Not Set/ હૈદરાબાદ/ મુસ્લિમ ડિલિવરી બોયને જોતા ખાવાનું લેવાનો કર્યો ઇનકાર, કેસ નોંધાયો

દેશમાં એક ખાસ સમૂદાય વિશેષને કેવી રીતે અલગ કરવામાં આવી રહ્યો છે, જેનો તાજો દાખલો હૈદરાબાદમાં જોવા મળ્યો છે. જણાવી દઇએ કે, હૈદરાબાદ એક વ્યક્તિએ મુસ્લિમ ડિલિવરી બોય પાસેથી ખોરાક લેવાની ના પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ, અલીબાદ વિસ્તારનાં રહેવાસી અજયકુમારે Swiggy થી ખાવાનું મંગાવ્યુ હતુ, જેને મુદસ્સિર નામનાં ડિલિવરી બોય લઇને આવ્યો હતો, […]

Top Stories India

દેશમાં એક ખાસ સમૂદાય વિશેષને કેવી રીતે અલગ કરવામાં આવી રહ્યો છે, જેનો તાજો દાખલો હૈદરાબાદમાં જોવા મળ્યો છે. જણાવી દઇએ કે, હૈદરાબાદ એક વ્યક્તિએ મુસ્લિમ ડિલિવરી બોય પાસેથી ખોરાક લેવાની ના પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ, અલીબાદ વિસ્તારનાં રહેવાસી અજયકુમારે Swiggy થી ખાવાનું મંગાવ્યુ હતુ, જેને મુદસ્સિર નામનાં ડિલિવરી બોય લઇને આવ્યો હતો, પરંતુ અજયે તેની પાસેથી મંગાવેલુ ખાવાનું લેવાની ના પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ, ત્યારબાદ મુદસ્સિરે અજય સામે કે જેણે મુસલમાન હોવાના કારણે મુદસ્સિર પાસેથી ખાવાનું લેવાની ન પાડી તેના  વિરુદ્ધ કથિત રીતે ફરિયાદ નોંધાવી હતી.

મળી રહેલી માહિતી અનુસાર પોલીસે ડિલિવરી બોય મુદસ્સિર સુલેમાનની ફરિયાદનાં આધારે ગુનો નોંધ્યો છે અને કેસની તપાસ ચાલુ છે. આ સાથે જ આ કેસમાં Swiggy તરફથી નિવેદન પણ સામે આવ્યું છે. Swiggy કહે છે કે દરેક ઓર્ડર ડિલિવરી એક્ઝિક્યુટિવને સ્થળનાં આધારે વિતરિત કરવામાં આવે છે, વ્યક્તિની પસંદગીનાં આધારે નહીં. અમે અમારા ડિલિવરી બોય અને ગ્રાહક વચ્ચે ભેદભાવ રાખતા નથી.

નોંધનીય છે કે, તાજેતરનાં મહિનામાં, મધ્યપ્રદેશથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં જોમેટોનાં ગ્રાહકે ગેર હિન્દુ દ્વારા ડિલિવરી થવાને કારણે ખાવાનો ઓર્ડર લીધો ન હતો. જો કે, કંપનીએ તેની ફરિયાદ પર ધ્યાન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે, ખાવાનો કોઅ ધર્મ નથી હોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.