Life Style/ જાણો પુરુષોમાં સેક્સની ઈચ્છા 20ની ઉંમરે નહીં, પણ આ વર્ષે હોય છે સૌથી વધુ!

શું તમે જાણો છો પુરુષોમાં સેક્સની ઈચ્છા (Sexual Desire) કઈ ઉંમરે સૌથી વધુ હોય છે? 67,000 લોકો પર થયેલી સ્ટડીએ 20ની ઉંમરની માન્યતાને ખોટી પાડી છે.

Trending Lifestyle
Sexual Desire

Men Peak Sexual Desire Age Study : શું તમે પણ એવું માનો છો કે ઉંમર વધતા પુરુષોમાં ઉત્સાહ ઘટી જાય છે? જો હા, તો તમે સાવ ખોટા છો! એક ઇન્ટરનેશનલ સ્ટડીએ દુનિયાભરના પુરુષો અને સ્ત્રીઓ વિશે એવા તારણો કાઢ્યા છે કે તમારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. ખાસ કરીને 40ની ઉંમર વટાવી ચૂકેલા પુરુષો માટે આ રિપોર્ટ ‘લાઇફ ચેન્જર’ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી દુનિયા એવું માનતી હતી કે પુરુષોમાં શારીરિક સંબંધો પ્રત્યેનો ઉત્સાહ (Sex Drive) 20 થી 25 વર્ષની ઉંમરે સૌથી વધુ હોય છે. પરંતુ વિજ્ઞાને આ જૂની માન્યતાના ચીરેચીરા ઉડાવી દીધા છે. એસ્ટોનિયાની ટાર્ટુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા એક મહા-સંશોધનમાં જાણવા મળ્યું છે કે પુરુષોની અસલી ‘પીક’ ઉંમર કંઈક અલગ જ છે! એસ્ટોનિયાની ટાર્ટુ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા એક વિશાળ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષોની જાતીય ઈચ્છા (Sexual Desire) તેમના 40ના દાયકામાં ચરમસીમા પર હોય છે.

Sexual Desire

67,000 લોકો પર કરાયો અભ્યાસ

સંશોધકોએ 20 થી 84 વર્ષની વયના આશરે 67,000 થી વધુ પુખ્ત વયના લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસના તારણો ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ જર્નલમાં પ્રકાશિત થયા છે. સ્ટડી મુજબ, પુરુષોમાં જાતીય ઈચ્છા (Sexual Desire) 20 વર્ષની ઉંમરથી વધવાનું શરૂ થાય છે પરંતુ તે તેની ચરમસીમાએ (Peak) ત્યારે પહોંચે છે જ્યારે પુરુષ 40 વર્ષની આસપાસ હોય છે. ત્યારબાદ તે ધીમે ધીમે ઘટવા લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે, 60 વર્ષના પુરુષોમાં પણ સેક્સની ઈચ્છા 20 વર્ષના યુવાનો જેટલી જ મજબૂત જોવા મળી છે.

Sexual Desire

મહિલાઓમાં Sexual Desireના પરિણામ તદ્દન અલગ

બીજી તરફ, મહિલાઓમાં આ ટ્રેન્ડ સાવ અલગ જોવા મળ્યો છે. મહિલાઓની જાતીય ઈચ્છા (Sexual Desire) 20 થી 30 વર્ષની ઉંમરે સૌથી વધુ હોય છે. 30 વર્ષ પછી તેમાં ઘટાડો શરૂ થાય છે અને 50 વર્ષની ઉંમર (મેનોપોઝની આસપાસ) પછી આ ઈચ્છામાં ઝડપથી ઘટાડો જોવા મળે છે. અભ્યાસમાં એ પણ નોંધાયું કે પુરુષોમાં મહિલાઓની સરખામણીએ સમગ્ર જીવનકાળ દરમિયાન સેક્સની ઈચ્છાનું પ્રમાણ ઘણું વધારે રહે છે.

હોર્મોન્સ ઘટે તો પણ ઈચ્છા કેમ વધે છે?

સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં ‘ટેસ્ટોસ્ટેરોન’ હોર્મોન ઘટવા લાગે છે. પરંતુ આ સ્ટડી કહે છે કે 40ની ઉંમરે પુરુષો માનસિક અને ભાવનાત્મક રીતે વધુ પરિપક્વ હોય છે. આ ઉંમરે તેઓ સંબંધોમાં વધુ સ્થિર (Stable) હોય છે, જે તેમને શારીરિક રીતે વધુ સક્રિય અને ઉત્સાહી બનાવે છે. એટલે કે, મર્દાનગીનો સંબંધ માત્ર શરીર સાથે નહીં પણ મન અને સંબંધોની નિકટતા સાથે પણ છે.

Sexual Desire

 વ્યવસાયની પણ પડે છે અસર

અભ્યાસમાં એક વિચિત્ર વાત એ પણ સામે આવી કે વ્યક્તિ જે કામ કરે છે તેની અસર પણ તેની સેક્સ લાઈફ પર પડે છે. સેલ્સ અને ઓફિસ જોબ કરતા પુરુષો વધુ રોમેન્ટિક અને એક્ટિવ હોય છે, જ્યારે વધુ પડતો શારીરિક થાક અનુભવતા મશીન ઓપરેટરોમાં આ ઈચ્છા ઓછી જોવા મળે છે.

બાળકોની અસર: વધુ બાળકો હોવાને કારણે મહિલાઓની સેક્સ ડ્રાઈવ ઘટે છે, જ્યારે પુરુષોમાં તેનાથી ઉલટું પરિણામ જોવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો

આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ

આ પણ વાંચો: પ્રેગ્નન્સી માટે સેક્સ બાદ અડધો કલાક સૂઈ રહેવું જરૂરી? જાણો સાચી વાત