Ahmedabad News/ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા! વિરાટનગરમાં બજરંગ દળ અને બે યુવકો વચ્ચે ‘ધીંગાણું’

અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે બજરંગ દળ (Bajrang Dal) ના કાર્યકરો અને બે યુવકો વચ્ચે મારામારી થઈ. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad Gujarat Trending
Bajrang Dal

Ahmedabad Bajrang Dal Fight News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર બ્રિજ નીચે ગઈકાલે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. બજરંગ દળના કાર્યકરો અને લઘુમતી સમાજના બે યુવકો વચ્ચે ઉગ્ર દલીલો બાદ મારામારી થતા મામલો બિચક્યો હતો. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસના બંદોબસ્ત વચ્ચે પણ હંગામો ચાલુ રહ્યો હતો.

ફોન ચેક કર્યા બાદ વાત મારામારી પર પહોંચી

ગોમતીપુરનો 23 વર્ષીય MBBS વિદ્યાર્થી આયમઅલી શેખ તેના મિત્ર સાથે વિરાટનગર બ્રિજ પાસે બંધ ગેરેજ નીચે ઉભા હતા, ત્યારે બજરંગ દળ (Bajrang Dal) ના 7 થી 8 કાર્યકરોએ ત્યાં પહોંચી તેમની પૂછપરછ શરૂ કરી હતી. યુવકો છેડતી કે રેકી કરી રહ્યા હોવાની શંકાના આધારે કાર્યકરોએ તેમના ફોન ચેક કર્યા હતા અને ત્યારબાદ ઉગ્ર બનેલી વાતચીતમાં બંને યુવકોને ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક યુવકનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું.

Bajrang Dal

પોલીસની હાજરીમાં પણ હોબાળો

યુવકોએ ૧૧૨ પર ફોન કરતા પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આક્ષેપ છે કે બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કર્મચારીઓને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા. એટલું જ નહીં, કાર્યકરોએ રસ્તા પર બસ રોકીને વિરોધ પ્રદર્શન કરતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.

સામસામે ફરિયાદ: પોલીસ એક્શનમાં

નિકોલ પોલીસ સ્ટેશનમાં હવે આ મામલે સામસામી ફરિયાદો નોંધાઈ છે, જેમાં MBBS વિદ્યાર્થી આયમઅલીએ બાબા ગોસ્વામી અને જીતુ ચૌહાણ સહિતના કાર્યકરો વિરુદ્ધ મારપીટની ફરિયાદ કરી છે, જ્યારે સામે પક્ષે બજરંગ દળના કાર્યકરોએ પણ યુવકોએ તેમની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. ઝોન 5 ના DCP જીતેન્દ્ર અગ્રવાલે આ અંગે જણાવ્યું કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને પક્ષોની ફરિયાદ નોંધી કેટલાક શંકાસ્પદોની અટકાયત પણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સામે મારામારી બદલ પોલીસ કેસ

આ પણ વાંચો:ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને,બગદાણા PIની બદલી કરાઈ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુઆશ્રમ બગદાણામાં નાની બાલિકાઓ સાથે પૂજા કરી