મુંબઈ,
અનીલ કપૂર અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ફન્ને ખાનનો ફર્સ્ટ લૂક જાહેર થઇ ગયો છે. ફિલ્મના પોસ્ટરમાં એક શખ્શને હાથમાં મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સિંગર બનવાના સપના જોતા દેખાડવામાં આવ્યો છે. અનીલ કપૂરે કરેલી ટ્વીટ મુજબ આ શખ્શ કોઈ બીજું નહિ પરંતુ એ જ છે.
પોસ્ટરમાં ફક્ત અનીલ કપૂરનો જ લૂક દર્શાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં અનીલ પીઠ દેખાડીને ઉભા છે. એક હાથમાં ટીફીન અને બીજા હાથમાં મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ લઈને કોઈ સપનું સાકાર થવાની રાહ જોઈ રહ્યા છે. પોસ્ટરમા અનીલ કપૂર એકદમ સાધારણ લૂકમાં દેખાઈ રહ્યા છે.
Yeh aise hi ek #Fanney Khan ki kahani hai…meri kahani…
Teaser out on June 26! #AishwaryaRai @RajkummarRao @tseriesmusic @fanneykhanfilm @ROMPPictures @AtulManjrekar pic.twitter.com/l8cGgNKr34— Anil Kapoor (@AnilKapoor) June 24, 2018
ફિલ્મના પોસ્ટરમાં અનીલ કપૂર સિવાય સુપ્રસિદ્ધ ગયાક મહોમ્મદ રફીની તસ્વીર પણ જોવા મળી રહી છે અને કોઈ સિંગિંગ ટેલેન્ટ કોન્ટેસ્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનાથી જાણી શકાય છે કે ફિલ્મમાં અનીલ કપૂર સંઘર્ષ કરતા ગાયકના કિરદારમાં જોવા મળશે.

આ ફિલ્મમાં અનીલ કપૂર સાથે ઐશ્વર્યા રાય પણ જોવા મળશે. ફિલ્મમાં ઐશ્વર્યા પોપ સિંગરના કિરદારમાં જોવા મળશે. ખબરો મુજબ એમને ઇન્ડિયન મેડોનાની જેમ દર્શાવવામાં આવશે. ફિલ્મનું ટીઝર 26 જુને રિલીઝ કારવામાં આવશે.
