Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCBએ માહિતીને આધારે અસલાલીમાંથી બે શખ્સોની ધરપકડ કરીને દારૂ (મ ના જથ્થા સાથે રૂ.17,40,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીપડામાં દારૂ ((Liquor) સંતાડ્યો હતો
LCBને માહિતી મળી હતી કે અસલાલીના તિરૂપતિ એસ્ટેટ ખાતે દારૂ (Liquor) નો જથ્થો રાખવામાંઆવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરો઼ડો પાડ્યો હતો. જેમાં પોલીસને પીપડામાં સંતાડેલી રૂ.8,78,300 ની કિંમતની 3751 વિદેશી દારૂ(Liquor) ની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ (Liquor) નો જથ્થો, ત્રણ મોબાઈલ, રૂ.2,500 રોકડા, ટીવીએસ જ્યુપીટર અને આઈશર વાહન મળીને કુલ રૂ. 17,40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે મૂળ હરિયાણાના અનિલ રાજવીર નરવાલ અને અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા સંજય ઉર્ફે ઠુંઠીયો રણછોડભાઈ ચાવડાની ધરપકડ કરી હતી.
આ કાર્યવાહી LCB પીઆઈ આર.એન.કરમટીયા, પીએસઆઈ વી.એ.હરકટ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ નકુમ, જ્યદાપસિંહ ચાવડા તથા મહાવીરસિંહ ઝાલાએ બજાવી હતી.
આ પણ વાંચો: DJ બંધ તો દારૂ વેચીશું’: પાટણમાં સાઉન્ડ માલિકોની ચીમકી
આ પણ વાંચો: ખેરાલુના પાંછા ગામે દારૂ પીનાર માટે ‘પાંજરા’ની સજા
આ પણ વાંચો: 37 દિવસ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો, દારૂના નશામાં માતા પાસે અભદ્ર માગણી કરતા પુત્રની પિતાએ હત્યા કરી
