ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ પ્રચારનું જોર જામશે: ભાજપમાંથી મોદી, શાહ, યોગી, સ્મૃતિ,તો રાહુલ, પ્રિયંકા, ખડગે કૉંગ્રેસના અને કેજરીવાલ, સિસોદીયા અને માન આપ ના સ્ટાર પ્રચારક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગામી સપ્તાહ થી પ્રચાર નું કાર્પેટ બોમ્બઇંગ શરૂ થઇ જશે, જેમાં ભાજપ માંથી નરેન્દ્ર મોદી, અમિત શાહ ની સાથે યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની સભાઓ ગજવશે, તો કોંગ્રેસ માં રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી અને ખડગે પ્રચાર કરશે જયારે આપ માંથી કેજરીવાલ અને ભગવંત માન સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરશે.

Top Stories Gujarat

આવતા અઠવાડિયાથી ગુજરાતમાં રાજકીય પ્રચાર, રેલી, સભા સાથે ઘર ઘર સુધી નેતાઓ ફરી વળશે, ભાજપની નજર ગામડાઓ પર, કૉંગ્રેસની શહેરોમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગામી સપ્તાહ થી પ્રચાર નું કાર્પેટ બોમ્બઇંગ શરૂ થઇ જશે, જેમાં ભાજપ માંથી નરેન્દ્ર મોદી, અમિત શાહ ની સાથે યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની સભાઓ ગજવશે, તો કોંગ્રેસ માં રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી અને ખડગે પ્રચાર કરશે જયારે આપ માંથી કેજરીવાલ અને ભગવંત માન સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરશે.

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીની જાહેરાત થતા જભાજપે સમગ્ર ગુજરાતમાં પ્રચારની વ્યૂહરચના ઘડી લીધી છે, ખાસ કરીને સુપરસ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આગામી દિવસોમાં 15થી વધુ જાહેરસભાઓ-રેલીને સંબોધન કરશે.

ટોચના સુત્રોના જણાવ્યા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે અને તે પૂર્વે જ આગામી તા.10 બાદ વડાપ્રધાનના પ્રવાસ શરુ થઇ જશે અને માસના અંત સુધીમાં તેઓ સૌરાષ્ટ્ર સહિત ના સમગ્ર ગુજરાતને ધમરોળશે.આ ઉપરાંત ભાજપે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને પણ ગુજરાતમાં મહત્વપૂર્ણ વિસ્તારોમાં પ્રચાર માટે આવવા જણાવશે. ખાસ કરીને આ ચૂંટણીમાં ભાજપ અનેક વિસ્તારોમાં હિન્દુત્વને મહત્વ આપશે અને ત્યાં યોગી આદીત્યનાથ સૌથી મહત્વપૂર્ણ પ્રચારક પૂરવાર થઈ શકે છેગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓમાં સ્મૃતિ ઇરાનીને પણ પ્રચારમાં જોડવામાં આવશે.

ગુજરાતમાં સ્થાનિક લેવલ ના પ્રચારની કામગીરી સ્થાનિક નેતાઓને જ સોંપવામાં આવશે.જેમાં મંડળ પ્રમુખ થી લઈ ને પેજ પ્રમુખો ને કામ સોંપવામાં આવશે, ભાજપે અગાઉ જ ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભાજપના અનેક નેતાઓને જિલ્લાવાઇઝ જવાબદારી સોંપી છે.તે મુજબ20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવશે.

ભાજપ મોટાભાગે શહેરી વિસ્તારોમાં હજુપણ મજબૂત પકડ ધરાવી રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય કચાશ ના રહી જાય તે માટે પ્રદેશના નેતાઓ, કાર્યકરોની ટીમ સાથે સંકલન, માર્ગદર્શન માટે પડોશી રાજ્યોના મંત્રીઓ, રાષ્ટ્રીય નેતાઓને મતદાન યોજાય ત્યાં સુધીની સંકલનની જવાબદારી સોંપી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠા, ભાજપના મહામંત્રી વિનોદ તાવડેને વડોદરા તો કર્ણાટકના ધારાસભ્ય સી ટી રવિને આણંદ જિલ્લાની જવાબઘરી સોંપવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા થોડા સમય માટે અટકાવીને ગુજરાત ની ચૂંટણી માં એક્ટિવ થઈ શકે છે, સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચારનું સુકાન સંભાળશે જ્યારે સોનિયા ગાંધી મહત્વપૂર્ણ રીતે એક કે બે રેલીને સંબોધન કરે તે માટે કૉંગ્રેસે પ્રયત્નો શરૂ કર્યા છે,

આમ આદમી પાર્ટીના પ્રચારનો તમામ આધાર અરવિંદ કેજરીવાલ , મનીષ સીસોદીયા, પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન પર જ છે. કેજરીવાલ અત્યાર સુધીમાં મોટા શહેરો પર કેન્દ્રીત હતા હવે તેઓ નાના વિસ્તારોમાં પણ જઇને ગ્રામ્ય વિસ્તારમાં મફત વીજળી,પાણી જેવા મુદ્દાઓનો પ્રચાર કરી શકે છે.