Deesa Factory Blast/ ડીસા અગ્નિકાંડ મુદ્દે કરાઈ SITની રચના, આ ટીમને અપાઈ જવાબદારી

ડીસા અગ્નિકાંડને લઈને હવે SITની ટીમની રચના કરવામાં આવી છે. સાથે જ આ કેસમાં ગોડાઉનના માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે 21થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જેને લઈને સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે.

Top Stories Gujarat Others Breaking News

Deesa Factory Blast: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.  જેમાં ભાવિન પંડયા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ, વિશાલકુમાર વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક, એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર  જે.એ.ગાંધી, ચીફ એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગ પણ તપાસ કમિટીના સભ્ય છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઢૂંવા રોડ પર આવેલી ગેરકાયદે ચાલતા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટની ઘટના બાદ 21 લોકોનાં મોત થયા છે. 21 શ્રમિકોના મોતને લઈ હાહાકાર મચી ગયો છે. ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. 18 શ્રમિકો બાદ વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈ SITની રચના કરવામાં આવી છે.

ડીસા અગ્નિકાંડ પણ સરકારે ગરીબ શ્રમિકોને 4 લાખ રૂપિયાની સહાય કરીને સંતોષ માણી લીધો છે. આ ગેરકાયેદ રીતે ફટાકડાંની ફેક્ટરી ધમધમી રહી છે તે માટે કયા અધિકારી કસૂરવાર છે તે અંગે સરકાર એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. હવે સીટનું નાટક કરીને દોષનો ટોપલો ફેક્ટરી માલિકના માથે નાંખવા મથામણ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ મામલે ઋષિકેશ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા

આ પણ વાંચો:ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, મૃત્યુ આંક 21 ઉપર પહોંચ્યો

આ પણ વાંચો:ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં લાગી વિકરાળ આગ, 17 શ્રમિકોના મોત