National News/ ઉત્તર ભારતમાં ઘેટાં-બકરાંમાં ખતરનાક પરોપજીવીની ઓળખ

આ પરોપજીવી (Parasite)નો જીવનચક્ર સામાન્ય રીતે કૂતરાઓ અને અન્ય કેનિડ પ્રજાતિઓ સાથે જોડાયેલો હોય છે

India
સંશોધકોએ પરોપજીવી (Parasite)ઇચિનોકોકસ ગ્રાન્યુલોસસ (Echinococcus Granulosus)ના અનેક ખતરનાક જીનોટાઇપ્સની હાજરી શોધી કાઢી છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

National News : ઉત્તર ભારત (North India)માં ઘેટાં અને બકરાં પર કરવામાં આવેલા તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસમાં એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક ખુલાસો થયો છે. સંશોધકોએ પરોપજીવી (Parasite)ઇચિનોકોકસ ગ્રાન્યુલોસસ (Echinococcus Granulosus)ના અનેક ખતરનાક જીનોટાઇપ્સની હાજરી શોધી કાઢી છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

અનેક રાજ્યોમાં કરવામાં આવ્યો વ્યાપક અભ્યાસ

હરિયાણાના હિસાર સ્થિત લાલા લાજપત રાય યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સિસના વૈજ્ઞાનિકોએ હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢના કતલખાનાઓમાં કુલ 1,049 ઘેટાં અને બકરાંના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું. DNA પરીક્ષણ દરમિયાન G1, G3 અને G6 જીનોટાઇપ્સની ઓળખ કરવામાં આવી.

પ્રથમ વખત G6 જીનોટાઇપની પુષ્ટિ

અભ્યાસની સૌથી મહત્વપૂર્ણ શોધ એ રહી કે ઉત્તર ભારતમાં ઘેટાં અને બકરાંમાં પ્રથમ વખત G6 જીનોટાઇપ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. સંશોધકોનું માનવું છે કે આ જીનોટાઇપના ફેલાવામાં આ પ્રાણીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

મનુષ્યો સુધી કેવી રીતે પહોંચે છે ચેપ?

આ પરોપજીવી (Parasite)નો જીવનચક્ર સામાન્ય રીતે કૂતરાઓ અને અન્ય કેનિડ પ્રજાતિઓ સાથે જોડાયેલો હોય છે. ચેપગ્રસ્ત પ્રાણીઓના અંગો અથવા દૂષિત ખોરાક અને પાણી દ્વારા પરોપજીવીના ઇંડા મનુષ્યોના શરીરમાં પ્રવેશી શકે છે. ત્યારબાદ તે શરીરના વિવિધ અંગોમાં કોથળીઓ (સિસ્ટ) બનાવે છે.

હાઇડેટિડ રોગનું વધતું જોખમ

ઇચિનોકોકસ ગ્રાન્યુલોસસ ((Echinococcus Granulosus))ના કારણે થતો હાઇડેટિડ રોગ માનવ આરોગ્ય માટે ગંભીર પડકાર બની શકે છે. અંદાજે 70 ટકા કેસોમાં આ રોગ લીવરને અસર કરે છે. ઉપરાંત ફેફસાં, મગજ, કિડની અને હાડકાં પર પણ તેની અસર થઈ શકે છે.

ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે

જો શરીરમાં બનેલી સિસ્ટ ફાટી જાય તો ગંભીર એલર્જીક પ્રતિક્રિયા, ચેપ અને કેટલીક પરિસ્થિતિઓમાં જીવલેણ જટિલતાઓ પણ ઊભી થઈ શકે છે. તેથી સમયસર નિદાન અને સારવાર ખૂબ જરૂરી ગણાય છે.

જાહેર આરોગ્ય માટે ચેતવણી

વૈજ્ઞાનિકોના મતે, આ સંશોધન પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાતા પરોપજીવી ચેપને સમજવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ ભવિષ્યમાં વધુ અસરકારક દેખરેખ, નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમો ઘડવામાં પણ મદદરૂપ બનશે.


આ પણ વાંચો : મૂંગા પશુઓ પર વધુ એક ઘાત, ઘેટાઓમાં શીપપોકસ નામના રોગે દેખા દીધી

આ પણ વાંચો : સુરેન્દ્રનગરનાં મુળીમાં વીજળી પડતા 48 ઘેટા-બકરા મોતને ભેટ્યા

આ પણ વાંચો : પાલનપુરમાં બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિઓ સહિત 20 ઘેટાં-બકરાના મોત