Dharm & Bhakti: મહાન વૈશ્વિક કાવ્ય મહાભારતને આમ તો હજારો વર્ષ વીતી ચૂક્યા છે પરંતુ આજે પણ લોકોમાં એના વિશે જાણવાની ઉતસુકતા જળવાઇ રહી છે. એના અનેક રહસ્યો (Mahabharat Characters) છે….રહસ્યમયી પાત્રો છે જેના વિશે સતત ચર્ચાઓ થતી જ રહે છે.
18 ના અંકનું રહસ્ય
આવું જ એક રહસ્ય અંકશાસ્ત્ર સાથે સંલગ્ન છે. મહાભારતમાં 18 અંકનો વિશેષ મહિમા છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યુ હતું, એમાં કુલ 18 અક્ષૌહિણી સેના હતી, જેમાં કૌરવોની 11 તથા પાંડવોની 7 અક્ષૌહિણી સેના હતી. આ મહાયુદ્ધમાં લાખો લોકોનો સંહાર થયો હતો.

એટલું જ નહિં, પરંતુ ઋષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતમાં કુલ 18 પર્વ દર્શાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં 18 પુરાણોનું પણ વિશેષ મહત્વ છે. શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા જ્ઞાન યુદ્ધ દરમિયાન આપ્યું હતું અને ગીતામાં પણ 18 અધ્યાય છે. આ ઉપરાંત, યુદ્ધની સમાપ્તિ બાદ 18 મુખ્ય યોદ્ધાઓ જીવિત બચવાની પણ વાત ઉલ્લેખવામાં આવેલી છે. આ તમામ વિગતો જાણ્યા બાદ એટલું તો સ્પષ્ટ છે કે મહાભારત અને 18 અંકનો વિશેષ સંબંધ છે. પણ આવું શાથી હતું એ આજે પણ એક રહસ્ય છે.
મહાભારતના રહસ્યમયી પાત્રો (Mahabharat Characters)
હિન્દુ ગ્રંથ મહાભારતને પાંચમો વેદ પણ માનવામાં આવે છે. આ વિશ્વના સૌથી મોટા પદ્ય અર્થાત્ મહાકાવ્યો (Epic) પૈકીનું એક છે, જે આજે પણ પૃથ્વી પર હયાત છે. મહાભારતના કેટલાક પાત્રો અથવા તથ્યો (Mahabharat Characters) એવા છે કે જે 5,000 વર્ષો પછી પણ એક વણઉકેલાયેલો કોયડો બની રહ્યાં છે. તો ચાલો એ વિશે જાણીએ વિસ્તૃતપણે…
મહાભારતમાં પીરસાયેલું જ્ઞાન આજે પણ એટલું જ માન્યતાપ્રાપ્ત છે, જેટલું પૌરાણિક સમયે હતું. પરંતુ શું મહાભારત આપણી સમક્ષ છે એટલી જ છે કે પછી એની સાથે સંકળાયેલા પાત્રોના કેટલાક રહસ્યો (Mysterious Mahabharat Characters) છે જેની ઉપરથી આજ દિન સુધી પડદો ઉઠ્યો જ નથી?
અશ્વત્થામા શું આજે પણ જીવિત છે?
મહાભારત કાળની એક એવી વ્યક્તિ જેના વિશે એવું માનવામાં આવે છે કે, એ આજે પણ જીવિત છે અને એ છે અશ્વત્થામા….જે કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા. એમણે કૌરવો તરફથી યુદ્ધ કર્યું હતુ પરંતુ, યુદ્ધના અંતે એણે કરેલા કર્મોના કારણે એને શ્રાપ મળ્યો હતો.

પૌરાણિક માન્યતાનુસાર, મહાભારતના પાત્રો (Mahabharat Characters) પૈકીના એક અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો દુરુપયોગ કરેલો આથી ક્રોધિત થઇને ભગવાન શ્રી કૃષ્ણે એમને શ્રાપ આપ્યો હતો કે તે પોતાના પાપનો બોજ ઉઠાવીને હજારો વર્ષો સુધી પૃથ્વી પર ભટકતો રહેશે! કહેવાય છે કે આ જ કારણે આજે પણ અશ્વત્થામા જીવિત છે અને નિર્જન સ્થાનો પર ભટકી રહ્યા છે. ઘણા લોકોએ એમને જોયાના દાવા કર્યા છે પણ એ દાવાની સત્યતાના કોઇ પ્રમાણ નથી.
ગાંધારીના 100 પુત્રો અને 1 પુત્રીનું રહસ્ય
મહાભારતમાં ગાંધારી (Gandhari)ના 100 પુત્રો અને 1 પુત્રીનો ઉલ્લેખ મળે છે. જો કે, મહાભારતના પાત્રો (Mahabharat Characters) પૈકીના એક ગાંધારીના પુત્રોને લઇને કેટલાય લોકોના મનમાં એવો સવાલ ઉદ્ભવે છે કે આખરે એમનો જન્મ શી રીતે થયો હતો? કથા અનુસાર, ગાંધારીએ મહેલમાં ઋષિ વેદવ્યાસની સેવા કરી એના પરિપાકરુપે એમણે 100 પુત્રોનું વરદાન મળ્યું હતુ. પણ લાંબા સમય સુધી ગર્ભવતી રહેવા છતાં ગાંધારીને પ્રસવ ન થયો. આખરે એણે એક માંસના લોચાને જન્મ આપ્યો અને એને જોઇને દુખી થયેલી ગાંધારીએ એને ફેંકવાનો વિચાર કર્યો.
આ જ સમયે વેદવ્યાસ (Vedvyas) પધાર્યા અને એમણે માંસપિંડને 100 ટુકડામાં વહેંચી અલગ-અલગ ઘડાઓમાં મુકવાનું કહ્યું. વધેલા ભાગમાંથી દુ:શલા નામની એક પુત્રીનો પણ જન્મ થયો અને મહાભારતના પાત્રો 100 કૌરવ રાજકુમારોનો જન્મ થયો. દુ:શલાના લગ્ન સિંધુનરેશ જયદ્રથ સાથે થયા હતા.
અભિમન્યુના મૃત્યુનું સત્ય
એ વાત તો સર્વવિદિત છે કે અર્જુનપુત્ર અભિમન્યુની હત્યા ચક્રવ્યૂહમાં થઇ હતી. કથા અનુસાર, અભિમન્યુ (Abhimanyu) વીરતાથી અનેક યોદ્ધાઓ સામે લડ્યો હતો અને જ્યારે એની પાસે પોતાના બચાવ માટે પર્યાપ્ત શસ્ત્રો ન રહ્યાં…જો કે એ યુદ્ધમાં દુર્યોધનપુત્ર લક્ષ્મણનો વધ પણ અભિમન્યુના હાથે થઇ હોવાનું મનાય છે. અંતે કૌરવપક્ષના તમામ મહારથીઓ, મહાભારતના પાત્રો (Mahabharat Characters) પૈકીના દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કૃતવર્મા સહિતના કેટલાયે કૌરવ યોદ્ધાઓએ અભિમન્યુને ચોમેરથી ઘેરી લીધો અને અંતે એવું કહેવાય છે કે, દુ:શાસનના અંતિમ પ્રહારથી એનું મૃત્યુ નિપજ્યું હતુ.

બર્બરિક- યુદ્ધનો સાક્ષી
શું તમે મહાભારતના પાત્રો (Mahabharat Characters) પૈકીના એક એ મહાન યોદ્ધા વિશે જાણો છો કે જેના મસ્તકે મહાભારતનું આખું યુદ્ધ નિહાળ્યું હતુ? એ મહાન યોદ્ધા કોઇ અન્ય નહિં પરંતુ, ભીમના પૌત્ર અને ઘટોત્કચ્છના પુત્ર બર્બરિક (Barbaric) છે. પૌરાણિક માન્યતાનુસાર, બર્બરિકે એવું પ્રણ લીધું હતુ કે મહાભારતના યુદ્ધમાં જે પક્ષ હારશે એના તરફથી એ લડશે. એની પાસે 3 એવા બાણ હતા કે એની શક્તિ અસાધારણ માનવામાં આવતી હતી અને એની શક્તિને જોઇને ભગવાન શ્રીકૃષ્ણે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એની પાસે દાનમાં એનું શીશ અર્થાત્ મસ્તક માગી લીધું હતુ.
બર્બરિકે સંકોચ વિના પાતાનું શીશ દાન કરતા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે એ અંત સુધી મહાભારતનું યુદ્ધ જોવા માગે છે. એના ઇચ્છાનો સ્વાકાર કરતા શ્રીકૃષ્ણે (Shree Krishna) એના શીશને એક ઊંચા સ્થાને સ્થાપિત કરી દીધું જ્યાંથી બર્બરિકે મહાભારતનું આખું યુદ્ધ નિહાળ્યું હતું. એવી માન્યતા છે કે, આજે પણ તેમને ‘ખાટુશ્યામ’ (Khatu Shyam) રુપે પૂજવામાં આવે છે.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો: ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
