kerala high court/ હવે જમાઈ પણ સસરાની મિલકતમાં હક્ક માંગી શકશે? જાણો કોર્ટનો મોટો નિર્ણય

કેરળ હાઈકોર્ટ અનુસાર, કોઈપણ જમાઈ તેના સસરાની મિલકત પર દાવો કરી શકે છે. જો કે તેની પાછળ કોઈ ખાસ કારણ હોવું જોઈએ.

Top Stories India Trending Breaking News

Kerala High Court : સામાન્ય રીતે, મિલકતને લઈને પરિવાર અથવા સંબંધીઓમાં મતભેદની સ્થિતિ રહે છે. ઘણી વખત આને લઈને વિવાદો અથવા તો લોહિયાળ ઝઘડા પણ જોવા મળે છે. બાળકોને તેમના માતાપિતાની મિલકતમાં અધિકાર છે. જો કે, આ અંગે ઘણા કાયદા અને નિયમો પણ છે. લગ્ન પછી દીકરીનો પિતાની મિલકતમાં કેટલો હક હોય છે કે દીકરાને હંમેશા પિતાની મિલકત પર દાવો કરવાનો અધિકાર નથી હોતો? પરંતુ આ બધાની વચ્ચે કોર્ટે વધુ એક મોટો નિર્ણય આપ્યો છે. આ અંતર્ગત હવે જમાઈ પણ સસરાની પ્રોપર્ટીમાં હક માંગી શકશે કે નહીં, કોર્ટે શું કહ્યું આવો જાણીએ.

સસરાની મિલકત પર જમાઈનો કેટલો હક?

કેરળ હાઈકોર્ટ અનુસાર, કોઈપણ જમાઈ તેના સસરાની મિલકત પર દાવો કરી શકે છે. જો કે તેની પાછળ કોઈ ખાસ કારણ હોવું જોઈએ. જો સસરાએ પોતાની મેળવેલી મિલકતમાંથી થોડી કે બધી રકમ જમાઈના નામે લખાવી હોય તો જ જમાઈ આ મિલકત પર હકનો દાવો કરી શકે છે.

આને ધ્યાનમાં રાખવાની જરૂર છે

જ્યારે જમાઈ સસરાની મિલકત પર હક્ક માંગે છે, ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સસરાએ કોઈ દબાણમાં જમાઈને મિલકત ટ્રાન્સફર કરી નથી. જો આના પુરાવા મળે તો જમાઈ માટે સજાની કાયદાકીય જોગવાઈ છે. આવી સ્થિતિમાં, સસરા તેની મિલકત પરત મેળવવા માટે તેને કોર્ટમાં પડકારી શકે છે.

પુત્રવધૂનો તેના સસરાની મિલકત પર કેટલો હક છે?

તમને જણાવી દઈએ કે પુત્રવધૂનો તેના પતિની પૈતૃક સંપત્તિ અથવા તેના સસરાની સંપત્તિ પર કોઈ અધિકાર નથી. જો પતિ મૃત્યુ પામે છે, તો પત્નીને તેના પતિ જેટલો જ હિસ્સો મળે છે.

વાસ્તવમાં એક કેસમાં કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સસરાની સંપત્તિ પર જમાઈનો કોઈ અધિકાર નથી. જમાઈ ન તો જમીન કે મકાન કે તેની જંગમ મિલકત પર કોઈ હકનો દાવો કરી શકે નહીં. આ મોટો નિર્ણય જજ અનિલ કુમારે આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટે લક્ઝરી કાર ટેક્સ ચોરીના કેસમાં સુરેશ ગોપીને વચગાળાની રાહત આપી

આ પણ વાંચો:રળ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે 6 વકીલોના નામની ભલામણ કરવામાં આવી 

આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: “એકાંતમાં અશ્લીલ વીડિયો જોવો તે…”