ્ટ્રીયન લુકે જીત્યું દિલ

આ પણ વાંચો:ઈન્ફ્લુએન્સર તારિણીએ જણાવ્યું કાન્સનું સત્ય, રેડ કાર્પેટ ફોટો માટે આપવા પડે છે લાખો રૂપિયા