Today Special/ શા માટે મનાવવામાં આવે છે ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’? જાણો એનો ઈતિહાસ અને ભૂમિકા વિશે…

આજે 21 નવેમ્બરે દુનિયાભરમાં World Television Day 2026 મનાવવામાં આવે છે. આજે સ્માર્ટ ફોન, મીડિયા અને OTT પ્લેટફોર્મનો જમાનો છે પરંતુ ટેલિવિઝનની…

Today Special Trending Lifestyle
World Television Day 2026...વૈશ્વિક સ્તરે ટીવીની powerful ભૂમિકા...

Today Special: ટેલિવિઝનના રોજીંદા મૂલ્ય અંગે વૈશ્વિક જાગૃતિ કેળવવા માટે વિશ્વ ટેલિવિઝન દિવસ (World Television Day 2026, 21 November) આજે 21 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ એક એવી સેવા અંગે પ્રોત્સાહન આપે છે કે જેણે સંચાર અને વૈશ્વિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

દર વર્ષે 21 નવેમ્બરે દુનિયાભરમાં ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’ મનાવવામાં આવે છે. ટેલિવિઝને કેટલાયે દશકાઓ સુધી લોકોને મનોરંજનની સાથોસાથ સમાચાર, શિક્ષણ અને દુનિયાની ઘટમાળ સાથે જોડાયેલા રહેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે ભલે ને સ્માર્ટ ફોન, મીડિયા અને OTT પ્લેટફોર્મ (OTT Platforms)નો જમાનો છે પરંતુ હજુ પણ ટેલિવિઝનની પહોંચ અને એનો પ્રભાવ ઘણો જ મોટા સ્તરે છે. આ દિવસ ટેલિવિઝન (TV)ને કેવળ મનોરંજન (Entertainment)ના સાધનના રુપમાં નહિં પરંતુ લોકો સુધી સૂચના પહોંચાડવા, જાગૃતિ વધારવા અને સમાજને જોડનાર માધ્યમના રુપમાં ઓળખ આપવાનો એક વિશેષ અવસર છે. ટેલિવિઝને દાયકાઓ સુધી લોકોને મનોરંજનની સાથોસાથ સમાચાર, શિક્ષણ અને દુનિયાની ઘટનાઓ સાથે જોડાયેલા રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

દુનિયામાં કેટલા ટેલિવિઝન સેટ? (Television Set Numbers in world)

વર્ષ 2026ના એક પ્રાપ્ત આંકડા અનુસાર હાલ વિશ્વના કુલ 1.63 થી 1.7 અબજ ઘરોમાં ટેલિવિઝન સેટ છે. જે પૈકી 51 ટકા જેટલા ઘરોમાં સ્માર્ટ ટીવીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમા 23 થી 24.8 કરોડ જેટલા ઘરોમાં હાલ ટેલિવિઝન છે અને આશરે 90 કરોડથી પણ વધુ દર્શકો ટીવી જુએ છે. આ આંકડા અંદાજીત છે, એમાં ફેરફાર હોઇ શકે છે.

Television in India-Door darshan
Television in India-Door darshan

ભારતમાં શું સ્થિતિ છે? (Television in India)

ભારતમાં ટેલિવિઝનના પ્રસારણની શરુઆત 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હીથી પ્રાયોગિક પ્રસારણ સાથે થઈ હતી. પ્રારંભિક દોરમાં ટેલિવિઝનની પહોંચ ઘણી જ સીમિત હતી પરંતુ ધીમે-ધીમે એનો વિસ્તાર દેશના અન્ય ભાગો સુધી થયો અને પાછળથી દૂરદર્શન ભારતીય ઘરોનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું. સમાચાર, કૃષિ કાર્યક્રમ, શૈક્ષણિક પ્રસારણ, મનોરંજન અને મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા દૂરદર્શને દેશના કરોડો લોકો સુધી જાણકારી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. વર્ષ 1980 અને 1990ના દાયકામાં ટાલિવિઝનની લોકપ્રિયતા ઘણી ઝડપથી વધી હતી. ત્યાર બાદ ખાનગી OTT સેટેલાઇટ ચેનલોના આગમનથી ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં મોટું પરિવર્તન આવ્યું.

World Television Day 2026 Theme
World Television Day 2026 Theme

વર્લ્ડ ટેલિવિઝન ડે 2026 થીમ (World Television Day 2026 Theme)

દર વર્ષે યુએન (UN) દ્વારા કોઈ વિશેષ થીમ નિશ્ચિત કરવામાં નથી આવતી પણ એનો મુખ્ય ઉદ્દેશ્ય સંચાર, જન-જાગૃતિ અને વૈશ્વક સામંજસ્યમાં ટેલિવિઝનની ભૂમિકાને માન્યતા આપવાનો છે. જો કે, વર્ષ 2026ના અભિયાનોમાં આ થીમ…

“Why do you Trust?”

અર્થાત્

“ભરોસો કેમ કરવો?”

આ વિચાર અંતર્ગત સાચી-ખોટી સૂચનાઓના આ સમયમાં વિશ્વસનીય પત્રકારિતા, તથ્ય-તપાસ અને જવાબદાર સંચાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

World Television Day 2026 History
World Television Day 2026 History

વર્લ્ડ ટેલિવિઝન ડે 2026 ઈતિહાસ (World Television Day 2026 History)

પ્રતિ વર્ષ 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 1996માં 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ ધોષિત કર્યો હતો. આ નિર્ણય ટેલિવિઝનના વધતા પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં એની ભૂમિકાને જોતા લેવામાં આવ્યો હતો. આ દિવસનો ઉદ્દેશ્ય ટેલિવિઝન વધુ જોવાય એ નથી પરંતુ એ દર્શાવવું છે કે જવાબદાર અને ગુણવત્તાપૂર્ણ પ્રસારણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

વર્લ્ડ ટેલિવિઝન ડે (World Television Day 2026) માટે 21 નવેમ્બરની તારીખ મહત્વપૂર્ણ છે કારણ કે 21 અને 22 નવેમ્બરે વર્ષ 1996માં સંયુક્ત રાષ્ટ્ર માં પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમ આયોજીત કરવામાં આવ્યું હતુ. આ મંચ પર ટેલિવિઝનના બદલાતા સ્વરુપો અને વૈશ્વિક સંચારમાં એની અસરોની ભૂમિકા પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ યુ એન દ્વારા 21 નવેમ્બરને વર્લ્ડ ટેલિવિઝન ડે ના સ્વરુપે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો હેતુ ટેલિવિઝનની સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક ભૂમિકા તરફ દુનિયાનું ધ્યાન ખેંચવાનો હતો.

આ વૈશ્વિક અવલોકન દિવસ પ્રસારણ મીડિયાની ભૂમિકાનો સ્વીકાર કરે છે. લેખક, પત્રકાર, બ્લોગર અને માધ્યમ સાથે સંકળાયેલા અન્ય લોકો આ દિવસને પ્રોત્સાહન આપવા માટે એકત્ર થાય છે. ટેલિવિઝન પ્રસારણના વધતા અને પારંપરિક સ્વરુપો વિશે ચર્ચાઓ કરવામાં આવે છે. અને આપણા ગ્રહ સામે આવનારા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાગૃતિ વધારવાનો એક શાનદાર અવસર ઉપલબ્ધ કરાવે છે. વિશ્વ ટેલિવિઝન દિવસ સરકાર, સંગઠન અને વ્યક્તિઓની પ્રતિબદ્ધતાને પણ ચિન્હિત કરે છે.


આ પણ વાંચો: વિશ્વમાં લોકો પાસે શૌચાલય કરતા મોબાઈલ ફોન વધુ! આજે મનાવાઈ રહ્યો છે ‘વિશ્વ શૌચાલય દિવસ 2026’…

આ પણ વાંચો: આજે છે નેશનલ પ્રેસ ડે 2026….જાણીએ એનું મહત્વ અને એની સાથે સંકળાયેલા સૂત્રો!

આ પણ વાંચો: પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…