Not Set/ બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું

સામગ્રી 1/4 કપ બાફી , છોલીને સમારેલું બીટ 1/2 કપ સમારેલી કાકડી 1/2 કપ સમારેલા ટમેટા 1 1/4 કપ જેરી લીધેલી દહીં મીઠું (સ્વાદાનુસાર) 2 ટીસ્પૂન પીસેલી સાકર 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન જીરું 1 ચપટીભર હીંગ 3 ટેબલસ્પૂન સમારેલી મગફળી 1/4 કપ તાજું ખમણેલું નાળિયેર 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર બનાવવાની રીત  એક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા […]

Food Lifestyle

સામગ્રી

1/4 કપ બાફી , છોલીને સમારેલું બીટ
1/2 કપ સમારેલી કાકડી
1/2 કપ સમારેલા ટમેટા
1 1/4 કપ જેરી લીધેલી દહીં
મીઠું (સ્વાદાનુસાર)
2 ટીસ્પૂન પીસેલી સાકર
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન જીરું
1 ચપટીભર હીંગ
3 ટેબલસ્પૂન સમારેલી મગફળી
1/4 કપ તાજું ખમણેલું નાળિયેર
1/4 કપ ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત 

એક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા મરચાં ભેગા કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર 15 સેકંડ સુધી સાંતળી લો.

આ વઘારને તૈયાર કરેલા રાઇતા પર રેડી સારી રીતે મિક્સ કરી લો. પછી તેમા મગફળી, નાળિયેર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

આ રાઇતાને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો 1 કલાક રાખી મૂકો. ઠંડું પીરસો.