Not Set/ લવયાત્રીની સ્ક્રીનીંગ પર ખાન પરિવાર સાથે પહોંચી સલમાનની આ ગર્લફ્રેન્ડ્સ

મુંબઇ સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ડેબ્યુ ફિલ્મ ‘લવયાત્રી’ આવતી કાલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મથી આયુષ શર્મા સાથે એક્ટ્રેસ વરીના હુસૈન પણ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. રિલીઝ પહેલા બુધવારે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. જેમાં સલમાનની ફેવરીટ એક્ટ્રેસ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોમ્બરે રિલીઝ થઇ રહેલી ‘લવયાત્રી’ના બેક ગ્રાઉન્ડમાં ગુજરાત […]

Trending Entertainment

મુંબઇ

સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ડેબ્યુ ફિલ્મ ‘લવયાત્રી’ આવતી કાલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મથી આયુષ શર્મા સાથે એક્ટ્રેસ વરીના હુસૈન પણ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. રિલીઝ પહેલા બુધવારે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. જેમાં સલમાનની ફેવરીટ એક્ટ્રેસ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોમ્બરે રિલીઝ થઇ રહેલી ‘લવયાત્રી’ના બેક ગ્રાઉન્ડમાં ગુજરાત છે. અભિરાજ મીનાવાલા દ્રારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે. જેમ કે તમે જાણો જ છો કે આ ફિલ્મની જાહેરાત પછી સલમાન સતત આ ફિલ્મ પર વાત કરી રહ્યા છે.

મીડિયા ઈન્ટરવ્યુથી લઈને સોશિયલ મીડિયા પર પણ સલમાન સતત ‘લવયાત્રી’ને લઈને ઉત્સાહથી વાત કરી રહ્યા છે. તેમ છતાં સ્ક્રિનિંગની વાત કરીએ તો સ્ક્રિનિંગમાં આયુષ અને વરીના સિવાય આયુષની પત્ની અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ હાજર રહી હતી. અર્પિતા આ ફિલ્મને લઈને દરેક મોકા પર ઉત્સાહિત જોવા મળી છે.

સલમાનની હિરોઈનની વાત કરીએ તો સંગીતા બિજલાની પણ ‘લવયાત્રી’ની સ્ક્રિનિંગમાં પહોંચી હતી. સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકેલ સંગીતા આજે પણ સલમાનની સારી મિત્ર છે.

ફિલ્મ ‘દબંગ’માં સલમાન ખાન સાથે ડેબ્યુ કરનાર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ આ સ્ક્રિનિંગમાં આવી હતી. સોનાક્ષી આજે પણ સલમાનની ફેવરેટ હિરોઈનની લિસ્ટમાં શામિલ છે.

‘જય હો’માં સલમાન ખાનની હિરોઈન રહી ચૂકેલ ડેઝી શાહ  પણ આ મોકા પર કઇંક આ રીતે જોવા મળી હતી.

આ બધાની સાથે સલમાન ખાનની ખાસ દોસ્ત અને કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ મુવી ‘લવયાત્રી’ જોવા માટે આવી હતી.

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું નામ સૌ પ્રથમ ‘લવરાત્રી’ રાખવામાં આવ્યું હતું, જેને પાછળથી ‘લવયાત્રી’ માં બદલી દેવાયું હતું. વાસ્તવમાં, કેટલાક લોકોએ ‘લવરાત્રી’ ના શીર્ષક પર વાંધો ઉઠાવ્યો હતો. યામી ગૌતમ પણ આ પ્રસંગે જોવા મળી હતી.

રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આવેલો આયુષ શર્માએ કહ્યું કે તેનો પ્રથમ પ્રેમ સિનેમા છે અને કદાચ તે ભવિષ્યમાં રાજકારણમાં જશે, પરંતુ આજે તેનું ધ્યાન સિનેમા પર છે. જ્યારે વરીનાએ કહ્યું કે ઘણા સંઘર્ષો પછી આજે તેને એક સ્થાન મળી ગયું છે અને તે અહીં તેની મહેનતથી પહોંચી છે. તમે આ પ્રસંગે સલમાનના ભાઈ અરબાઝ ખાન પણ હાજર હતા.

અરબાઝની ભૂતપૂર્વ પત્ની મલાઈકા પણ તેના માતા પિતા અને  તેમની નાની બહેન અમૃતા અરોરા સાથે  સ્ક્રિનિંગ દરમિયાન દેખાઈ હતી.