Not Set/ અસલ મુદ્દાઓથી દૂર, ભારત-પાકિસ્તાન કહી ચૂંટણી લડવાની તૈયારીમાં ભાજપ નેતા

દેશમાં કોઇ પણ ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો એક પછી એક શરૂ થઇ જાય છે. અલગ-અલગ પ્રસંગે રાજકારણીઓ આવા વિવાદાસ્પદ નિવેદનો આપીને રાજકારણને નવી ધાર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું જ નિવેદન ફરીથી સામે આવ્યું છે જ્યાં એક વ્હાઇટ કોલરે બે ઉમેદવારોની ચૂંટણી લડાઇને ભારત-પાકિસ્તાન વિવાદમાં ફેરવી દીધી છે. […]

Top Stories India

દેશમાં કોઇ પણ ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો એક પછી એક શરૂ થઇ જાય છે. અલગ-અલગ પ્રસંગે રાજકારણીઓ આવા વિવાદાસ્પદ નિવેદનો આપીને રાજકારણને નવી ધાર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું જ નિવેદન ફરીથી સામે આવ્યું છે જ્યાં એક વ્હાઇટ કોલરે બે ઉમેદવારોની ચૂંટણી લડાઇને ભારત-પાકિસ્તાન વિવાદમાં ફેરવી દીધી છે.

મધ્યપ્રદેશમાં વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ઝાબુઆની આગામી વિધાનસભા પેટા-ચૂંટણી બે પક્ષો વચ્ચે નહીં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છે. વરિષ્ઠ ભાજપ નેતાએ કહ્યું કે ભાજપનાં ઉમેદવાર ભાનુ ભૂરિયા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિલાલ ભૂરિયા પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે. ભાર્ગવે એક સભાને સંબોધન કરતા કહ્યું કે, હવે જનતાએ નિર્ણય લેવો પડશે કે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ઉમેદવારને સમર્થન આપે કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતા ઉમેદવારને ટેકો આપવો. જણાવી દઈએ કે ગોપાલ ભાર્ગવ ભાજપનાં ઉમેદવાર ભાનુ ભૂરિયાનાં સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કરવા ઝાબુઆ પહોંચ્યા હતા.

કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનાં ભંગને ટાંકીને ગોપાલ ભાર્ગવની ફરિયાદ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેઓએ ઝાબુઆથી કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિલાલ ભૂરિયા પર વ્યક્તિગત હુમલો કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપની કેન્દ્ર સરકાર તમામ મુદ્દાઓ પર નિષ્ફળ ગઈ છે અને પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે આવા આક્ષેપો કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે ઝાબુઆથી ભાજપનાં નેતા ગુમાનસિંહ ડામોર ધારાસભ્ય હતા, પરંતુ આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી જીત્યા પછી તેઓ સાંસદ બન્યા, ત્યારબાદ ઝાબુઆની બેઠક ખાલી થઈ ગઈ છે. વળી, મધ્ય પ્રદેશની એક વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરનાં રોજ પેટા ચૂંટણી યોજાવાની છે જ્યારે 24 ઓક્ટોબરે મતગણતરી થશે.