Lifestyle News: જો તમે અને તમારા પાર્ટનર માતા-પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા મનમાં પણ અનેક સવાલો અને ગેરસમજો હશે. સમાજમાં ગર્ભાવસ્થા (Pregnancy)ને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. તેમાંથી સૌથી સામાન્ય માન્યતા એ છે કે, “ઝડપથી ગર્ભવતી થવા માટે સ્ત્રીએ સંબંધ બાંધ્યા પછી તરત ઊભા ન થવું જોઈએ અને ઓછામાં ઓછો અડધો કલાક પથારીમાં સૂઈ રહેવું જોઈએ.”
ઘણા યુગલો માને છે કે જો સ્ત્રી તરત ઊભી થઈ જાય તો બધા શુક્રાણુઓ બહાર નીકળી જાય છે અને ગર્ભ રહેતો નથી. પણ શું આ વાતમાં કોઈ તથ્ય છે? ચાલો જાણીએ ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) આ વિશે શું કહે છે.
Pregnancyને લઈને શું છે હકીકત?
ડોકટરે આ ગેરસમજ દૂર કરી છે. તેમના જણાવ્યા મુજબ, સંબંધ બાંધ્યા પછી કલાકો સુધી કે અડધો કલાક સૂઈ રહેવાથી ગર્ભધારણની શક્યતામાં કોઈ ફરક પડતો નથી. આ માત્ર એક વહેમ છે.
વિજ્ઞાન શું કહે છે?
ડોક્ટર સમજાવે છે કે શુક્રાણુઓ (Sperm) ખૂબ જ ઝડપી હોય છે. સંબંધ બાંધ્યાની થોડી જ મિનિટોમાં શુક્રાણુઓ પ્રજનન માર્ગ (Reproductive Tract) સુધી પહોંચી જાય છે. સંભોગની 2 મિનિટ પછી જે પ્રવાહી બહાર આવે છે તે વધારાનું વીર્ય હોય છે, અને તે બહાર નીકળવું એ એકદમ સામાન્ય કુદરતી પ્રક્રિયા છે. તેનાથી ગર્ભધારણ (Pregnancy)માં કોઈ અવરોધ આવતો નથી. એટલે કે, પગ ઊંચા રાખવા કે સૂઈ રહેવું જરૂરી નથી.
તો પછી Pregnancy માટે મહત્વનું શું છે?
જો તમારે જલ્દી ગર્ભધારણ (Pregnancy)કરવું હોય, તો સૂઈ રહેવાને બદલે ‘સમય’ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.
ફર્ટાઈલ વિન્ડો (Fertile Window):
નિષ્ણાતોના મતે, ગર્ભવતી થવા માટે સૌથી મહત્વનો સમયગાળો ‘ફર્ટાઈલ વિન્ડો’ છે.
શુક્રાણુ સ્ત્રીના શરીરમાં લગભગ ૫ દિવસ સુધી જીવંત રહી શકે છે.
તેથી, સ્ત્રીએ પોતાના ઓવ્યુલેશન (અંડાશયમાંથી ઈંડું છૂટું પડવાનો સમય) ના દિવસોની ગણતરી કરવી જોઈએ અને તે દરમિયાન સંબંધ બાંધવા પર ધ્યાન આપવું જોઈએ.
જો તમે પ્રેગ્નન્સી (Pregnancy)પ્લાન કરી રહ્યા હો, તો આવી જૂની માન્યતાઓ કે દંતકથાઓમાં સમય બગાડવાને બદલે તમારા ડોક્ટરને મળો. તમારા પીરિયડ્સના આધારે તમારી ‘ફર્ટાઈલ વિન્ડો’ કઈ છે તે જાણો અને તે મુજબ પ્લાનિંગ કરો. અડધો કલાક સૂઈ રહેવાથી કોઈ ચમત્કાર થતો નથી, બસ યોગ્ય સમયે પ્રયાસ કરવો જરૂરી છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ સામાન્ય માહિતી અને ડૉક્ટરના સોશિયલ મીડિયા વિડીયો પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
આ પણ વાંચો:એક્ટોપિક ગર્ભાવસ્થા શું છે? ગર્ભ ધારણ કરતા પહેલા આ જાણી લો
આ પણ વાંચો:વર્જિન ગર્ભાવસ્થા શું છે? જાણો કેવી રીતે સંભોગ કર્યા વિના ગર્ભધારણ થઇ શકે છે
