Tech News/ મોબાઇલ યુઝર્સ માટે રાહતના સમાચાર, જિઓ-એરટેલે હાલ પૂરતો માંડી વાળ્યો ભાવવધારાનો પ્લાન

વૈશ્વિક પરિસ્થિતિઓ અને મોંઘવારીને જોતાં જિઓ, એરટેલ અને વોડાફોન-આઈડિયા (Vi) એ હાલ પૂરતો મોબાઈલ Recharge પ્લાન મોંઘો કરવાનો નિર્ણય ટાળી દીધો છે. જોકે ભવિષ્યમાં 15% ના મોટા વધારા વિશે વાંચો અહેવાલ.

Trending Tech & Auto
Mobile Recharge

Mobile Recharge Hike: સ્માર્ટફોન વાપરતા કરોડો ભારતીય યુઝર્સ માટે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ જોઈને ચિંતામાં હતા કે જિઓ, એરટેલ અને વોડાફોન-આઈડિયા (Vi) ના રિચાર્જ પ્લાન મોંઘા થઈ જશે, તો તમને જણાવી દઈએ કે હાલ પૂરતી આ ચિંતા ટળી ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ભારતની આ ત્રણેય અગ્રણી ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં પોતાના પ્રીપેડ પ્લાનના ભાવ વધારવાના મૂડમાં બિલકુલ નથી. જોકે, આ રાહત લાંબા સમય સુધી નહીં ટકે અને કંપનીઓ ભવિષ્યમાં યુઝર્સને એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં ચોક્કસ છે.

ટેલિકોમ સેક્ટરમાં છેલ્લે જુલાઈ 2024 માં સત્તાવાર રીતે ભાવવધારો (Tariff Hike) થયો હતો. ત્યારબાદ કંપનીઓએ છેલ્લા 2 વર્ષમાં પ્લાનની વેલિડિટી(Recharge) ઘટાડીને અથવા મળતા બેનિફિટ્સ ઓછા કરીને આડકતરી રીતે થોડો ઘણો બોજ વધાર્યો હતો. નિષ્ણાતોને આશા હતી કે ટ્રેન્ડ મુજબ કંપનીઓ આ વર્ષે ફરી ટેરિફ વધારશે, પરંતુ નવા અહેવાલોએ આ અટકળો પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે.

ગ્લોબલ ક્રાઈસિસના લીધે Recharge ભાવવધારો ટાળ્યો

‘Telecomtalk’ ના અહેવાલ મુજબ, ખાનગી ટેલિકોમ કંપનીઓ અત્યારે પ્રીપેડ પ્લાનની કિંમતો વધારવા(Recharge) ઈચ્છતી નથી અને તેની પાછળ વૈશ્વિક સંજોગો જવાબદાર છે:

મોંઘવારીનો માર: પશ્ચિમ એશિયા (ખાસ કરીને ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવ) ના કારણે વૈશ્વિક બજારની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ, ખાદ્ય ચીજવસ્તુઓ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ (Recharge) ઘણો વધી ગયો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે.

કંપનીઓ પાસે વિકલ્પ નથી: આવી ગંભીર વૈશ્વિક મોંઘવારી વચ્ચે જો ટેલિકોમ કંપનીઓ મોબાઈલ બિલમાં(Recharge) વધારો કરે તો ગ્રાહકોમાં મોટો આક્રોશ ફાટી નીકળે. આથી કંપનીઓ પાસે ટેરિફ હાઈક હાલ પૂરતો ટાળવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 25 (FY25) માં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની આવક 13% વધી હતી. જો નાણાકીય વર્ષ 26 (FY26) કે તેના પછીના વર્ષે પણ ભાવ નહીં વધે તો પણ ઇન્ડસ્ટ્રીની રેવેન્યુ ગ્રોથ 10% આસપાસ રહેશે. પરંતુ જો નાણાકીય વર્ષ 27 (FY27) સુધી આ ભાવવધારો રોકી રાખવામાં આવશે તો કંપનીઓની કમાણી પર બહુ મોટી નકારાત્મક અસર જોવા મળી શકે છે.

જ્યારે પણ વધશે ત્યારે સીધો 15% નો મોટો ઝટકો લાગશે!

ટેલિકોમ સેક્ટરના બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભલે અત્યારે રાહત મળી ગઈ હોય પરંતુ જ્યારે પણ ટેલિકોમ કંપનીઓ આગામી સમયમાં ટેરિફ વધારશે, ત્યારે ગ્રાહકો પર સીધો 15% નો મોટો બોજ ઝીંકવામાં આવશે:

15% ના સંભવિત વધારાનો અર્થ એ છે કે 28 દિવસની વેલિડિટી ધરાવતા સામાન્ય બેઝિક પ્રીપેડ પેકની કિંમતમાં સીધો 50 રૂપિયા સુધીનો વધારો થઈ જશે.

આ આકરા વધારાની સીધી અસર પ્રીમિયમ 5G પ્લાન્સ પર પણ પડશે, જેના કારણે 5G પ્લાન મોંઘા થતાં જ દેશમાં 5G નો વપરાશ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ: આ રાહત ટૂંકા ગાળાની છે

દેશની જાણીતી બ્રોકરેજ ફર્મ ‘મોતીલાલ ઓસવાલ’ (Motilal Oswal) એ પોતાના તાજા રિપોર્ટમાં જણાવ્યું છે કે, પ્લાનની કિંમતોમાં 15% નો વધારો થવાથી નાણાકીય વર્ષ 27 (FY27) માં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક આવક 11% વધીને 3 લાખ કરોડ રૂપિયા પર પહોંચી જશે.

બ્રોકરેજ ફર્મે એક મહત્વની પેટર્નનો(Recharge) ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં જ્યારે પણ ટેલિકોમ કંપનીઓનો રેવેન્યુ ગ્રોથ સિંગલ ડિજિટમાં (10% થી ઓછો) આવ્યો છે, ત્યારે તેમણે તરત જ ટેરિફના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. આ ગણિત સ્પષ્ટ કરે છે કે ભલે અત્યારે ગ્લોબલ ટેન્શન અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ગ્રાહકોને અદભુત રાહત મળી છે, પરંતુ આ રાહત બહુ લાંબા સમય માટે નથી. આગામી વર્ષે યુઝર્સે મોંઘા રિચાર્જ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.


આ પણ વાંચો:ગરમી વધી તો ફોન પણ ખતરામાં! હીટવેવમાં સ્માર્ટફોનને ઓવરહીટ થતાં બચાવવા ફોલો કરો આ ટિપ્સ

આ પણ વાંચો: મેટાએ લોન્ચ કર્યો ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ પ્લાન, શું હવે યુઝર્સે ચૂકવવા પડશે પૈસા? જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો: મોબાઈલ રિચાર્જ માટે હવે અલગ એપની જરૂર નથી, વોટ્સએપે લોન્ચ કર્યું નવું રિચાર્જ ફીચર