Not Set/ હવે અમદાવાદ સિવલમાંથી સામે આવ્યું કૌભાંડ, કોણ આપશે આ સળગતા સવાલોનાં જવાબ ?

  પહેલા કચ્છની જાહોજલાલી હતી અને માટે જ કહાવત પડી છે કે, “કચ્છડો બારે માસ” અને હવે કૌભાંડોની જાહોજલાલી છે અને કહી શકાય એવુ પણ છે કે, “કૌભાંડ બારે માસ” જી હા, નકલી ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યાના પડઘા હજુ સમ્યા નથી, ત્યારે ફરી તબીબ આલમ  અમદાવાદ સિવિલ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે.  લોકડાઉનના સમયમાં અને જ્યારે તબીબ સેવાઓ […]

Ahmedabad Gujarat
 

પહેલા કચ્છની જાહોજલાલી હતી અને માટે જ કહાવત પડી છે કે, “કચ્છડો બારે માસ” અને હવે કૌભાંડોની જાહોજલાલી છે અને કહી શકાય એવુ પણ છે કે, “કૌભાંડ બારે માસ” જી હા, નકલી ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યાના પડઘા હજુ સમ્યા નથી, ત્યારે ફરી તબીબ આલમ  અમદાવાદ સિવિલ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે. 

લોકડાઉનના સમયમાં અને જ્યારે તબીબ સેવાઓ પર સૌ કોઇ નો  મદાર છે ત્યારે આ ક્ષેત્રમાંથી કરોડોનું કૌભાંડ આચર્યુ હોવાની વિગતો સામે આવતા અરેરાટી છુટી જતા લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે કે આ કૌભાંડીઓએ તો હદ વટાવી દીઘી છે હવે.

સામે આવતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં કોરોડોનુ આચરવામાં આવેલું કૌભાંડ સ્યુચર સ્કેમ કૌભાંડ હોવાની વિગતો વિદિત છે. સિવિલ હોસ્પિટલમા સ્યુચરની મસમોટી ખરીદી કરી આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. એક તરફ કોરોનામાં સર્જરી બંધ હતી અને બીજી તરફ સ્યુચરની બેફામ ખરીદી કરવામાં આવી. તમામ મામલે સુપરિટેડેન્ટની સત્તાનો કરાયો દુરુપયોગ કરાયો હોવાનુ સામે આવી રહ્યુ છે. 

20 હજારની ખરીદીની સત્તા હોવા છતાં લાખોની ખરીદી કરી આ કૌભાંડને સાકાર કરવામાં આવ્યું છે. સાથે સાથે ઉચા ભાવે ક્વોટેશનથી આડેધડ ખરીદી કરાઈ હોવાનુ પણ સામે આવે છે. નજીવો વપરાશ છતા ઉંચા ભાવે બેફામ સ્ટોકની એકસાથે ખરીદી કરવામાં આવી છે. 9 પ્રકારના સ્યુચરમાં મસમોટુ ખરીદી કૌભાંડ અંજામ પામ્યાનો ક્યાસ છે. 

વધુ આઘાત જનક વાત તે પણ છે કે, ખરીદાયેલા સ્યુચર સિવિલ સુધી પહોંચ્યા જ ન હોવાની પણ ચર્ચા છે. તમામ ખરીદી ક્વોટેશન પર કરવામાં આવી હોવાની આશંકા જોવામાં આવી રહી છે. ક્વોટેશનની ખરીદીમાં સત્તા મર્યાદામાં ભંગ કરાયો છે. 

સમગ્ર કૌભાંડ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સળગતા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે….

અમદાવાદ સિવિલ તંત્રની જાણ બહાર કૌભાંડ છે શક્ય ?

હકનો દુરુપયોગ છતાં સુપરિટેન્ડેન્ટ અજાણ કેમ ?

લોકડાઉન સમયથી કૌભાંડ ચાલ્યું, તો જાણ મોડી કેમ થઇ ?

શું મોટામાથાઓની રહેમ હેઠળ કૌભાંડ આચરાયું ?

જો ખરીદી થઇ છે તો ખરીદાયેલો જથ્થો ગયો ક્યાં ?

સમગ્ર મામલે એટલે કે, સિવિલ હોસ્પિટલમાં સ્યુચર કૌભાંડ મામલો સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું જે.વી.મોદીનું નિવેદન સામે આવી રહ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા મહત્વનું નિવેદન આપતા જણાવવામાં આવ્યુ છે કે, સમગ્ર મામલે વિગતો મંગાવી છે. અને જરૂર પડશે તો તપાસ કમિટીની રચના પણ કરવામાં આવશે.  ત્યારે કરોડાનાં આ કૌભાંડમાં તપાસ કે તપાસ સમીતી કે વિગતો મંગાવવાથી ચાલી જશે. ફરિયાદ થશે કે કેમ ? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews