Instagram Plus Subscription 2026: સોશિયલ મીડિયાના દિગ્ગજ પ્લેટફોર્મ મેટાએ 5 June 2026 ના રોજ ‘Instagram Plus Subscription Plan’ વિશ્વભરમાં લોન્ચ કરીને ડિજિટલ દુનિયામાં મોટી હલચલ મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીએ આ નવા પ્રીમિયમ પ્લાનની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્લાન ખાસ કરીને ક્રિએટર્સ અને પાવર યુઝર્સ માટે અનેક એડવાન્સ ટૂલ્સ અને એક્સક્લુઝિવ ફીચર્સ સાથે લાવવામાં આવ્યો છે, જે તેમના સોશિયલ મીડિયા અનુભવને એક નવા સ્તરે લઈ જશે.
શું હવે સામાન્ય યુઝર્સે પણ પૈસા આપવા પડશે?(Instagram Plus)
ઇન્સ્ટાગ્રામ પ્લસ(Instagram Plus) પ્લાનની જાહેરાત થતાં જ કરોડો યુઝર્સના મનમાં સૌથી મોટો સવાલ એ ઉઠ્યો છે કે શું હવે ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે ચાર્જ ચૂકવવો પડશે?
કંપનીએ આ મૂંઝવણનો અંત લાવતા સ્પષ્ટતા કરી છે કે સામાન્ય યુઝર્સ માટે ઇન્સ્ટાગ્રામ પહેલાની જેમ જ તદ્દન ફ્રી રહેશે. ફોટો-વીડિયો પોસ્ટ કરવા, મિત્રોને મેસેજ કરવા અને રીલ્સ જોવાની બધી જ સામાન્ય સુવિધાઓ મફત ઉપલબ્ધ રહેશે. આ નવો પ્લસ પ્લાન માત્ર એવા લોકો માટે છે જેઓ પોતાની પ્રોફાઇલને વધુ પ્રોફેશનલ અને અલગ બનાવવા માંગે છે.
સ્ટોરી અને રીલ્સ માટે કયા ખાસ પ્રીમિયમ ફીચર્સ મળશે?
ઇન્સ્ટાગ્રામ પ્લસ(Instagram Plus) સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સને સ્ટોરીઝ અપડેટ કરવા માટે કેટલાક શાનદાર ઓપ્શન્સ મળશે:
Story Spotlight: આ ફીચરની મદદથી તમારી સ્ટોરી તમારા મિત્રોની ફીડમાં હંમેશા સૌથી ટોપ પર દેખાશે.
Super Hearts: આના દ્વારા તમે તમારા મિત્રોની સ્ટોરી પર સામાન્ય હાર્ટના બદલે ખાસ એનિમેટેડ પ્રતિક્રિયાઓ મોકલી શકશો.
Story Extend: અત્યાર સુધી સ્ટોરી માત્ર 24 કલાક જ રહેતી હતી, પરંતુ પ્લસ યુઝર્સની સ્ટોરી હવે 48 કલાક સુધી લાઈવ રહેશે.
Story Rewatch Insights: તમારી સ્ટોરી કયા યુઝરે કેટલી વાર ફરીથી (Rewatch) જોઈ છે, તેની સચોટ માહિતી તમને મળશે.
Search Viewer List: સ્ટોરી જોનારા લોકોના લાંબા લિસ્ટમાંથી તમે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ સર્ચ કરીને ચેક કરી શકશો.
પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન અને હોમ ફીડ વગર પોસ્ટ કરવાની સુવિધા
પ્રોફાઇલને મળશે નવો લુક: પ્લસ પ્લાન લીધા પછી યુઝર્સ એપ્લિકેશનના આઇકોનને પોતાની પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરી શકશે અને બાયો (Bio) લખવા માટે અવનવા પ્રીમિયમ ફોન્ટ્સ વાપરી શકશે. આ ઉપરાંત, પોતાની પ્રોફાઇલ ગ્રીડ પર 3 ના બદલે 6 પોસ્ટને પિન (Pin) કરીને ટોપ પર રાખી શકાશે.
Post Directly to Profile: આ પ્લાનનું સૌથી મોટું અને આકર્ષક ફીચર ‘પોસ્ટ ડાયરેક્ટલી ટુ પ્રોફાઇલ’ છે. આનાથી તમે કોઈ પણ ફોટો કે વીડિયો સીધો જ તમારી પ્રોફાઇલ અથવા હાઇલાઇટ્સમાં મૂકી શકશો, જે તમારા ફોલોઅર્સની હોમ ફીડમાં દેખાશે નહીં. આ ફીચર બિઝનેસ એકાઉન્ટ્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે જ યુઝર્સને તેમના કન્ટેન્ટના પર્ફોર્મન્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે એડવાન્સ ઇનસાઇટ્સ ટૂલ પણ મળશે.
આ પણ વાંચો:1.75 કરોડ Instagram એકાઉન્ટનો ડેટા લીક! શું તમને પણ આવ્યો છે ‘પાસવર્ડ રિસેટ’નો મેસેજ? તો ….
આ પણ વાંચો: બાળકોને ખોટા રસ્તે જતા અટકાવશે Instagram! જાણો શું છે નવું ફીચર અને પેરેન્ટ્સ કેવી રીતે રાખી શકશે નજર
આ પણ વાંચો: Instagram પર અશ્લીલ અને નકામી કોમેન્ટ્સથી મેળવો મુક્તિ: કરી લો આ એક Setting

