શ્રીનગર
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી પીડીપીના નેતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે ભાજપના આ નિર્ણયથી મને આશ્ચર્ય નથી થયું. અમે સત્તાના પાવર માટે ગઠબંધન નહોતું કર્યું. આ ગઠબંધનના ઘણા હેતુ હતા.
મહેબુબા મુફ્તીએ કહ્યું કે મેં રાજ્યપાલને એ કહીને રાજીનામું સોંપ્યુ કે અમે ગઠબંધનનો વધુ વિકલ્પ નથી જોતા. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળવારે શ્રીનગરમાં પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો પક્ષ રજુ કર્યો
હતો.
After resigning from the post of Jammu and Kashmir Chief Minister, Mehbooba Mufti said she was "not shocked" by the Bharatiya Janata Party's exit from its alliance with the People's Democratic Party in the state
Read @ANI Story | https://t.co/0EkWmfwE1s pic.twitter.com/rSBEOEeR76
— ANI Digital (@ani_digital) June 19, 2018
મહેબુબાએ કહ્યું કે ભાજપ અને પીડીપી એમ બંને પાર્ટીઓએ એક સાથે કામ કરવાનું વાતાવરણ ઉભુ કરવામાં ઘણો સમય લાગી ગયો. અમે ઘાટીમાં અમન શાંતિ ઇચ્છતા હતા. તાકાતના જોરે લોકોને દબાવવા નહોતા માંગતા.
I submitted my resignation (as J&K CM) to the Governor & told him that we are not looking to explore any other alliance: Mehbooba Mufti #JammuAndKashmir pic.twitter.com/anBjELouAK
— ANI (@ANI) June 19, 2018
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મુફ્તી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આ સરકારમાં સીઝફાયર, પીએમનો પાકિસ્તાન પ્રવાસ, 11 હજા યુવાનો સામેના કેસ પાછા લેવાયા હતા.
I am not shocked. We didn't do this alliance for power. This alliance had a bigger motive- unilateral ceasefire, PM's visit to Pakistan, withdrawal of cases against 11,000 youth: Mehbooba Mufti #JammuAndKashmir pic.twitter.com/cp8RGqdOfF
— ANI (@ANI) June 19, 2018
મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર આડકતરો પ્રહાર કરતાં કહ્યું કે, એક વાત તો સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં કડકાઈની રાજનીતિ ચાલી શકે નહીં. એ સમજવું પડશે કે જમ્મુ-કાશ્મીર દુશ્મનોનું ક્ષેત્ર નથી. અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને સાથે રાખવાનો પ્રયાસ કર્યો. મહબુબા મુફ્તીએ કલમ 370ના અમલનો પણ ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર આડકતરા પ્રહારો કર્યા હતા.
#WATCH LIVE via ANI FB: Mehbooba Mufti addresses Press Conference #JammuAndKashmir https://t.co/s6NjZ0zXci pic.twitter.com/mxZwBkJFdb
— ANI (@ANI) June 19, 2018
ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં પીડીપી સરકારને આપેલું સમર્થન પાછું લેવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપના ચીફ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ભાજપના બધા નેતાઓનો મત જાણ્યો અને પછી પાર્ટીએ
સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો.
ભાજપ મહાસચિવ રામ માધવ, કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ અને જમ્મુ-કાશ્મીરના બીજા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ
કરી સમર્થન પાછું લેવાના નિર્ણયનું ઠીકરું મહેબૂબા મુફ્તી પર ફોડ્યું. ભાજપના નેતાઓએ મહેબૂબા પર આતંકવાદી ઘટનાઓ રોકવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો.
