Entertainment News/ ડિમ્પલ કાપડિયા અગાઉ રાજેશ ખન્નાની જીંદગીમાં આ સ્ત્રી આવેલી…સિક્રેટ મેરેજ કર્યાનો વર્ષો બાદ દાવો..!

Rajesh Khanna (રાજેશ ખન્ના)… ‘કાકા’ના હુલામણા નામે જાણીતા આ સુપર સ્ટારનું અસલ નામ જતીન છે. ડિમ્પલ કાપડિયા પહેલા એમની સાથે મેરેજ કર્યાનો દાવો એક…

Trending Entertainment
Rajesh Khanna, રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મેરેજ

Entertainment News: રાજેશ ખન્ના (Rajesh Khanna)ની જીંદગી ફિલ્મી પડદે જેટલી સફળ રહી અને બોલીવુડ (Bollywood)ના આ પ્રથમ સુપરસ્ટાર (First Superstar)ની દીવાનગી એટલી હદ સુધી હતી કે એવું કહેવાય છે કે, યુવતીઓ એનો ફોટો પાસે રાખીને સૂઇ જતી હતી! પ્રોફેશનલ લાઇફથી વિરુદ્ધ પોતાની પર્સનલ લાઇફમાં આ સુપર સ્ટાર હંમેશા પોતાના અફેર્સ લઇને ચર્ચાસ્પદ રહ્યાં હતા! આજે 29 ડિસેમ્બરે (29 December) આ દિવંગત અભિનેતાનો બર્થ ડે (Birthday) છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી એમના વિશે ફરીથી એક વાર ચર્ચાઓના વમળો સર્જાયા છે!

Rajesh Khanna, રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મેરેજ

‘કાકા’ના હુલામણા નામે જાણીતા હતા આ સુપર સ્ટાર

હિન્દી સિનેમાના ગણ્યાં ગાંઠ્યા સ્ટાર છે જેમને સાચા અર્થમાં સ્ટારડમને સ્વાદ ચાખવા મળ્યો છે…આવા સ્ટાર્સમાં પહેલું નામ રાજેશ ખન્ના (Rajesh Khanna)નું આવે છે, ‘કાકા’ (Kaka)ના હુલામણા નામે જાણીતા આ સુપર સ્ટાર (Rajesh Khanna)નું અસલ નામ જતીન છે. એમની ફિલ્મી કેરિયર (Film Career) તો સફળતાના શ્રેષ્ઠતમ શિખરે પહોંચી હતી. યુવતીઓમાં એમનો ક્રેઝ એટલી હદે હતો કે એ રાજેશ ખન્નાના નામનું સિંદૂર પૂરતી હતી! આવા ચોકલેટી હીરોએ એ સમયની પ્રથમ પંક્તિની હીરોઇનો જેવી કે, શર્મિલા ટાગોર, આશા પારેખ (Sharmila Tagore, Asha Parekh) વગેરે સાથે સફળ જોડી બનાવી હતી. એમનું કેરિયર જેટલું શાનદાર રહ્યું હતુ એટલી જ એમનું અંગત જીવન વિવાદાસ્પદ રહેલું છે! એમણે પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચ્યા બાદ પોતાનાથી અડધી ઉંમરની હીરોઇન ડિમ્પલ કાપડિયા (Dimple Kapadiya) સાથે લગ્ન કર્યા, બે પુત્રીઓ ટિ્વંકલ ખન્ના અને રીંકી ખન્ના (Twinkle Khanna & rinke khanna)ના પિતા પણ બન્યા પરંતુ એમનું લગ્ન જીવન એટલું સફળ ન રહ્યું…બંને પાર્ટનરે આખી જીંદગી અલગ રહેવાનું પસંદ કર્યું હતુ. અંજુ મહેન્દ્રુ (Anju mahendru) સાથે પણ રાજેશનું નામ જોડાયું હતુ અને આ સુપરસ્ટારના નિધન પછી એક અન્ય નામ સુર્ખીઓમાં રહ્યું છે અને એ છે અનીતા અડવાણી..!

Rajesh Khanna, રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મેરેજ

ડિમ્પલ કાપડિયા પહેલાં રાજેશ ખન્ના (Rajesh Khanna) સાથે મેરેજ કર્યાનો અનીતા અડવાણીનો દાવો

અનીતા અડવાણી (Anita advani) એ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો છે કે એમણે રાજેશ ખન્ના (Rajesh Khanna) સાથે ગુપ્ત લગ્ન (Marriage) કર્યા હતા! અનીતાએ વાતચીત દરમિયાન એવું જણાવ્યું હતુ કે, આ મેરેજ તદ્દન પ્રાઇવેટ હતા એટલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એની લેશમાત્ર ચર્ચા થઇ ન હતી. સમગ્ર ઇન્ડસ્ટ્રી એ બંનેને ગાઢ મિત્રો તરીકે ઓળખતી હતી, આથી બંનેના સંબંધો વધુ ચર્ચાસ્પદ બન્યા ન હતા.

Rajesh Khanna, રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મેરેજ

ઘરના મંદિરમાં જ લગ્ન કર્યા હતા

અનીતા અડવાણીએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘અમારા ઘરમાં એક નાનકડું મંદિર હતુ. એમણે ખાસ મારા જ માટે કાળા મોતી વાળું સોનાનું મંગળ સૂત્ર બનાવડાવ્યું હતું. એમણે એ મારા ગળામાં પહેરાવ્યું અને મારા સેંથામાં સિંદૂર (Sindoor) પૂર્યું હતુ. પછી એમના શબ્દો હતા, “આજથી તુ મારી જવાબદારી છે.” અને બસ, આ રીતે અમારા લગ્ન થઇ ગયા! આ સંબંધ કેવળ ભાવનાત્મક જ નહોતો, પણ એમણે એને લગ્નનું સન્માન આપીને સ્વીકાર કર્યો હતો.ભલે અને સાર્વજનિક રીતે એની જાહેરાત ન હતી કરી, પણ અમે લગ્ન કર્યા હતા.’

Rajesh Khanna, રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મેરેજ

ડિમ્પલ અગાઉ રાજેશ ખન્નાની જીંદગીમાં અનીતાનો પ્રવેશ

અનીતા અડવાણીએ આ દરમિયાન એવો દાવો પણ કર્યો હતો કે, એ ડિમ્પલ કાપડિયા પહેલા રાજેશ ખન્ના (Rajesh Khanna)ની જીંદગીમાં આવી હતી. અનીતાએ કહ્યું, “જ્યારે હું એમને મળી હતી ત્યારે હું ખૂબ નાની ઉંમરની હતી. એ સમયે હું લગ્ન વિશે વિચારી શકતી પણ નહતી. પરંતુ લગ્ન બાદ હું જયપુર પરત ફરી ગઈ હતી.” અનીતાના દાવા મુજબ એ 1972માં રાજેશ ખન્નાની નજીક આવી હતી. આ ત્યારની વાત છે કે જ્યારે ડિમ્પલ કાપડિયા સાથે એમના લગ્ન થયા ન હતા. અનીતાએ કહ્યું કે, જ્યારે એ જયપુર પરત ફરી ત્યારે બંને વચ્ચે અંતર ઊભું થઇ ગયું, પણ પછી વર્ષો બાદ બંનેનું પુન:મિલન થયું અને બંને ઘણા નજીક આવી ગયા હતાય વર્ષ 2000થી તો એ રાજેશ ખન્ના (Rajesh Khanna)ના બંગલા આશીર્વાદમાં જ રહેવા લાગી હતી.

Rajesh Khanna, રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મેરેજ

અનીતા રાજેશ ખન્નાના અંતિમ દર્શન ન કરી શકી

રાજેશ ખન્ના (Rajesh Khanna)નું 18 જુલાઇ 2012માં 69 વર્ષની આયુ ભોગવ્યા બાદ, લાંબી બીમારી બાદ જ્યારે મુંબઇ ખાતે નિધન થયું ત્યારે અનીતા એમને મળવા છેલ્લી વાર પહોંચી તો એને ઘરની અંદર જતા અટકાવવામાં આવી હતી. અનીતાએ એવો દાવો કર્યો કે, બાઉન્સરે એને બહાર જ રોકી અને એ રાજેશ ખન્નાના અંતિમ દર્શન પણ ન કરી શકી! એણે એમ પણ જણાવ્યું હતું કે, એ હોસ્પિટલમાં ‘કાકા’ને મળવા ગઇ હતી તો ત્યાં પણ એને રોકવામાં આવી હતી. રાજેશ ખન્નાનો પરિવાર દરવાજો રોકીને ઊભો રહ્યો અને એને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતુ!

આ બાબતની સચ્ચાઇ જે પણ હોય પણ હકીકતમાં, આ સુપર સ્ટારના નિધન બાદ એમના જન્મદિવસે એમનું જીવન ફરીથી સુર્ખીઓમાં આવી ચૂક્યું છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ

આ પણ વાંચો: થલપતિ વિજયે સિનેમાને કહ્યું અલવિદા, હવે રાજકારણ પર સંપૂર્ણ ફોકસ

આ પણ વાંચો: 2026ની શરૂઆતમાં જ બોક્સ ઓફિસ પર થશે મહાસંગ્રામ! પ્રભાસ, વિજય અને સની દેઓલ વચ્ચે જામશે જબરદસ્ત ટક્કર