મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનાવવાનાં પ્રયાસોને સોમવારે આંચકો લાગ્યો હતો, ત્યારબાદ પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સંજય રાઉતે હોસ્પિટલમાંથી ટ્વિટ કર્યું છે. સંજય રાઉતે હોસ્પિટલમાંથી પાર્ટીનાં સમર્થનમાં હિન્દી કવિતાને ટ્વીટ કરી છે. જણાવી દઈએ કે સોમવારે સંજય રાઉતની અચાનક તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલથી સંજય રાઉતે ટ્વીટ કર્યું છે કે, ” મોજાથી ડરીને નાવડી પાર નથી થતી, પ્રયત્ન કરનારની ક્યારે હાર નથી થતી. બચ્ચન. હમ હોંગે કામયાબ…જરૂર હોંગે… તે પહેલા પણ સંજય રાઉતે સોમવારે ટ્વીટ કરીને લખ્યું છે કે જો હું માર્ગની કાળજી રાખું તો લક્ષ્ય ખોટુ માની લેશે…. અહી ખાસ વાત એ છે કે સંજય રાઉત પોતાની સ્ટાઇલમાં કરેલા ટ્વિટને કારણે રોજેરોજ ચર્ચામાં રહે છે રવિવારે સંજય રાઉતે તેવું ટ્વીટ કરીને લખ્યું હતું કે જે કૌટુંબિક સમૃદ્ધ છે તેઓ, તેઓ મિજાજ રાખે છે નરમ પોતાનો, તમારી અદા બતાવી રહી છે તમારુ ધન નવુ-નવુ છે.
"लहरों से डर कर नौका पार नहीं होती,
कोशीश करने वालों की कभी हार नही होती ।'
बच्चन.
हम होंगे कामयाब..
जरूर होंगे…— Sanjay Raut (@rautsanjay61) November 12, 2019
ઉલ્લેખનીય છે કે, શિવસેનાને રાજ્યપાલ દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. જે બાદ એનસીપીએ શિવસેનાની સામે એક શરત મૂકી હતી કે જો શિવેસેના કેન્દ્ર સરકારમાં તેમનો મંત્રી પદ પાછો ખેંચે અને ભાજપ સાથેનાં સંબંધો સમાપ્ત કરે અને અમારો ટેંકો માંગે તો અમે તેનો વિચાર કરી શકીએ. જે બાદ શિવસેનાનાં સાંસદ અરવિંદ સાવંતે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ છેલ્લા સમય સુધી શિવસેનાને સરકાર બનાવવાનું પૂરતુ સંખ્યા બળ ન મળ્યુ અને કેન્દ્રમાં મંત્રી પદ ગયા બાદ શિવસેનાને હવે મોટો ઝટકો લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
