Not Set/ બોલીવૂડ/ શું તમારે દબંગ-3 માટે ડાયલોગ લખવા છે, આ રહી સલમાન ખાનની ઓફર

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 માં તમારા લખેલા ડાયલોગ હોય શકે છે. સલમાન ખાને ખુદ આ પ્રસ્તાવ પોતાના ચાહકોને આપ્યો છે. સલમાન ખાને આજે એક વીડિયો પોસ્ટ કર્યો છે, વીડિયોમાં સલમાન ખાનનો રસ્તો એક ગુંડો રોકતા જોવા મળી રહ્યો છે, સલમાન ખાન તેને કોઈ જવાબ આપતા નથી. સલમાને તેના ચાહકોને કહ્યું છે કે આને જવાબ […]

Uncategorized

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 માં તમારા લખેલા ડાયલોગ હોય શકે છે. સલમાન ખાને ખુદ આ પ્રસ્તાવ પોતાના ચાહકોને આપ્યો છે. સલમાન ખાને આજે એક વીડિયો પોસ્ટ કર્યો છે,

વીડિયોમાં સલમાન ખાનનો રસ્તો એક ગુંડો રોકતા જોવા મળી રહ્યો છે, સલમાન ખાન તેને કોઈ જવાબ આપતા નથી. સલમાને તેના ચાહકોને કહ્યું છે કે આને જવાબ હું નહિ તમનેઆપશો,તો મને જણાવો કે હું કાઉન્ટર રીપ્લાઈ શું આપું, જો અમને તમારો કાઉન્ટર રીપ્લાઈ પસંદ આવશે તો અમે તેનો ઉપયોગ ફિલ્મમાં કરીશું.

https://www.instagram.com/p/B4wV6ooF8R6/?utm_source=ig_embed

તો જો તમે જવાબ આપી શકો તો વિલંબ ન કરો, સલમાનને સખત કાઉન્ટર જવાબ ઝડપથી મોકલો. અને પછી ફિલ્મ દબંગ 3 માં તમારા લેખિત ડાયલોગ સાંભળો.

આપને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 20 ડિસેમ્બર, 2019 ના રોજ નાતાલના અવસરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હ અને સઇ માંજરેકર મુખ્ય ભૂમિકામાં છે.

સઇ માંજરેકર મહેશ માંજરેકરની પુત્રી છે અને આ તેની પહેલી બોલીવૂડ ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવએ કર્યું છે. સલમાન ખાન અને પ્રભુદેવની જોડીએ વોન્ટેડ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. દબંગ 3 પછી, સલમાન ખાન અને પ્રભુ દેવાની બીજી ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.