Gujrat Highcourt/ કોર્ટમાં ન્યાય ક્યારે ? : રાજ્યમાં જિલ્લા અને નીચલી અદાલતોમાં 16.90 લાખ કેસ પેન્ડિંગ, ગુજરાત હાઈકોર્ટમાં 1.70 લાખ કેસ

Gujarat News : ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પેન્ડિંગ, જ્યારે ગુજરાતની જિલ્લા અને નીચલી અદાલતોમાં પેન્ડિંગ કેસની કુલ સંખ્યા 16,90,643 છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીનો પ્રત્યુત્તર.

Top Stories Gujarat Breaking News

Gujarat News : ગુજરાત(Gujarat) અને ભારત(India)ની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે. આ સમસ્યાના મૂળમાં જજની ખાલી જગ્યાઓ, કેસોની જટિલતા અને ન્યાયિક પ્રક્રિયાઓમાં વિલંબ જેવા અનેક પરિબળો છે. ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)માં 1,70,963 જેટલા કેસ પેન્ડિંગ છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી(Parimal Nathwani)એ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે(Arjun Ram Meghwal) 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને આ માહિતી પૂરી પાડી હતી.

ભારતની સુપ્રીમ કોર્ટ(SC)માં કુલ 82,640 કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની વિવિધ હાઇકોર્ટ(Highcouts)માં કુલ 61,80,878 કેસ પેન્ડિંગ છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને 4,62,34,646 કેસ હાલની તારીખે પેન્ડિંગ છે.

ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)માં જજની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી પડી છે. જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી 1720 માંથી 535  જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ 1122 જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી 368 જગ્યા આજે પણ ખાલી છે.જ્યારે આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 25741 જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે 5262 જગ્યા હજી ખાલી છે, તેવો અર્જુન રામ મેઘવાલ(Arjun Ram Meghwal) મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન મુજબ ભારતની સુપ્રીમ કોર્ટ(SC)માં જજની મંજૂર કરાયેલી કુલ 34 માંથી ફક્ત 1 જજની જગ્યા ખાલી છે.

જજની ખાલી જગ્યાઓના કારણે કેસોની સુનાવણીમાં વિલંબ થાય છે, જેનાથી ન્યાય મળવામાં વિલંબ થાય છે. નવા જજની નિમણૂકની પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાના કારણે જગ્યાઓ ખાલી રહે છે. અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો એ એક જટિલ સમસ્યા છે જેના ઉકેલ માટે સરકાર, ન્યાયતંત્ર અને સમાજના તમામ વર્ગોએ સંયુક્ત પ્રયાસ કરવા જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાની ગર્ભવતી પત્ની અચાનક ગુમ થતા પતિની ગુહાર

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે મેડિકલ બોર્ડ માટે નિયમો જારી કર્યા

આ પણ વાંચો: માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ