Business News/ એસલે ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રની મુશ્કેલીઓ વધી; રૂ. 1,322 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

સીબીઆઈએ એસલે ગ્રુપના ચેરમેન Subhash Chandra અને અન્ય લોકો સામે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે 1,322 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે.

Top Stories Trending Business
Subhash Chandra

Essel Group Chairman Subhash Chandra Fraud Case:  એસ્સેલ ગ્રુપના ચેરમેન અને ZEEના ફાઉન્ડર સુભાષ ચંદ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. CBIએ સુભાષ ચંદ્રા સહિત અન્ય લોકો સામે લગભગ ₹1,322 કરોડની કથિત છેતરપિંડીના આરોપમાં કેસ નોંધ્યો છે. આ મામલો LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે જોડાયેલો છે.

ચાર લોકો સામે કેસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, LIC હાઉસિંગ ફાઇનાન્સની ફરિયાદના આધારે CBIએ સુભાષ ચંદ્રા(Subhash Chandra) ઉપરાંત પંકજ સુરોલિયા, અમીષ પંડ્યા અને રાજીવ ઢોળકિયાને પણ આરોપી બનાવ્યા છે. ફરિયાદમાં 2018થી 2026 દરમિયાન કંપની સાથે ₹1,322 કરોડથી વધુની કથિત છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા છે.

Subhash Chandra

નેટવર્થ સર્ટિફિકેટને લઈને વિવાદ

ફરિયાદ મુજબ, સુભાષ ચંદ્રાએ(Subhash Chandra) વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત અન્ય કંપનીઓ માટે લોન મેળવવામાં મદદરૂપ થાય તે માટે એક નેટવર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. તેમાં 2018માં તેમની નેટવર્થ ₹59,113 કરોડ દર્શાવવામાં આવી હતી. આ સર્ટિફિકેટના આધારે ચંદ્રા સાથે જોડાયેલી ત્રણ કંપનીઓને લોન આપવામાં આવી હોવાનો આરોપ છે. પરંતુ બાદમાં ઇન્સોલ્વન્સી કાર્યવાહી દરમિયાન ચંદ્રાએ કથિત રીતે એવો દાવો કર્યો હતો કે તેમની નેટવર્થ ક્યારેય ₹50,000 કરોડ રહી જ નથી. આ મુદ્દાને આધારે LIC હાઉસિંગ ફાઇનાન્સે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરાના આરોપ સાથે ફરિયાદ કરી છે.

Subhash Chandra

₹22 હજાર કરોડના દાવા વચ્ચે ₹6.5 કરોડની ચુકવણી યોજના

સુભાષ ચંદ્રા(Subhash Chandra) અગાઉ પણ વ્યક્તિગત ઇન્સોલ્વન્સીના મામલાને લઈને ચર્ચામાં રહ્યા છે. આ કેસમાં બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ કુલ ₹22,006.57 કરોડની વસૂલાતનો દાવો કર્યો હતો. જોકે, ચંદ્રા તરફથી માત્ર ₹6.5 કરોડની ચુકવણી યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજનાને લેણદારોની મંજૂરી મળ્યા બાદ NCLTએ પણ તેને યોગ્ય ગણાવી હતી.

LIC હાઉસિંગ ફાઇનાન્સનો વિરોધ

LIC હાઉસિંગ ફાઇનાન્સે આ યોજનાનો વિરોધ કર્યો હતો. કંપનીએ પોતાનો ₹1,322.39 કરોડનો દાવો રજૂ કર્યો હતો, જ્યારે ચુકવણી યોજનામાં તેને માત્ર ₹38.09 લાખ મળવાના હતા. આ મુદ્દે NCLTએ પાંચ સભ્યોની વિશેષ બેન્ચ બનાવી હતી. હાલ આ બેન્ચે ચુકવણી યોજનાના અમલ પર રોક લગાવી છે. હવે CBIની તપાસમાં આરોપો અને દસ્તાવેજોની તપાસ બાદ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ડિપોઝિટ્સનો પ્રવાહ વધીને 129 અબજ ડોલરને પાર

આ પણ વાંચો:ગુજરાતની GST આવકમાં 28%નો ઉછાળો, રાષ્ટ્રીય વૃદ્ધિ કરતાં લગભગ બમણો વધારો

આ પણ વાંચો:PMએ કેમ કરી સોનું ઓછું ખરીદવાની અપીલ? જાણો જ્વેલરી શેર પર અસર અને આર્થિક સમીકરણ