Ahmedabad News : અમદાવાદ શહેરમાં અવારનવાર કાર ચાલકો બેફામ કાર ચલાવતા જોવા મળતા હોય છે, ત્યારે અમદાવાદના વેજલપુરમાં કારચાલક નબીરો જાણે સ્ટંટ કરતો હોય તેવી રીતે કાર ચલાવતો જોવા મળ્યો હતો. આ સમગ્ર અકસ્માત અને કારચાલકની નફફટાઈ એક વીડિયોમાં કેદ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કારચાલક બેજવાબદારીપૂર્વક રીતે કાર ચલાવીને એક 2 વ્હિલર ચાલકને અડફેટે લઈ લે છે. બેફામ કાર ચાલકની બેદરકારીના કારણે તેની પાછળ આવતો મોપેડચાલક પટકાયો હતો.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુરમાં એક બેફામ કારચાલકે મનફાવે તેમ ગાડી ચલાવીને સ્ટંટ કરતા, એક 2 વ્હિલર ચાલકને રોડ પર પછાડ્યો હતો. આ અકસ્માતની ઘટના ચકચાક મચ્યો હતો. કાર ચાલક ગેર જવાબદારી પૂર્વક કાર ચલાવી રહ્યો છે. જેમાં કાર ચાલકની ભૂલના કારણે પાછળ આવતા 2 વ્હિલક ચાલક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક રોડ પર જાણે સ્ટંટ કરતો હોઈ એવી રીતે કાર ચલાવી રહ્યો હતા. જેના કારણે અન્ય કાર ચાલકોને હાલાકી ભોગવવાની વારી આવી હતી.
બેફામ કારચાલકના સ્ટંટ કરતા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. ત્યાર આ વિડીયોને જોઇને લોકો કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અને કાર ચાલક સામે સોશિયલ મીડિયામાં યુઝરો રોષ ઠાલવી રહ્યા છે. આવા નબીરાઓમાં અમદાવાદ પોલીસ શું પગલા લે છે તે જોવાનું રહ્યું.
3 મહિના પહેલા, અમદાવાદના આંબલી-બોપલ રોડ 25 નવેમ્બર, 2024ના સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત બનીને બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4-5 વાહનને અડફેટે લીધાં હતાં. આ ઓડી કારના ચાલકે પિક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કરતાં અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતાં અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી. આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું. આ અંગે M ડિવિઝન ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટ, પ્રોહિબિશન એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
