Telegram vs Reliance BGP Hijacking 2026: ભારતમાં NEET-UG 2026 રી-એક્ઝામને કારણે ટેલિગ્રામ પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધ વચ્ચે એક બહુ મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ છેડાયો છે. ટેલિગ્રામના(Telegram) ફાઉન્ડર અને CEO પાવેલ ડ્યુરોવે (Pavel Durov) ભારતીય ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance) પર ખૂબ જ ગંભીર અને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રિલાયન્સ એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરીને માત્ર ભારતમાં જ નહીં, પણ દેશની બહાર વિદેશોમાં પણ ટેલિગ્રામની ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સર્વિસને બ્લોક કે પ્રભાવિત કરી રહી છે.
શું છે BGP હાઇજેકિંગ ટેકનિક જેનાથી ડ્યુરોવ ભડક્યા?
પાવેલ ડ્યુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ શેર કરીને રિલાયન્સની ટેકનિકલ ચાલબાજી પર સવાલો ઉઠાવ્યા છે:
ડ્યુરોવના કહેવા મુજબ, રિલાયન્સ BGP (Border Gateway Protocol) હાઇજેકિંગ નામની ટેકનિકનો દુરુપયોગ કરી રહી છે. BGP એ ઇન્ટરનેટની પાયાની રૂટિંગ સિસ્ટમ છે, જે નક્કી કરે છે કે ડેટા એક નેટવર્કથી બીજા નેટવર્ક સુધી કયા રસ્તે પહોંચશે. આ સિસ્ટમ સાથે છેડછાડ કરીને ટેલિગ્રામ તરફ જતા ઇન્ટરનેટ ટ્રાફિકને ખોટા રસ્તે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.
તેમણે દાવો કર્યો કે આ સમસ્યા માત્ર ભારત પૂરતી સીમિત નથી. રિલાયન્સની આ હરકતને કારણે UAE (દુબઈ) જેવા દેશોમાં પણ યુઝર્સને ટેલિગ્રામ વાપરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમણે આને એક સોચી-સમજી સાજિશ ગણાવી છે.
મેટા સાથે બિઝનેસ સ્પર્ધાનો લગાવ્યો આરોપ
ટેલિગ્રામના CEOએ આ આખી કડીને વ્યાપારી હરીફાઈ (Business Competition) સાથે જોડી દીધી છે. ડ્યુરોવનો આક્ષેપ છે કે:
રિલાયન્સનો માર્ક ઝુકરબર્ગની કંપની મેટા (Meta) સાથે ગાઢ વ્યાપારી સંબંધ છે, જે વૉટ્સએપ (WhatsApp), ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક છે.
ભારતમાં વૉટ્સએપની સૌથી મોટી હરીફ એપ ટેલિગ્રામ છે, તેથી પ્રતિસ્પર્ધામાં ટેલિગ્રામને નુકસાન પહોંચાડવા માટે રિલાયન્સ આ પ્રકારના કદમ ઉઠાવી રહી છે. જોકે, ડ્યુરોવે પોતાના આ આરોપોના સમર્થનમાં હજી સુધી કોઈ નક્કર ટેકનિકલ પુરાવા રજૂ કર્યા નથી.
પેપર લીક બહાનું છે, Telegram પ્રતિબંધથી યુઝર્સને સજા
બીજી તરફ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના આદેશ પર આઈટી એક્ટ હેઠળ સરકારે NEET પરીક્ષા પહેલાં અફવાઓ અને કૌભાંડો રોકવા ટેલિગ્રામ(Telegram) પર એક અઠવાડિયાનો ટેમ્પરરી બેન મૂક્યો છે. આ સરકારી નિર્ણયની પણ ડ્યુરોવે આકરી આલોચના કરી છે.
તેમણે કહ્યું કે, “પેપર લીક થવાનું કારણ ટેલિગ્રામ(Telegram) નથી. લીક થયેલું પેપર કોઈપણ અન્ય સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ પર પણ શેર થઈ શકે છે. એપ પર પ્રતિબંધ મૂકવો એ કોઈ કાયમી ઉકેલ નથી, આનાથી ભારતના 15 કરોડથી વધુ નિર્દોષ ટેલિગ્રામ યુઝર્સને સજા મળી રહી છે. જો આવી પાબંદીઓ ચાલુ રહેશે, તો ઇન્ટરનેટની આઝાદી જોખમાશે.” ઉલ્લેખનીય છે કે, પાવેલ ડ્યુરોવના આ આકરા પ્રહારો પર અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
આ પણ વાંચો:1.75 કરોડ Instagram એકાઉન્ટનો ડેટા લીક! શું તમને પણ આવ્યો છે ‘પાસવર્ડ રિસેટ’નો મેસેજ? તો ….
આ પણ વાંચો: મેટાએ લોન્ચ કર્યો ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ પ્લાન, શું હવે યુઝર્સે ચૂકવવા પડશે પૈસા? જાણો સંપૂર્ણ વિગત
આ પણ વાંચો: મોબાઇલ યુઝર્સ માટે રાહતના સમાચાર, જિઓ-એરટેલે હાલ પૂરતો માંડી વાળ્યો ભાવવધારાનો પ્લાન
