Ahmedabad News: આગામી નવરાત્રી દરમિયાન અમદાવાદમાં (Ahmedabad Navratri 2026) સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પોલીસ તંત્રે ખાસ આયોજન કર્યું છે. આ વખતે ગરબા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં મહિલા સુરક્ષા ઉપરાંત વિદેશી નાગરિકો અને યુવા વર્ગ સાથે સરળતાથી સંવાદ થઈ શકે તે માટે ખાસ પોલીસ ટીમ તૈનાત (Navratri Security) કરવામાં આવશે.
પોલીસ કમિશનર અનુપમ ગેહલોતના જણાવ્યા મુજબ, પ્રથમવાર અંગ્રેજી અને હિન્દી ભાષા પર સારી પકડ ધરાવતા પોલીસકર્મીઓની ખાસ ટીમ (English Police Team) તૈયાર કરવામાં આવી છે. આ ટીમ ખાસ કરીને NRI, વિદેશી નાગરિકો અને Gen-Z સાથે સંવાદ માટે મેદાનમાં રહેશે.
Ahmedabad Navratri 2026: NRI અને યુવાનો સાથે સંવાદ માટે ખાસ પોલીસ ટીમ
નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ ગરબા સ્થળોએ મોટી સંખ્યામાં યુવાનો, NRI અને વિદેશી મહેમાનો હાજરી આપતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસકર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે.ટીમના પોલીસકર્મીઓને મહિલાઓ, યુવાનો અને વિદેશી નાગરિકો સાથે સંવાદ કરતી વખતે નમ્રતા અને અસરકારક રીતે વાતચીત કેવી રીતે કરવી તે અંગે તાલીમ આપવામાં આવી છે. પોલીસનો હેતુ લોકો સાથે સરળતાથી સંવાદ જાળવી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો છે.
ગરબા ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતા વધુ ભીડ થશે તો એન્ટ્રી બંધ
મોટા ગરબા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં ભીડનું મોનિટરિંગ કરવા માટે એઆઈ આધારિત કેમેરા લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કેમેરાનું સીધું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમ અને સંબંધિત અધિકારીઓની કચેરીમાંથી કરવામાં આવશે.જો કોઈ ગરબા સ્થળે મંજૂર ક્ષમતા કરતા વધુ લોકો એકઠા થશે તો પોલીસ આયોજકને તાત્કાલિક સૂચના આપશે. ભીડ નિયંત્રણમાં ન આવે તો નવા લોકોની એન્ટ્રી બંધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓ કે તોફાનની ઘટનાઓ બની હોય તેવા સંવેદનશીલ વિસ્તારોમાં ચહેરા ઓળખી શકે તેવા કેમેરા પણ લગાવવામાં આવશે.
મહિલાઓની સુરક્ષા માટે ‘SHE Team’ની ખાસ તૈનાતી
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે ‘SHE Team’ને વિશેષ તાલીમ આપવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોમાં આ ટીમ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખશે.મહિલાઓ સાથે છેડતી અથવા અન્ય કોઈ અયોગ્ય વર્તનની ઘટના બને નહીં તે માટે પોલીસની ટીમો ભીડમાં પણ સક્રિય રહેશે. કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આયોજકોને મંજૂરી પ્રક્રિયા ઝડપી કરવા સૂચના
પોલીસ કમિશનરે ગરબા આયોજકો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં ફાયર એનઓસી, ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ, સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને પોલીસ મંજૂરી જેવી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થાય તે માટે સૂચના આપવામાં આવી છે.તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને ગરબા આયોજકોના સંપર્કમાં રહેવા અને મંજૂરી સંબંધિત કામગીરીમાં જરૂરી સંકલન કરવા જણાવાયું છે.
SG હાઈવે અને SP રિંગ રોડ પર 15 સ્થળે ખાસ ટ્રાફિક વ્યવસ્થા
નવરાત્રી દરમિયાન ગરબા કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રિના સમયે ટ્રાફિકનો મોટો ધસારો થવાની શક્યતા છે. ખાસ કરીને SG હાઈવે અને SP રિંગ રોડ પર ટ્રાફિકને (SG Highway Traffic) ધ્યાનમાં રાખીને આશરે 15 મહત્વના સ્થળો ઓળખવામાં આવ્યા છે.આ સ્થળોએ વધારાના પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. ટ્રાફિકના પ્રવાહ પર નજર રાખીને જરૂરિયાત મુજબ વાહનવ્યવહારનું નિયમન કરવામાં આવશે.
પોલીસ તંત્રનું કહેવું છે કે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા સ્થળોએ (Garba Ground Security) પહોંચે ત્યારે સુરક્ષા, ભીડ નિયંત્રણ, મહિલા સુરક્ષા અને ટ્રાફિક.ચારેય મોરચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રી આયોજનને લઈને પોલીસની બેઠક, ગરબા આયોજકો સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા
આ પણ વાંચો: રૂ.1000માં ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટે નવરાત્રી પહેલા મચાવ્યો હોબાળો
આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી? અંબાલાલ પટેલે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીનું અનુમાન આપ્યું
