Anand News/ આણંદના બાકરોલમાં ₹67.52 કરોડની આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવેલ આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલ (Bakrol District Jail)નું બાંધકામ વીજળીકરણ સહિત કુલ અંદાજિત રૂ. 67.5૨કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે

Gujarat Others
આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલ (Bakrol District Jail)નું બાંધકામ વીજળીકરણ સહિત કુલ અંદાજિત રૂ. 67.5૨કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે

Anand News : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ (Anand)જિલ્લાના બાકરોલ ખાતે ₹67.52કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલ (Bakrol District Jail)તથા નડિયાદ જિલ્લા જેલ, બિલોદરા ખાતે ₹698.45 લાખના ખર્ચે તૈયાર કરાયેલ કક્ષા સી-08 તથા બી-16 (પી+6) નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સર્વ રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, સંજ્યસિંહ મહિડા, સાંસદ, ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવેલ આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલ (Bakrol District Jail)નું બાંધકામ વીજળીકરણ સહિત કુલ અંદાજિત રૂ. 67.5૨કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. 1,20,000 ચોરસ મીટરના કુલ સાઇટ વિસ્તાર અને 16356.10. ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં ફેલાયેલી આ જેલમાં પુરુષ કેદીઓ માટે 330 અને મહિલા કેદીઓ માટે 40 મળી કુલ 370 કેદીઓને રાખવાની આધુનિક ક્ષમતા ઊભી કરવામાં આવી છે.

જેલ માત્ર શિક્ષાત્મક નહીં પરંતુ સુધારાત્મક ગૃહ બને તેવા અભિગમ સાથે આ નવનિર્મિત જેલ (Modern Jail)સંકુલમાં કેદીઓ માટે વોકેશનલ ટ્રેનિંગ, લીગલ એઈડ, સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કેદીઓના સર્વાંગી વિકાસ માટે ઇનડોર ગેમ્સ, કલ્ચરલ હોલ, મેડિટેશન હોલ તથા ઓપન એર થિયેટર જેવી સુવિધાઓ તેમજ હોસ્પિટલ, કૅન્ટીન, લોન્ડ્રી, બાર્બર શોપ અને વેલ્ફેર ઓફિસ જેવી દૈનિક જરૂરિયાતોની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે.

જેલ સંકુલમાં જેલ સુરક્ષા અને તકેદારીને ધ્યાનમાં રાખીને અદ્યતન હાર્ડકોર બેરેક, મહિલા બેરેક, અંડર ટ્રાયલ બેરેકની સાથે વોચ ટાવર, વિડિયો કોન્ફરન્સિંગ સુવિધા ધરાવતો કોર્ટ રૂમ અને એસ.આર.પી. બેરેકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સંકુલમાં વહીવટી બિલ્ડિંગ અને કિચન-ડાઇનિંગ હોલની આધુનિક સગવડોથી સુરક્ષા અને સંચાલન બંને વધુ સુદ્રઢ બનશે.

આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ જેલ, બિલોદરા ખાતે રૂ. 689.45 લાખના ખર્ચે નવનિર્મિત સી-08 અને બી-16 કક્ષાના ક્વાટર્સનું પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લિફ્ટ, ફાયર ફાઇટિંગ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ આવાસોથી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોને ઉત્કૃષ્ટ રહેઠાણ સુવિધા મળશે.

બાકરોલ જેલ સંકુલમાં જેલ સ્ટાફ અધિકારીઓ અને કર્મચારીઓના રહેણાંક માટે બી-36, સી-12 અને ડી-02 મળી કુલ 50 ક્વાટર્સની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે.

આ સંકુલોના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી તથા ઉપસ્થિત અગ્રણીઓએ નવનિર્મિત જેલ સંકુલ, મહિલા યાર્ડ અને હાર્ડકોર સેલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.


આ પણ વાંચો : આણંદમાં 64 કરોડના ખર્ચે જેલનું નિર્માણ, બાકરોલ જેલ હવે ‘જિલ્લા જેલ’ ઘોષિત

આ પણ વાંચો : જૂનાગઢઃ જેલ કર્મચારી પર કેદીનો હુમલો, જુનાગઢ જિલ્લા જેલની ઘટના, કેદીને બેરેકમાં જવાનું કહેતા ઉશ્કેરાયો, જેલ કર્મચારીનો કાંઠલો પકડી કેદીએ માર માર્યો, કાચા કામના કેદી

આ પણ વાંચો : જામનગરની જિલ્લા જેલ ફરી એકવાર ચર્ચામાં 3 જેલકર્મીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ જાન્યુ.માં કાચા કામના કેદીને માર મારવા અંગે ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં